બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / YuvrajSinh Jadeja granted bail in Bhavnagar dummy case

BIG BREAKING / પેપર તોડકાંડ કેસ: 3 મહિને આરોપી યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર, નાણાં ઉઘરાવ્યાનો હતો આરોપ

Malay

Last Updated: 02:08 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગરના પેપર તોડકાંડ કેસમાં યુવરાજસિંહ જાડેજાના ભાવનગર જિલ્લા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

  • યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર થયા
  • તોડકાંડ કેસમાં યુવરાજસિંહ જાડેજા હતા જેલમાં
  • પેપર તોડકાંડમાં યુવરાજસિંહને મળ્યા જામીન

ભાવનગર પેપર તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પેપર તોડકાંડ કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે. આપને જણાવી દઈએ કે, રિમાન્ડ પૂર્ણ થયા બાદ 1 મે 2023ના રોજ યુવરાજસિંહને જેલભેગા કરવામાં આવ્યા હતા. 

  • જાણો સમગ્ર કેસ

બિપિન ત્રિવેદીના આક્ષેપો
બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'  

પોલીસે 19 એપ્રિલે હાજર થવા પ્રથમ સમન્સ મોકલ્યો હતો
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો. જે બાદ પોલીસે સમય આપી ફરીથી 21 તારીખનો સમન્સ પાઠવ્યો હતો. 

21 એપ્રિલે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા હતાં
આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ સવારે 12 વાગે પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ તે દિવસે તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ નિવેદન મુજબ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમીકાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા હતાં જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો પણ હતાં જે નામો ડમીકાંડમાં સામેલ હોવાની શક્યતા છે. 

21 એપ્રિલના મોડી સાંજે પોલીસે યુવરાજસિંહ વિરૂદ્ધ ગુનોં નોંધી ધરપકડ કરી 
21 એપ્રિલે યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ પાસે જે હકીકતો પાપ્ત થઈ હતી તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને  યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ 21 એપ્રિલના મોડી સાંજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

યુવરાજસિંહને 22 એપ્રિલે કોર્ટેમાં રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં
ડમીકાંડ મામલે  યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.

તોડકાંડ મામલે પોલીસે 24 કલાકમાં 4ની ધરપકડ કરી હતી
તોડકાંડના આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીની પોલીસે 22 એપ્રિલ ધરપકડ કરી હતી.જે બંન્ને આરોપીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખ કબજે લીધા હતી. 21 એપ્રિલના રોજ યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ ધરપકડોનો દોર શરૂ થયો હતો પોલીસે 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરી હતી.

કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા જપ્ત કરાયા 
ભાવનગર ડમીકાંડનાં આરોપી કાનભા ગોહિલ પાસેથી પોલીસે 38 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. કાનભા ગોહિલે રૂપિયા તેમના મિત્ર જીત માંડલિયાનાં ઘરે રાખ્યા હતા. ત્યારે પોલીસે શાંતિનાથ પાર્કનાં ફ્લેટમાં રખાયેલા રૂપિયા પોલીસે કબ્જે કર્યા હતા. કાનભા ગોહિલ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સાળા છે. પોલીસે સુરતથી કાનભા ગોહિલની ધરપકડ કરી હતી.  

25 એપ્રિલે પોલીસે શિવુભા પાસેથી  રૂ. 25.50 લાખ રિકવર કર્યા હતા
કાનભા ગોહિલ બાદ યુવરાજસિંહના સાળા શિવુભાને પાસેથી વધુ રોકડ રિકવર કરાઈ હતી. રૂપિયા 25.50 લાખની રોકડ શિવુભાના મિત્રને ત્યાથી મળી આવી હતી. આ રકમ શિવુભાના મિત્ર સંજય જેઠવાને ત્યાંથી મળી આવી રિકવર કરાઈ હતી. વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305થી હાર્ડડિસ્ક પણ કબજે લેવાઈ હતી. યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ છે જેમની ભાવનગરના વિક્ટોરીયા પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ છે. પોલીસ FIR મુજબ શિવુભાની ઓફિસે પૈસા માટે બેઠક થઈ હતી જેમાં પ્રકાશકુમાર બારૈયા તથા પ્રદીપ બારૈયા પાસેથી પૈસા કઠાવવા ઓફિસે બેઠકો થઈની વિગતો છે. 28 માર્ચના પીકેની મેટરમાં ફાઈનલ મીટિંગ શિવુભાની ઓફિસે થઈ હતી તેમજ 30 માર્ચના પ્રદીપ બારૈયા માટેની મીટિંગ પણ શિવુભાની ઓફિસે જ થઈ હતી. શિવુભાની ઓફિસના DVR ડિલીટ માર્યાનો પોલીસે આરોપ લગાવ્યો હતો. 

1 મેના રોજ યુવરાજસિંહ જાડેજાને કરાયા હતા જેલ ભેગા

ભાવનગર ડમીકાંડ મામલે 1 મે 2023ના રોજ રિમાન્ડ પૂરા થતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે યુવરાજસિંહ જાડેજાને જેલા ભેગા કર્યા હતા.


 


 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ