બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / ટેક અને ઓટો / Zuckerberg brings new app to rival Elon Musk's Twitter, says you missed the opportunity

સીધી ટક્કર / Elon Musk ના ટ્વિટરને ટક્કર આપવા ઝુકરબર્ગ લાવ્યા નવી App, કહ્યું તમે મોકો ગુમાવી દીધો

Megha

Last Updated: 11:35 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટા દ્વારા નવી માઇક્રોબ્લોગિંગ એપ્લિકેશન થ્રેડ્સ એપ તમામ યુઝર્સ માટે લાઈવ થઈ ગઈ છે અને એલન મસ્કની સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરને તેની સીધી ટક્કર મળવા જઈ રહી છે.

  • નવી માઇક્રોબ્લોગિંગ એપ્લિકેશન થ્રેડ્સ લોન્ચ કરવામાં આવી છે
  • ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની મદદથી સાઈન-અપ અથવા લોગઈન કરી શકશે
  • માર્ક ઝુકરબર્ગ શેર કર્યું MEME

લોકપ્રિય સોશિયલ મીડિયા કંપની મેટા દ્વારા નવી માઇક્રોબ્લોગિંગ એપ્લિકેશન થ્રેડ્સ લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં યુઝર્સને ટ્વિટર જેવું ઈન્ટરફેસ અને ફીચર્સ મળશે અને તેઓ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની મદદથી સાઈન-અપ અથવા લોગઈન કરી શકશે. 

Threads એપ તમામ યુઝર્સ માટે લાઈવ થઈ 
જણાવી દઈએ કે થ્રેડ્સ એપ તમામ યુઝર્સ માટે લાઈવ થઈ ગઈ છે અને એલન મસ્કની સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરને તેની સીધી ટક્કર મળવા જઈ રહી છે. એ વાત તો નોંધનીય છે કે Meta લાંબા સમયથી Threads એપ પર કામ કરી રહ્યું છે અને હવે તેને Android અને iOS પ્લેટફોર્મ પરના તમામ યુઝર્સ માટે લાઇવ કરવામાં આવ્યું છે. 

માર્ક ઝુકરબર્ગ શેર કર્યું MEME
હાલ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 11 વર્ષમાં પહેલી વખત સ્પાઈડરમેન મિમ જે બીજા સ્પાઈડરમેન સામે ઈશારો કરે છે એ પોસ્ટ કરીને ટ્વિટ કર્યું હતું. તે થ્રેડ્સ અને Twitter સંદર્ભ હોવાનું જણાયું હતું. થ્રેડ્સ એ ટ્વિટરને ટક્કર આપતી એપ્લિકેશન છે. 

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ગુરુવારે જણાવ્યું હતું કે ટ્વિટર પાસે એક અબજથી વધુ યુઝર્સ સાથે સાર્વજનિક કન્વર્ઝેશન એપ્લિકેશન બનવાની તક હતી પરંતુ તે તેનો લાભ ઉઠાવી શક્યું નહીં, એમએમએ ફાઇટર માઇક ડેવિસના જવાબમાં પૂછવામાં આવ્યું કે શું થ્રેડ્સ ટ્વિટર કરતા મોટું બની શકે છે તેના જવાબમાં ઝુકરબર્ગ કહ્યું, "તેમાં થોડો સમય લાગશે... આશા છે કે અમે કરીશું."

એકાઉન્ટ બનાવવા માટે Instagram પરથી કરી શકાશે LOG-IN
આ સાથે જ ખાસ વાત એ છે કે આ એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી અને તેઓ તેને Instagram એકાઉન્ટ દ્વારા જ સેટઅપ કરી શકે છે. એપનું ઈન્ટરફેસ ઈન્સ્ટાગ્રામથી પ્રેરિત છે અને ફીચર્સ ટ્વિટર જેવા જ છે. 

આ રીતે થ્રેડ્સ એપ ડાઉનલોડ કરી શકશે
નવી થ્રેડ્સ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર લિસ્ટ કરવામાં આવી છે, જ્યાંથી તેને સીધી ડાઉનલોડ કરી શકાય છે.  આ એપનું આઇકન '@' ચિહ્ન જેવું છે અને તેને Instagram દ્વારા વિકસાવવામાં આવ્યું છે.  થ્રેડ્સ એકાઉન્ટ એપ ડાઉનલોડ કર્યા પછી, તમે તેને ખોલતાની સાથે જ તમને Instagram ની મદદથી લોગિનનો વિકલ્પ આપવામાં આવશે.જો તમે પહેલાથી જ તમારા ફોન પર Instagram નો ઉપયોગ કરો છો, તો પછી એક જ ટેપ અને મંજૂરી પછી, તમને લોગ ઇન કરવામાં આવશે અને તમારી પ્રોફાઇલ સેટ કરવા માટે કહેવામાં આવશે.

ટ્વિટરનો વિકલ્પ બની શકે છે થ્રેડ્સ 
એલન મસ્ક દ્વારા ખરીદ્યા બાદથી ટ્વિટરમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જે યુઝર્સને પસંદ નથી આવી રહ્યા. તાજેતરમાં યુઝર્સ દરરોજ કેટલી ટ્વીટ જોઈ શકે તેના પર મર્યાદા નક્કી કરવામાં આવી છે અને લૉગિન વિના ટ્વીટ જોવાનો વિકલ્પ પણ હટાવી દેવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં, થ્રેડ્સ એપ એક નવો વિકલ્પ બની શકે છે અને તેના પર થ્રેડને ફરીથી શેર, લાઇક અથવા શેર કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે અને યુઝર્સ તેને લાઇક પણ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ