બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Yuzvendra Chahal's wife Dhanashree Verma's picture viral with cricketer Shreyas Iyer

ક્રિકેટ / 'ચહલ ભાઈ સાથે ખોટું થઈ રહ્યું છે...', ધનાશ્રીએ શેર કર્યો ફોટો, પાછળ દેખાયો આ ક્રિકેટર, સોશ્યલ મીડિયામાં ફેન્સે મચાવ્યો 'હોબાળો'

Megha

Last Updated: 11:47 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનશ્રી વર્મા હાલમાં જ ટીમ ઈન્ડિયાના એક ખેલાડી સાથે પાર્ટીમાં જોવા મળી હતી, જેના પછી તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

  • ટીમ ઈન્ડિયાના આ ખેલાડી સાથે જોવા મળી ચહલની પત્ની
  • તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે
  • વર્ષ 2020 માં કર્યા હતા લગ્ન 

ટીમ ઈન્ડિયાનો બોલર યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ 2023માં અત્યાર સુધીનો સૌથી સફળ બોલર છે.  જણાવી દઈએ કે તેને માત્ર 3 મેચમાં 8 વિકેટ લીધી છે અને આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાત એમ છે કે ધનશ્રી વર્મા હાલમાં જ ટીમ ઈન્ડિયાના એક ખેલાડી સાથે પાર્ટીમાં જોવા મળી હતી, જેના પછી તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. 

ટીમ ઈન્ડિયાના આ ખેલાડી સાથે જોવા મળી ચહલની પત્ની
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ક્રિકેટર શ્રેયસ અય્યર સાથેની તેની તસવીર હાલ વાયરલ થઈ રહી છે અને આ તસ્વીર ખુદ ધનશ્રી વર્માએ પણ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ શેર કરી છે. જણાવી દઈએ કે ધનશ્રી વર્માએ તેના મિત્ર દ્વારા આયોજિત ઈફ્તાર પાર્ટીની તસવીર શેર કરી છે. જેમાં તે શ્રેયસ ઐયર તેની બહેન શ્રેષ્ઠા ઐયર, ધનશ્રી અને અન્ય મહિલાઓ સાથે જોવા મળી હતી. 

વર્ષ 2020 માં કર્યા હતા લગ્ન 
યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માએ 3 મહિનાના સંબંધ પછી ઓગસ્ટ 2020 માં સગાઈ કરી અને 22 ડિસેમ્બર 2020 ના રોજ તેઓએ લગ્ન કર્યા. ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ છે. ધનશ્રી વર્મા પાસે નૃત્યને લગતી YouTube ચેનલ છે. ધનશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે. અને યુઝવેન્દ્ર ચહલ સાથે ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.

શ્રેયસ અય્યરની પીઠની સર્જરી 
નોંધનીય છે કે શ્રેયસ અય્યરને પીઠની સર્જરી કરાવવી પડી છે જેના કારણે તે આખી આઈપીએલ 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2023નો ભાગ બની શકશે નહીં. અય્યરને મેદાનમાં પાછા ફરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. તે પીઠની સર્જરી માટે વિદેશ જશે ત્યારબાદ તેને ટ્રેનિંગ માટે પરત ફરવામાં 3 મહિનાનો સમય લાગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ