બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Zookega nahi sala, boastful Mamata minister bows down, apologises, this is the controversy

ડાયલોગબાજી! / ઝૂકેગા નહીં સાલા, બડાઈ હાંકનાર મમતાના મંત્રીએ ઝૂકવું પડ્યું, માફી માગી, આ છે વિવાદ

Vishal Khamar

Last Updated: 05:04 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMCના નેતા મનોજ તિવારી બીજેપી પર પ્રહાર કરવા માટે ફિલ્મ પુષ્પામાંથી ઝુકેગા નહી સાલા કહેવાને કારણે વિવાદમાં ફસાયા છે. તેમના પર પ્રહાર કરતા ભાજપે માફી માંગવાની માંગ કરી હતી.

  • TMC  ના નેતા વિવાદમાં ફસાયા
  • ભાપજે તેમના પર પ્રહાર કરી માફી માંગવાની માંગ કરી
  • મારી કહેવાની રીત ખોટી હતીઃ મનોજ તિવારી

 તૃણમૂલ કોંગ્રેસના નેતા મનોજ તિવારીએ બીજેપી પર પ્રહાર કરવા માટે ફિલ્મ પુષ્પામાંથી ઝુકેગા નહીં સાલા કહેવાને કારણે વિવાદમાં ફસાયા છે. તેમના પર પ્રહાર કરતા ભાજપે કહ્યું હતું કે મનોજ તિવારીએ પોતાની ભાષા દ્વારા ટીએમસી સરકારનું ચરિત્ર કહી દીધું છે. બીજેપી નેતા ઉમેશ રાયે કહ્યું કે આખી બંગાળ સરકાર પુષ્પા મુવીની તર્જ પર ચાલી રહી છે. મનોજ તિવારીએ તેની ડાયલોગબાજીથી પોતાના ચરિત્ર વિશે જણાવ્યું. ભાજપનાં રાજ્ય સચિવે કહ્યું કે આખી પશ્ચિમ બંગાળ સરકાર પુષ્પા ફિલ્મની જેમ ચાલી રહી છે. ટીએમસી નેતા એ જ રીતે બોલ્યા છે કે જે રીતે ફિલ્મમાં દાણચોર બોલ્યો હતો. 
મારી કહેવાની રીત ખોટી હતીઃ મનોજ તિવારી
જો કે ઘેરાયા બાદ હવે મનોજ તિવારીએ માફી માંગી દીધી છે. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે હું સંમત છું કે મારે આ રીતે બોલવું ન જોઈએ. તિવારીએ કહ્યું કે મારી કહેવાની રીત ખોટી હતી. મનોજ તિવારીએ રવિવારે ટીએમસીની રેલીમાં કહ્યું કે ભાજપના લોકોએ કાન ખોલીને સાંભળવું જોઈએ કે અમે ઝુકીશું નહી.. આ પછી તેણે પુષ્પા ફિલ્મનો ઝુકેગા નહી સાલા ડાયલોગ રિપીટ કર્યો. તેમની ટિપ્પણી પર ભાજપ આક્રમક બની ગયું હતું અને સતત માફીની માંગ કરી રહ્યા હતા.

વિધાનસભા ચૂંટણી પહેલા જ ટીએમસીમાં જોડાયા
મનોજ તિવારી પશ્ચિમ બંગાળ સરકારમાં રમત ગમત રાજ્ય મંત્રી છે. ક્રિકેટર મનોજ તિવારી ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા જ ટીએમસીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જોરદાર ચૂંટણી લડાઈ હતી. ઝુંબેશ દરમિયાન નાટકીય વિકાસ જોવા મળ્યો હતો આટલું જ નહી. પરિણામો આવ્યા ત્યારે ટીએમસી ભલે જીતી ગઈ હોય. પરંતું મમતા બેનર્જીને નંદીગ્રામ સીટ પરથી શુભેન્દુ અધિકારી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ