બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 1200 Indians brought to India amid Israel Hamas war

ચિંતા / 'ગાઝાથી લોકોને બહાર કાઢવા મુશ્કેલ' ઈઝરાયલ હમાસ જંગ પર વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, જાણો ઓપરેશન અજયની લેટેસ્ટ અપડેટ

Kishor

Last Updated: 10:57 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયના જણાવાયા અનુસાર 19 ઓક્ટોબર સુધીમાં લગભગ 1200 ભારતીય નાગરિકોને ઇઝરાયેલમાંથી હેમખેમ ઉગારી બહાર લવાયા છે.

  • વિકરાળ બની રહ્યું છે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ
  • 1200 ભારતીય નાગરિકોને ઇઝરાયેલમાંથી હેમખેમ ઉગારી લેવાયા
  • વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું નિવેદન

ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસનું યુદ્ધ વિકરાળ બની રહ્યું છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયના જણાવાયા અનુસાર અત્યાર સુધીમાં એટલે કે 19 ઓક્ટોબર સુધીમાં લગભગ 1200 ભારતીય નાગરિકોને ઇઝરાયેલમાંથી હેમખેમ ઉગારી બહાર લવાયા છે. જેમાં 18 નેપાળી લોકોનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવાયા અનુસાર ઓપરેશન અજય હેઠળ 5 ફ્લાઈટ્સ થકી 1200 ભારતીયોને વતન પરત લવાયા છે અને હજુ પણ વધુ ફ્લાઈટ્સ મોકલવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. જે ભારત પરત ફરવા માંગે છે તેઓને પરત લવાશે.

એક ભારતીયના ઘાયલ થવાના સમાચાર
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અગાઉ ગાઝામાં લગભગ 4 લોકો હતા, જોકે આ નક્કર આંકડા નથી.વધુમાં પશ્ચિમ કાંઠે 12-13 લોકો હતા અને ગાઝામાંથી બહાર નીકળવું કપરું છે. હાલ માત્ર એક ભારતીયના ઘાયલ થવાના સમાચાર છે. જોકે મોત મામલે કોઇ પુષ્ટિ નથી.

પ્રચંડ વિસ્ફોટમાં 471 લોકોના મોત
અરિંદમ બાગચીએ વધુમાં કહ્યું કે તમે કમેન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટ પણ જોયા હશે. જેમાં ઇઝરાયેલ પરના હુમલાને વખોડવામાં આવ્યો છે. વધુમાં આ મુદ્દો ઉકેલવા બને રાષ્ટ્રને પ્રત્યેક્ષ વાતચીતની દિશામાં ઝુકાવ આપ્યો છે. મહત્વનું છે કે ગાઝાની અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર મંગળવારે (17 ઓક્ટોબર) હુમલો થયો હતો. એજન્સીના જણાવાયા અનુસાર પ્રચંડ વિસ્ફોટમાં 471 લોકોના મોત તથા 300 થી વધુ લોકોને ઈજા થવાનું કહ્યું હતું. જોકે આ હુમલો ઈઝરાયેલે ન કર્યો હોવાનું જણાવાયુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ