બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / You will be proud to know that the University of Australia signed an agreement in Jamnagar regarding Ayurveda

MOU / આયુર્વેદને લઈને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીએ જામનગરમાં કર્યો એવો કરાર કે જાણીને થશે ગર્વ

Vishal Khamar

Last Updated: 02:19 PM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા દેશમાં આર્યુવેદને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જામનગર સ્થિત ITRA સાથે ઓસ્ટ્રેલિયા વેસ્ટન સિડની યુનિવર્સિટી દ્વારા MOU કરવામાં આવ્યા છે.

  • ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં આર્યુવેદ છવાશે
  • ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી સાથે જામનગર ITRAના MoU
  • વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાના ITRA સાથે MoU
  • ઓસ્ટ્રેલિયા વિદ્યાર્થીઓને તેમના દેશમાં અપાશે આર્યુવેદનું શિક્ષણ

આપણા દેશમાં આર્યુવેદને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જામનગર સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ અને રિસર્ચ ઈન આર્યુવેદિક (ITRA) સાથે ઓસ્ટ્રેલિયા વેસ્ટન સિડની યુનિવર્સિટી દ્વારા MOU કરવામાં આવ્યા છે. ત્યારે હવે ભારતીય આર્યુવેદ સાત સમંદર પાર ઓસ્ટ્રેલિયાને દેશોમાં પણ  આર્યુવેદથી ઉપચાર કરવામાં આવશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ તેમને દેશમાં આર્યુવેદનું શિક્ષણ આપશે. તેમજ ઓસ્ટ્રેલિયામાં આર્યુવેદ અંગે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃતિઓ પણ કરશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના લોકોને આર્યુવેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ પણ મળશે.

ઓસ્ટ્રેલિયામાં પણ આર્યુવેદ અંગે સંશોધન કરવામાં આવશે
ઓસ્ટ્રેલિયાની વેસ્ટર સિડની યુનિવર્સિટી દ્વારા ITRA સાથે MOU કરવામાં આવતા ઓસ્ટ્રેલિયા ખાતે આર્યુવેદ અંગે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃતિઓ પણ કરવામાં આવશે. તેમજ ઓસ્ટ્રેલિયામાં આર્યુવેદનાં કોર્ષ પણ શરૂ કરવામાં આવશે અને ત્યાં આર્યુવેદીક સંશોધનાત્મક પ્રવૃતિઓ પણ કરવામાં આવશે.

વિશ્વની સૌ પ્રથમ આર્યુવેદિક યુનિવર્સિટી ભાવનગરમાં
વિશ્વની સૌ પ્રથમ આર્યુવેદિક યુનિવર્સિટી ગુજરાતમાં ભાવનગર ખાતે બનેલી છે. ત્યારે આ આર્યુવેદિક યુનિવર્સિટી પાસે ભારત અને વિશ્વમાં પ્રથમ માન્યતા પ્રાપ્ત થયેલી છે. આ યુનિવર્સિટી આર્યુવેદના અભ્યાસ અને સંશોધન માટે સમર્પિત છે. તેમજ આર્યુવેદના ક્ષેત્રમાં શિક્ષણ અને તાલીમ આપનારી વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે. વિદેશથી આર્યુવેદના અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પણ MOU કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીએ NAAC દ્વારા \"A\" ગ્રેડ મળેલ છે
વિશ્વની પ્રથમ આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન યુનિવર્સિટી ખાતે MOU કરવામાં આવ્યા છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ પણ તેમને દેશમાં આર્યુવેદનું શિક્ષણ આપવામાં આવશે. યુનિવર્સિટીને NAAC દ્વારા "A" ગ્રેડની માન્યતા પણ આપવામાં આવી છે. ત્યારે આ યુનિવર્સિટી યોગ, ફાર્મસી અને આર્યુવેદનાં ક્ષેત્રમાં  UG, PG, PhD અને ડિપ્લોમાં અભ્યાસક્રમો પ્રદાન કરે છે. 

અન્ય દેશોમાં પણ આર્યુવેદનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે
આ બાબતે ITRA સંસ્થાના નિયામક વૈધ અનુપ ઠાકરે જણાવ્યું હતું કે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વતી કુલપતિ પ્રો. બારની ગ્લોવર દ્વારા એમઓયું કરવામાં આવ્યા છે. ત્યારે આ MOU બંને સંસ્થાઓ વચ્ચે ખાસ કરીને આર્યુવેદ ક્ષેત્રે સંશોધનના હેતુથી થયા છે અને આર્યુવેદનો પ્રચાર-પ્રસાર અને વ્યાપ ઓસ્ટ્રેલિયા અને બીજા વેસ્ટન દેશોમાં કરવામાં આવશે. તેમજ આર્યુવેદ મેડીસીન અને આર્યુવેદના યોગો તેમજ અનેક સંશોધનો આ યુનિવર્સિટી સાથે મળીને કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ