બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / zelensky said russia wants to be killed rocket attack on ukraine presidential palace

BIG BREAKING / યુક્રેનના રાષ્ટ્રપતિ ભવન પર રશિયાના રૉકેટ હુમલાનો દાવો, મારિયુપોલ નામક શહેર પર પણ કબજો

Dhruv

Last Updated: 10:30 AM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 10મો દિવસ છે. એવામાં સામે એવાં સમાચાર આવી રહ્યાં છે કે, રશિયન સૈન્યએ યુક્રેનના રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કરી દીધો છે. સાથે યુક્રેનના મારિયુપોલ નામક શહેર પર પણ કબજો જમાવી દીધો છે.

તમને જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ જણાવ્યું કે, મને મારી નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ભવન પર રોકેટ હુમલાના સમાચાર પર રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ પણ કહ્યું કે, 'રશિયા મારી હત્યા કરાવવા માંગે છે. રાષ્ટ્રપતિ ભવન પાસેથી રોકેટનો ટુકડો પણ મળી આવ્યો છે.'

રશિયાએ પૂર્વ યુક્રેન પર કર્યો ડ્રોન હુમલો, આઇદર બટાલિયન પોસ્ટને કરી તબાહ

રશિયન સૈનિકોએ શનિવારે યુક્રેનના વિદ્રોહી ઝોન દોનેત્સ્કમાં મોટો હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, પૂર્વી યુક્રેન પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો આઇદર બટાલિયનની પોસ્ટ પર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ડ્રોન હુમલામાં આઇદર બટાલિયન ચોકી નષ્ટ થઈ ગઈ છે.

ઝેલેંસ્કી કીવની બંકરમાં હોઇ શકે છે કે જેને પરમાણુ હુમલો પણ અસર ના કરે

આ મામલે યુક્રેનના પૂર્વ વડાપ્રધાન અઝારોવનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, 'રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી કીવની મધ્યમાં બંકરમાં હોઈ શકે છે. આ બંકર એટલું મજબૂત છે કે પરમાણુ હુમલો પણ તેને અસર નહીં કરે.'

રશિયા-યુક્રેન વચ્ચે આજે કે કાલે થઇ શકે છે ત્રીજા રાઉન્ડની વાતચીત

આ સિવાય યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના 10માં દિવસે રશિયાએ પોતાના દેશમાં ફેસબુક અને ટ્વિટર પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયા ડ્રોન વડે ટાર્ગેટ કરેલા ઠેકાણાંઓ પર સતત હુમલો કરી રહ્યું છે. દરમિયાન એવાં પણ સમાચાર આવી રહ્યાં છે કે, આજે અથવા કાલે રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ થઈ શકે છે. રશિયન સેનાએ યુક્રેનના ઓડેસા શહેરમાં એક પુલ પણ ઉડાવી દીધો છે.

યુક્રેને જર્મની પાસેથી હથિયાર માંગ્યા

યુક્રેને જર્મની પાસેથી ભારે હથિયારોની સપ્લાય કરવાની માંગ કરી છે. એજન્સીના જણાવ્યાં અનુસાર, ટેન્ક, પનડુબ્બી અને લડાકુ હેલિકોપ્ટર પણ તેમાં સામેલ છે. જર્મન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ઘણી સપ્લાય શિપમેન્ટ માટે તૈયાર છે.

પેંટાગને જણાવ્યું કે, 'રશિયાએ 500થી વધુ મિસાઈલો છોડી'

યુક્રેન પર રશિયાનો એટેક ભારે કહેર મચાવી રહ્યો છે. એવામાં પેંટાગોન દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયાએ 7 જ દિવસમાં યુક્રેનમાં 500થી વધુ મિસાઈલો છોડી છે. એટલાં માટે રશિયા યુક્રેન પર દરરોજ 2 ડઝન ઘાતક મિસાઇલોનો એટેક કરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ