બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Zomato platform fee: The company made a profit in the April-June quarter of FY2024. For the first time the company has shown profit.

તમારા કામનું / Swiggy બાદ હવે Zomato એ પણ આ વધારાની ફીસ વસૂલ કરવાનો લીધો નિર્ણય, જાણૉ એક ઓર્ડર પર કેટલો લાગશે ચાર્જ

Pravin Joshi

Last Updated: 02:38 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપનીએ નાણાકીય વર્ષ 2024 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નફો મેળવ્યો છે. પ્રથમ વખત કંપનીએ નફો દર્શાવ્યો છે. સ્વિગીએ ચાર મહિના પહેલા ફૂડ ઓર્ડર પર પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું.

  • Zomato પરથી ફૂડ ઓર્ડર કરવાનું પણ મોંઘું થઈ ગયું 
  • દરેક ઓર્ડર પર 2 રૂપિયાની  ફી વસૂલવાનું શરૂ કર્યું 
  • દેશમાં પહેલીવાર કંપનીએ આટલી ફી વસૂલવાનું શરૂ કર્યું 


ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી બાદ હવે Zomato પરથી ફૂડ ઓર્ડર કરવાનું પણ મોંઘું થઈ ગયું છે. કંપનીએ દરેક ઓર્ડર પર 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. આ વધારાની ફી માત્ર કેટલાક વપરાશકર્તાઓ પાસેથી વસૂલવામાં આવી રહી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નફો મેળવ્યો છે. પ્રથમ વખત કંપનીએ નફો દર્શાવ્યો છે. સ્વિગીએ ચાર મહિના પહેલા ફૂડ ઓર્ડર પર પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. દેશમાં પહેલીવાર કોઈ ફૂડ ડિલિવરી કંપનીએ આટલી ફી વસૂલવાનું શરૂ કર્યું છે. કંપની દરેક ઓર્ડર પર 2 રૂપિયા ચાર્જ કરે છે.

Zomato માં સૌથી મોટો બદલાવ! શેરમાર્કેટમાં ધોવાણની વચ્ચે નામની સાથે જુઓ શું  શું બદલવાની તૈયારી | The biggest change in Zomato, See what's ready to  change with the name amid the washout

જૂન ક્વાર્ટરમાં કંપનીને કુલ 17.6 કરોડ ઓર્ડર મળ્યા હતા

એક અહેવાલ મુજબ Zomatoએ માત્ર પસંદગીના વપરાશકર્તાઓ માટે પ્લેટફોર્મ ફીની મર્યાદા કરી છે. ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ બ્લિંકિટ પર આનો અમલ કરવામાં આવ્યો નથી. કંપનીની સરેરાશ ગ્રોસ ઓર્ડર વેલ્યુ 415 રૂપિયાની આસપાસ છે. આ હિસાબે બે રૂપિયાની ફી 0.5 ટકા છે. આ એક નાની ફી જેવી લાગે છે, પરંતુ તે કંપનીને મોટો નફો કરી શકે છે. જૂન ક્વાર્ટરમાં કંપનીને કુલ 17.6 કરોડ ઓર્ડર મળ્યા હતા. અહીં રોજના 20 લાખ લોકો ઓર્ડર કરે છે. એટલે કે, કંપની દૈનિક ઓર્ડર પર પ્લેટફોર્મ ફી તરીકે 40 લાખ રૂપિયા મેળવી શકે છે. આ રીતે કંપની દર મહિને લગભગ 12 કરોડ રૂપિયાની વધારાની આવક પેદા કરી શકે છે.

Zomato અને Swiggyએ કોન્ટેક્ટલૅસ ડિલિવરી સર્વિસ શરૂ કરી | Zomato and Swiggy  Launch Zero Contact Delivery Service

રેસ્ટોરન્ટ્સ ફૂડ ઓર્ડર પર 22 થી 28 ટકા કમિશન આપે 

રેસ્ટોરન્ટ્સ Zomato અને Swiggy જેવી કંપનીઓને ફૂડ ઓર્ડર પર 22 થી 28 ટકા કમિશન આપે છે. Zomatoની પ્લેટફોર્મ ફી પર ક્લિક કરવાથી એક પોપ-અપ ખુલે છે. તેમાં લખ્યું છે કે આ નાની ફી છે. આ અમને બીલ ચૂકવવામાં મદદ કરે છે જેથી અમે કંપની ચાલુ રાખી શકીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ