બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 1993 batch IRS officer Rahul Naveen will be the new director of ED, while Sanjay Kumar Mishra's tenure will end on Friday.

BIG BREAKING / EDના નવા કાર્યવાહક ચીફ હશે IRS રાહુલ નવીન, સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂર્ણ, જાણો કોણ છે રાહુલ નવીન

Pravin Joshi

Last Updated: 09:50 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાન ED ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ શુક્રવારે પૂરો થયો. તેમણે 2018માં ED ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

  • રાહુલ નવીન EDના કાર્યવાહક ડિરેક્ટર બનશે
  • વર્તમાન ED ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂર્ણ
  • 2018માં ED ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો

ED ચીફ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ આજે એટલે કે 15 સપ્ટેમ્બરે પૂરો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે EDના સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને EDના એક્ટિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનો આદેશ ઔપચારિક રીતે શુક્રવારે મોડી રાત્રે અથવા આવતીકાલે શનિવારે સવારે આવે તેવી શક્યતા છે. સંજય કુમાર મિશ્રાએ લગભગ 4 વર્ષ અને 10 મહિના સુધી ED ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.

15 સપ્ટેમ્બર સુધી ED ડાયરેક્ટર તરીકે ચાલું રહેશે સંજય મિશ્રા, સુપ્રીમ  કોર્ટમાંથી કેન્દ્રને રાહત I Enforcement Directorate Chief Can Stay Till  September 15: Supreme Court

કોણ છે રાહુલ નવીન?

રાહુલ નવીન 1993 બેચના IRS ઓફિસર છે. સ્પેશિયલ ડાયરેક્ટર હોવા ઉપરાંત, બિહારના રહેવાસી રાહુલ નવીન ED હેડક્વાર્ટરના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે પણ કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ નવા ડિરેક્ટરની ઔપચારિક નિમણૂક સુધી કાર્યકારી નિર્દેશકની જવાબદારી નિભાવશે.

એસકે મિશ્રાને સેવામાં ત્રણ વખત એક્સટેન્શન આપવામાં આવ્યું

સંજય કુમાર મિશ્રાને 2018માં ED ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ નવેમ્બર 2020માં પૂરો થવાનો હતો. કેન્દ્ર દ્વારા તેમને ત્રણ વખત સેવાનું વિસ્તરણ આપવામાં આવ્યું હતું. આ પગલાની વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી હતી અને આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

કોર્ટે વિસ્તરણને ગેરકાયદેસર જાહેર કર્યું હતું

સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને વધારવા માટે CVC એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. ગયા જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે સંજય કુમાર મિશ્રાના ત્રીજા એક્સટેન્શનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. જે 18 નવેમ્બર 2023 સુધી નક્કી કરવામાં આવ્યું હતું.

15 સપ્ટેમ્બર સુધી પદ પર રહેવાની પરવાનગી આપવામાં આવી હતી

કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેમણે 31 જુલાઈ સુધીમાં પદ છોડવું પડશે. જો કે, કેન્દ્ર સરકારે ત્યારબાદ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેમને 15 ઓક્ટોબર સુધી પદ પર રહેવાની મંજૂરી આપવામાં આવે. જેના પર કોર્ટે તેમને 15 સપ્ટેમ્બર સુધી પદ પર રહેવાની મંજૂરી આપી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ