બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / ભારત / congress leader acharya pramod krishnam on ram mandir pran pratistha program in ayodhya up

રામ મંદિર / 'મોદી PM ન હોત તો ન બની શક્યું હોત રામ મંદિર'... કોંગ્રેસના બીજા સિનિયર નેતાએ આપી ક્રેડિટ

Hiralal

Last Updated: 06:08 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બહિષ્કારના કોંગ્રેસના નિર્ણય પર વધુ એક સિનિયર નેતા નારાજ થયાં છે અને રામ મંદિરનો શ્રેય પીએમ મોદીને આપી દીધો છે.

  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બહિષ્કારના કોંગ્રેસના નિર્ણય પર સિનિયર નેતાઓ ખફા
  • આચાર્ય પ્રમોદ કૃષ્ણાએ પાર્ટીના નિર્ણયને ખોટો ગણાવ્યો
  • ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ થયા હતા નારાજ 

કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કર્યો છે પરંતુ હવે પાર્ટીના સિનિયર નેતાઓને પણ લાગવા માડ્યું છે કે પાર્ટીનો આ નિર્ણય ખોટો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા બાદ હવે કોંગ્રેસના બીજા સિનિયર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણાને પણ બહિષ્કારનો પાર્ટીનો નિર્ણય અયોગ્ય લાગ્યો છે. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, મંદિરના નિર્માણ કોર્ટના નિર્ણયથી કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. જો મોદી દેશના વડાપ્રધાન ન હોત તો આ નિર્ણય ન લેવાયો હોત અને આ મંદિર ન બન્યું હોત. હું રામ મંદિરના નિર્માણ અને તેના પવિત્ર દિવસના શુભ દિવસ માટે વડા પ્રધાન મોદીને શ્રેય આપવા માંગુ છું. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈ પણ ખ્રિસ્તી, પાદરી અથવા મુસ્લિમ રામના આમંત્રણને નકારી શકે નહીં. રામ ભારતની આત્મા છે. રામના આમંત્રણનો અસ્વીકાર કરવો એટલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું અપમાન કરવું.

રામ સામે નહીં પણ ભાજપ સામે લડોઃ પ્રમોદ કૃષ્ણમ
પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે રામના આમંત્રણનો અસ્વીકાર કરવાનો અર્થ છે ભારતની એકતાને પડકારવી. રામ વગર ભારત કે ભારતની લોકશાહીની કલ્પના પણ કરી શકાતી નથી. હું તમામ વિરોધ પક્ષોને વિનંતી કરવા માંગુ છું કે તમે ભાજપ સામે લડો, રામ સામે નહીં. 

કોંગ્રેસ પ્રાણ પ્રતિષ્ઠાના બહિષ્કારમાં 
કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓએ સમારોહમાં ન જવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે આ કાર્યક્રમના આમંત્રણને નકારી દીધું છે. વિપક્ષી નેતાઓ આ ઘટનાના રાજકીયકરણનો આરોપ લગાવી રહ્યા છે.  10 જાન્યુઆરીએ કોંગ્રેસે કહ્યું હતું કે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે રામ મંદિરના પવિત્ર કાર્યક્રમમાં સામેલ નહીં થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ