બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / youth named Vivek Karan died of alcohol overdose in Sama, Vadodara police started investigation

તપાસ / દારૂના ઓવરડોઝથી મોત: વડોદરાના યુવકનું શંકાસ્પદ રીતે મૃત્યુ, પરિવારે કહ્યું ગળે અને હાથે ઇજાઓ છે હત્યા થઈ

Vishnu

Last Updated: 11:56 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિવારનો આરોપ વિવેકના ગળા અને હાથના ભાગે ઇજાના નિશાન, જ્યારે વિવેકનું દારૂના ઓવરડોઝને કારણે મૃત્યુ થયાનો રિપોર્ટમાં ખુલાસો

  • સમામાં વિવેક કરણ નામના યુવકનું મૃત્યુ
  • દારૂના ઓવરડોઝથી મૃત્યુ થયાની પુષ્ટી 
  • હત્યા કરાઇ હોવાનો પરિવારજનોનો દાવો
  • વડોદરા પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરામાં નિવૃત્ત લશ્કરી જવાનના એકના એક પુત્રનું નશાના ઓવરડોઝ કારણે મોત નીપજતાં હડકંપ મચી જવા પામ્યો છે. મૃતક યુવકની માતાએ તેમના પુત્રને જબરદસ્તી નશાના ઇન્જેક્શન લગાવી હત્યા કરી નાખ્યાનો આક્ષેપ કરતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. 

શું છે સમગ્ર બનાવ?
વડોદરાના સમા વિસ્તારમાં લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ કરન નિવૃત્ત લશ્કરી જવાન છે. તેમનો એકનો એક 32 વર્ષનો પુત્ર વિવેક કરન અમદાવાદમાં ખાનગી કંપનીમાં HRમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં તે વડોદરા આવ્યો હતો. મોડી રાત્રે 10 વાગ્યાના સુમારે તે સમા ચાણક્ય પુરી સોસાયટી પાસે આવેલ 203, રાધેકૃષ્ણ ફ્લેટમાં ગયો હતો. દરમિયાન તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ કંટ્રોલમાં કરતા સમા પોલીસ મથકના PI ડો. બી.બી. પટેલ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

ડ્રગ્સ લેવાની સીરીંજ, ઉંઘની ગોળીઓ મળી
ઘટનાની જાણ વિવેક કરનના માતા-પિતા તેમજ અન્ય પરિવારજનોને થતાં તેઓ રાધેકૃષ્ણ ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં માતા-પિતાના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવને પગલે ફ્લેટના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે વિવેકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રૂમમાં રહેતી એક યુવતી તેમજ એક યુવાનને પોલીસ મથકમાં લાવી પૂછપરછ શરૂ કરી છે.  વિવેક કરનનું જે રૂમમાં મોત નીપજ્યું છે. તે રૂમની પાછળના ભાગે આવેલા પતરાંના શેડ ઉપર ડ્રગ્સ લેવાની સીરીંજ, ઉંઘની ગોળીઓ જેવી અન્ય શંકાસ્પદ ચીજવસ્તુઓ પોલીસને મળી આવી. 

તમામ લોકો મળેલા છે આ હત્યા છે: મૃતકની માતા
મૃતક વિવેકના મોત મામલે તેની માતાએ ધ્રુસકે ધ્રુસકે રડી ગંભીર આક્ષેપો કર્યા જેમાં માતાનો આરોપ છે કે તેમના પુત્ર વિવેકને જબરદસ્તીથી નશાના ઇન્જેક્શન આપી હત્યા કરી નાખી છે. વિવેકના ગરદન અને હાથના ભાગે ઇજાના નિશાન છે. તમામ લોકો મળેલા છે આ હત્યા છે માટે યોગ્ય તપાસ થવી જોઈએ. 

દારૂના ઓવરડોઝના કારણે મોત થયું: રિપોર્ટ
સમા પોલીસે મૃતક વિવેકની મોત બાદ ફ્લેટ માલિક બલજીત રાવત, તેના મામા કૈલાશ ભંડારી, કૈલાશ સાથે લિવ ઈનમાં રહેતી નેહા ભંડારીની કડક પૂછપરછ શરૂ કરી છે. મહત્વની વાત છે કે સયાજી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગ અનુસાર પોસ્ટમોર્ટમમાં યુવાનનું દારૂના ઓવરડોઝના કારણે મોત થયું હોવાનો થયો ખુલાસો થયો છે. ત્યારે પોલીસ હવે વિવેકે જાતે નશો કર્યો કે પછી તેને કોઈએ જબરદસ્તીથી નશાકારક ઇન્જેક્શન લગાવ્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ