બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Your carelessness can also cause damage to the eyes
Sanjay Vibhakar
Last Updated: 03:35 PM, 26 February 2024
પહેલા એક ઉંમર પછી આંખોની દ્રષ્ટિ નબળી થતી હતી પરતું આજે નાની ઉંમરના લોકોની પણ આંખોની દ્રષ્ટિ નબળી થવા લાગી છે. જેના કારણે નાની ઉંમરથી જ ચશ્મા પહેરવા પડે છે. આ સમસ્યાનું કારણ ચિંતા, પ્રદૂષણથી થતી એલર્જી, વધુ ઉંમરને કારણે થતી સમસ્યાઓ વગેરે હોય શકે છે. આ સાથે તમારી બેદરકારીના કારણે પણ આંખોને નુકસાન થઈ શકે છે. જેના કારણે તમારી આંખોની દ્રષ્ટિ નબળી થઈ જાય છે. આંખો શરીરનું મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા લોકો તેની આંખોને લઈને બેદરકાર બની જાય છે. જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ કરવો
આજના સમયમાં લોકો 9 કલાક સુધી કમ્પ્યુટર પર કામ કરે છે. આ સાથે બાકીના સમયમાં ફોનનો ઉપયોગ કરે છે. જેના કારણે તેમની આંખોની દ્રષ્ટિ ખરાબ થઈ જાય છે. આજના સમયમાં બાળકોની આંખોની દ્રષ્ટિ ખરાબ થવાનું કારણ આ જ છે.
ADVERTISEMENT
હેલ્ધી આહારનું સેવન ન કરવું
સ્વસ્થ શરીર માટે જરૂરી છે કે સ્વસ્થ આહારનું સેવન કરવામાં આવે. જો યોગ્ય આહારનું સેવન કરવામાં ન આવે તો તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ જણાય છે. જે તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે.
પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવું
જ્યારે તમે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન નથી કરતાં ત્યારે શરીરમાં પાણીની ઉણપ આવી જાય છે. તેની ખરાબ અસર આંખો પર પડે છે. જેના કારણે આંખોમાં શુષ્કતા અને સોજા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાઓને કારણે આંખોની દ્રષ્ટિ નબળી થવા લાગે છે.
વાંચવા જેવું: સૂતા પહેલા ભૂલથી પણ આ 5 વસ્તુને ન અડતા, રાતભર જાગશો, શરીર બગડવાનું પાક્કું
ધુમ્રપાન
જે લોકો ધુમ્રપાન કરતાં હોય છે તેમની આંખો ખરાબ થવાની સંભાવના વધુ હોય છે. આ સાથે ધુમ્રપાનના કારણે અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. તેથી તમારે ધુમ્રપાનની આદત છોડી દેવી જોઈએ.
તડકાના કારણે
ઘણા લોકો તડકામાં જતાં સમયે ચશ્મા નથી પહેરતા. સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો અને બહાર ઊડતી ધૂળને કારણે તમારી આંખો ખરાબ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.