બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 120 Ahirs saved 1300 Chinese soldiers to protect Maa Bharti in Ladakh, remembering that day the dragon still trembles

શૌર્ય દિવસ / મા ભારતીની રક્ષા કાજે 120 આહિરોએ 1300 ચીની સૈનિકોને મારી બચાવ્યું હતું લદ્દાખ, એ દિવસ યાદ કરી આજે પણ ધ્રુજી ઉઠે છે ડ્રેગન

Vishal Khamar

Last Updated: 05:03 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1962 ના યુદ્ધમાં ચીનનાં સૈનિકો સામે દાખવેલી વીરતાની યાદમાં આહીર સમાજ દ્વારા વિશાળ શૌર્ય રેલી કાઢવામાં આવી હતી. આહીર સમાજ દ્વારા દ્વારકામાં શૌર્ય દિવસની ઉજવણી કરી જગત મંદિરે ધ્વજા રોહણ કર્યું કરશે.

  • દ્વારકામાં આહીર સમાજ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી કરાઈ
  • 1962 માં ચીન સામે લડતા લડતા વીર આહીર સૈનિકો થયા હતા શહીદ
  • શહીદોની યાદમાં જગત મંદિર ખાતે ધ્વજારોહણ કરાશે

 દ્વારકામાં આહીર સેના દ્વારા આજે શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1962 ની સાલમાં 114 જેટલા આહીર ચીન સામેના યુદ્ધમાં લડતા લડતા શહીદ થયેલ હોઈ તેઓની યાદમાં આજે શ્રદ્ધાંજલિ રૂપે રેલી તેમજ ધ્વજારોહણ અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

વીર શહીદોને શ્રદ્ધાંજલિ માટે ભવ્ય રેલી યોજાઇ
દ્વારકામાં આહીર સેના દ્વારા ભવ્ય કાર રેલીનું આયોજન કરાયું હતું. 1962 ની સાલમાં આહીર સમાજનાં 114 જેટલા જવાન ચીન સામેના યુદ્ધમાં વીર શહીદ થયેલ હોઈ તેમને શ્રદ્ધાંજલિ માટે ભવ્ય રેલી યોજાઇ હતી. આહીર સેના દ્વારા શહીદોની યાદમાં આજે શ્રદ્ધાંજલી રૂપે દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે.

રામ આહીર (આહીર સેના ગુજરાત)

આહીર સમાજ દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરાયું
આહીર સેના દ્વારા શૌર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે આહીર સમાજના 114 શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા રેલી તેમજ ધ્વજારોહણ અને ડાયરાનુ આયોજન કરાયું છે. જેમાં આજે વિશાળ સંખ્યામાં કારનો કાફલો કુરંગા ટોલ નાકા પાસેથી નીકળ્યો હતો. એક હજાર કારનો કાફલો દ્વારકા સુધી ચાલ્યો હતો. 114  શહીદોને આહીર સમાજ હંમેશા યાદ રાખે તેમજ આજે યોજાનારા લોક ડાયરામાં પણ તમામ વર્ણના લોકોને હાજરી આપવા આહીર સેના દ્વારા અનુરોધ કરાયો હતો.

શું બન્યું હતું 18 નવેમ્બર 1962 નાં દિવસે
18 નવેમ્બરનો દિવસ હતો. એ 1962ની સવારે લદ્દાખની ચુશુલ ઘાટી બરફથી ઢંકાયેલી હતી. વાતાવરણમાં એક પ્રકારની ખામોશી હતી. પરંતુ આ ખામોશી લાંબો સમય ન ટકી રહી. સાડાત્રણ વાગ્યે બપોરે ઘાટીનો શાંત મહોલ અચાનક જ ગોળીબારીની રમઝટથી ગાજી ઉઠયો. મોટી માત્રામાં ગોળાબારુદ અને તોપ સાથે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીના લગભગ 6000હજાર જેટલા જવાનોએ લદ્દાખ પર હુમલો કરી દીધો હતા. 

ફાઈલ ફોટો

રેજાંગ લા યુદ્ધથી બન્યું જાણીતું
આ યુદ્ધનુ નામ રેજાંગ લા કેમ પડયું તે ઈતિહાસ રસપ્રદ છે. રેજાંગ લા જમ્મૂ-કાશ્મીર રાજ્યના લદાખ વિસ્તારમાં ચુશુલ ઘાટીનો એક પહાડી ઘાટ છે. 1962ના યુદ્ધમાં 13મી કુમાઉ ટુકડીનો આ અંતિમ મોરચો હતો આ માટે આ યુદ્ધનું નામ રેજાંગ લા યુદ્ધ એવા નામથી  ઓળખવામાં આવે છે. 

ફાઈલ ફોટો

આહીર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ
13મી કુમાઉના આ  120 વીર જવાનો દક્ષિણ હરિયાણાના અહીરવાલ ક્ષેત્ર એટલે કે ગુડગાંવ, રેવાડી, નરનૌલ, અને મહેદ્રગઢ જિલ્લાના હતા.  દ્વારકા ખાતે આહીર સમાજ દ્વારા વીર આહીર  શહીદોના બલિદાન દિવસની યાદમાં વિશાળ રેલી કાઢી દ્વારકા ખાતે ધ્વજારોહણ કરી આહિર શૌર્ય દિવસની ઉજવણી કરી હતી.

રેજાંગ લા યુદ્ધથી બન્યું જાણીતું
આ યુદ્ધનુ નામ રેજાંગ લા કેમ પડયું તે ઈતિહાસ રસપ્રદ છે. રેજાંગ લા જમ્મૂ-કાશ્મીર રાજ્યના લદાખ વિસ્તારમાં ચુશુલ ઘાટીનો એક પહાડી ઘાટ છે. 1962ના યુદ્ધમાં 13મી કુમાઉ ટુકડીનો આ અંતિમ મોરચો હતો આ માટે આ યુદ્ધનું નામ રેજાંગ લા યુદ્ધ એવા નામથી  ઓળખવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ahir Samaj Ahir Soldiers Dwarka Flag Hoisting Shaurya Divas આહીર સમાજ આહીર સૈનિકો દ્વારકા ધ્વજારોહણ શૌર્ય દિવસ શ્રદ્ધાંજલી અર્પી Dwarka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ