બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / 2 lakh crores spent by foreign investors in India

બિઝનેસ / વિદેશી રોકાણકારોએ ભારતમાં ખર્ચ કર્યા 2 લાખ કરોડ, આ છે 30 વર્ષમાં સર્જાયેલ બીજો સૌથી મોટો રેકોર્ડ

Priyakant

Last Updated: 11:59 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FPI Net Investment Latest News : છેલ્લાં પાંચ-પાંચ વર્ષમાં કોઈપણ નાણાકીય ક્ષેત્રમાં આ બીજી વખત છે જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું

FPI Net Investment : વિદેશી રોકાણકારો ભારતીય બજાર પર આટલા મહેરબાન થશે એવું વિશ્વમાં કોઈએ વિચાર્યું ન હતું. છેલ્લા 5 વર્ષમાં આવું બીજી વાર આવું બન્યું. જેના કારણે ચીન પણ ચોંકી ગયું હતું. છેલ્લાં પાંચ-પાંચ વર્ષમાં કોઈપણ નાણાકીય ક્ષેત્રમાં આ બીજી વખત છે જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. 

વાત જાણે એમ છે કે, ડેટ અને બોન્ડ માર્કેટમાં પણ ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ બોન્ડ માર્કેટમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ભલે છેલ્લા એક વર્ષથી વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરાબ છે. પરંતુ ભારતના મજબૂત આર્થિક પાયાના કારણે વિદેશી રોકાણકારોએ નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય શેરબજારમાં જોરદાર ખરીદી કરી છે. 

પાંચ વર્ષમાં બીજી વખત બન્યું આવું 
છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આ બીજી વખત છે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. NSDLના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં વિદેશી રોકાણકારોએ શેરબજારમાં રૂ. 2,08,212 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ આ આંકડો નાણાકીય વર્ષ 2020-21માં જોવા મળ્યો હતો. તે સમયે વિદેશી રોકાણકારોએ નાણાકીય વર્ષમાં રૂ. 2,74,032 કરોડનું રોકાણ કર્યું હતું. છેલ્લા 30 વર્ષમાં વિદેશી રોકાણકારો દ્વારા આ રેકોર્ડ રોકાણ છે. 

માર્ચ મહિનામાં રોકાણકારોએ રૂ. 35,098 કરોડનું રોકાણ કર્યું
જો નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ મહિનાની વાત કરીએ તો માર્ચ મહિનામાં રોકાણકારોએ રૂ. 35,098 કરોડનું રોકાણ કર્યું છે. વર્તમાન વર્ષમાં આ આંકડો 10,893 કરોડ રૂપિયા છે. હકીકતમાં જાન્યુઆરી મહિનામાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી 25,744 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. જ્યારે ફેબ્રુઆરીમાં 1539 કરોડ રૂપિયાનું નજીવા રોકાણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે વિદેશી રોકાણકારોએ ડેટ અને બોન્ડ માર્કેટમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આ વખતે બોન્ડ માર્કેટે આ મામલે લગભગ 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. નાણાકીય વર્ષ 2017-18માં વિદેશી રોકાણકારોએ રૂ. 1,19,036 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં આ રોકાણ રૂ. 1,21,059 કરોડ જોવામાં આવ્યું હતું. 

સૌથી વધુ રોકાણ કયા નાણાકીય વર્ષમાં થયું ? 
જોકે સૌથી વધુ રોકાણ નાણાકીય વર્ષ 2014-15માં જોવા મળ્યું હતું. ત્યારે રોકાણકારોએ બોન્ડ માર્કેટમાં રૂ. 1,30,302 કરોડનું રોકાણ કર્યું હતું. છેલ્લા 30 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે વિદેશી રોકાણકારોએ શેરબજાર અને બોન્ડ માર્કેટ બંનેમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ખાસ વાત એ છે કે આ નાણાકીય વર્ષમાં મળીને 3 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ વિદેશી રોકાણકારો તરફથી આવ્યું છે.

જાણો શું કહી રહ્યા છે નિષ્ણાતો ? 
ભારતમાં મઝાર્સના મેનેજિંગ પાર્ટનર ભરત ધવને જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25 માટેનું અનુમાન સાવધાનીપૂર્વક આશાવાદી છે. પ્રગતિશીલ નીતિ સુધારા, આર્થિક સ્થિરતા અને આકર્ષક રોકાણની તકોને કારણે FPI નાણાપ્રવાહ ચાલુ રહેવાની અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે,અમે વૈશ્વિક ભૌગોલિક રાજકીય પ્રભાવો પ્રત્યે સભાન છીએ, જે તૂટક તૂટક અસ્થિરતા તરફ દોરી શકે છે, અમે બજારની વધઘટનો સામનો કરવા માટે વ્યૂહાત્મક આયોજન અને ચપળતાના મહત્વ પર ભાર મૂકીએ છીએ.

વધુ વાંચો: દિલ્હી દારૂ કૌભાંડમાં AAPના વધુ એક મંત્રીની મુશ્કેલી વધી, EDએ મોકલાવ્યું ફરફરિયું

આ તરફ વિન્ડમિલ કેપિટલના સ્મોલ કેસ મેનેજર અને વરિષ્ઠ નિયામક નવીન કેઆરએ જણાવ્યું હતું કે એફપીઆઈના પરિપ્રેક્ષ્યમાં 2024-25ની સંભાવનાઓ મજબૂત છે. હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડાયરેક્ટર – રિસર્ચ મેનેજર, મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ફુગાવો અને વ્યાજ દરોની દિશા, અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત બજારોમાં ચલણની સ્થિતિ,  ક્રૂડ ઓઈલના ભાવ, ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય અને સ્થાનિક અર્થતંત્રની મજબૂતાઈ જેવા પરિબળોને કારણે FPI નાણાપ્રવાહ હકારાત્મક રહ્યો હતો. તેમણે કહ્યું કે, વૈશ્વિક આર્થિક ઉથલપાથલ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર રહી જેણે વિદેશી રોકાણકારોને આકર્ષ્યા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ