બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 2 more international flights will start from Surat airport, will go to Dubai and Hong Kong

આનંદો / સુરત એરપોર્ટથી વધુ 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ થશે શરૂ, જશે દુબઇ અને હોંગકોંગ, જાણો ક્યારથી મળશે સુવિધાનો લાભ

Malay

Last Updated: 10:28 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત ડાયમંડ બુર્સની કમિટીની રજૂઆત બાદ સુરત એરપોર્ટ પરથી વધુ 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરીથી દુબઈ અને હોંગકોંગ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.

  • સુરત એરપોર્ટથી વધુ 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ થશે શરૂ
  • દુબઈ અને હોંગકોંગ માટે શરૂ કરવામાં આવશે ફ્લાઇટ
  • ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી જાહેરાત

સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરત એરપોર્ટ પરથી વધુ 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી છે. 

ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં 100 કરોડ રૂપિયાથી વધુની ખોટ, છેલ્લા 9 વર્ષમાં  જાણો કેટલું કર્યુ નુકસાન | Surat airport is running at a loss of crores of  rupees

કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરાઈ હતી રજૂઆત
હીરા ઉદ્યોગકારોને વેપાર માટે અનેક વખત વિદેશ જવું પડે છે. તેથી સુરત ડાયમંડ બુર્સના સભ્યોએ અમેરિકા, લંડન, સિંગાપોર, બેંગકોક માટે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરવા માટેની કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રજૂઆત કરી હતી. 

બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય
જેથી સુરત એરપોર્ટ પરથી દુબઈ અને હોંગકોંગ માટે ફ્લાઇટ શરૂ કરવાનો લેવાયો છે. આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનાથી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ જશે. આ ફ્લાઇટ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને મોટો ફાયદો થશે. 

Surat airport has got international airport status

પીએમ મોદીને મળવા પહોંચી હતી કમિટી 
આપને જણાવી દઈએ કે, સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. ડાયમંડ બુર્સની કમિટી દિલ્હી ખાતે પીએમ મોદીને આમંત્રણ આપવા માટે પહોંચી હતી. આ દરમિયાન અડધો કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત થઈ હતી. ડાયમંડ બુર્સની કમિટી દ્વારા બુર્સની જે પણ ખાસિયતો છે તેની ઊંડાણપૂર્વકની માહિતી વડાપ્રધાનને આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ  ડાયમંડ બુર્સની કમિટી કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળવા પહોંચ્યી હતી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અંગે રજૂઆત કરી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ