બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / 13,000 security personnel 10,000 CCTVs you will be surprised to see the elaborate security planning in Ayodhya

જડબેસલાક.. / 13 હજાર સુરક્ષાકર્મી, 10 હજાર CCTV, અયોધ્યામાં ઉત્સવની ઘડી નજીક આવતા જડબેસલાક સુરક્ષા, આયોજન જોઈ અંજાઈ જશો

Pravin Joshi

Last Updated: 06:39 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગઈ છે. અયોધ્યામાં એન્ટ્રી પોઈન્ટથી લઈને મંદિર પરિસર સુધી દરેક ખૂણે પોલીસ અને એટીએસ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાધુનિક સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

  • અયોધ્યામાં આવી ઉત્સવની ઘડી
  • દેશભરમાં ગુંજી રહ્યો છે જય શ્રીરામના નાદ
  • શ્રીરામના દર્શન માટે ભક્તો આતૂર
  • અયોધ્યા ફેરવાયું અભેદ્ય કિલ્લામાં

અયોધ્યામાં ઉત્સવનો દિવસ છે. દરેક રામભક્ત ભગવાનના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ક્યારે થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક-એક ઘડી વર્ષો જેવડી મોટી લાગી રહી છે. જોકે આ ઉત્સવમાં કોઈપણ પ્રકારનો ભંગ ન પડે તે માટે અયોધ્યા હાલ છાવણીમાં ફેરવાઈ ગયું છે. અયોધ્યામાં બહારથી આવતા લોકોને પ્રવેશ આપવાનો બંધ કરી દેવાયો છે. ત્યારે કેવી છે અવધમાં સુરક્ષા વ્યવસ્થા આવો તે પણ જોઈએ.

અયોધ્યામાં આજથી વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે ધાર્મિક વિધિઓ શરૂ, તો  દિલ્હીમાં પણ કરાશે સુંદરકાંડના પાઠનું આયોજન | Ayodhya Ram Mandir Pran  Pratishtha ...

અયોધ્યા સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગઈ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગઈ છે. અયોધ્યામાં એન્ટ્રી પોઈન્ટથી લઈને મંદિર પરિસર સુધી દરેક ખૂણે પોલીસ અને એટીએસ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાધુનિક સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યા પર નજર રાખવા માટે બ્લેકકેટ કમાન્ડો, બખ્તરબંધ વાહનો અને ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર અયોધ્યાને અભેદ્ય કિલ્લો બનાવી દીધો છે.

રામ આયેંગે..' જાણીતા કલાકારનું ભજન સાંભળી PM મોદી થયા મંત્રમુગ્ધ, વીડિયો  શેર કરતાં જુઓ શું લખ્યું | PM Modi was mesmerized by listening to the  bhajan of a well-known artist

જાણીતી હસ્તીઓ પણ ભાગ લેશે

અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે દેશની અનેક જાણીતી હસ્તીઓ પણ ભાગ લેશે. જેમાં દેશના મોટા ઉદ્યોગપતિઓથી લઈને બોલિવૂડના અનેક સ્ટાર્સ પણ હશે. આવી સ્થિતિમાં સુરક્ષાને સંપૂર્ણ રીતે કડક કરવામાં આવી રહી છે. શહેરના દરેક ચોક પર પોલીસ અને એટીએસ કમાન્ડોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શનિવારથી અયોધ્યામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો હવે શહેરની અંદર પણ બહારથી આવતા લોકોને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો.

Topic | VTV Gujarati

વધુ વાંચો : 'મોદી PM ન હોત તો ન બની શક્યું હોત રામ મંદિર'... કોંગ્રેસના બીજા સિનિયર નેતાએ આપી ક્રેડિટ

અયોધ્યાની કડક સુરક્ષા

બીજી તરફ અયોધ્યાની કડક સુરક્ષાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં યોજાનાર સમારોહ માટે યુપી પોલીસ દ્વારા 3 ડીઆઈજી તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય 17 IPS અને 100 PPS સ્તરના અધિકારીઓ સુરક્ષા સંભાળી રહ્યા છે. આ અધિકારીઓની સાથે 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ પણ તૈનાત છે.. આમ કોઈપણ જગ્યાએથી આ મહોત્વમાં વિઘ્ન ઊભું ન થાય તેની કાળજી લેવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. pscની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત કરવામાં આવી છે જ્યારે યલો ઝોનમાં 7 બટાલિયન છે. આમ અયોધ્યા અભેધ કિલ્લો બની ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ