બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / you want to buy your dream house at a young age know advantages disadvantages

જાણવા જેવું / નાની ઉંમરે ઘર ખરીદવાનું જોઇ રહ્યાં છો સપનું? તો ડીલ ફાઇનલ કરતા પહેલાં ધ્યાનમાં રાખજો આ ખાસ બાબતો

Manisha Jogi

Last Updated: 01:51 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ઓછી ઉંમરે ઘર ખરીદવાનું સપનું પૂરુ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો ડીલ ફાઈનલ કરતા પહેલા તેના ફાયદા અને નુકસાન વિશે જાણી લેવું જોઈએ.

  • યુવાઓમાં ઘર ખરીદવાની ઈચ્છા વધી રહી
  • ઘર ખરીદવામાં યુવાઓની 40 ટકા ભાગીદારી
  • ડીલ ફાઈનલ કરતા પહેલા ફાયદા-નુકસાન વિશે જાણી લેવું

આજના સમયમાં યુવાઓમાં ઘર ખરીદવાની ઈચ્છા વધી રહી છે. રિપોર્ટ અનુસાર ઘર ખરીદવામાં યુવાઓની 40 ટકા ભાગીદારી છે. જો તમે પણ ઓછી ઉંમરે ઘર ખરીદવાનું સપનું પૂરુ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો ડીલ ફાઈનલ કરતા પહેલા તેના ફાયદા અને નુકસાન વિશે જાણી લેવું જોઈએ. 

લોકો ઓછી ઉંમરે ઘર શા માટે ખરીદી રહ્યા છે?
જે લોકોએ હમણાં જ નોકરી શરૂ કરી છે, તેમણે ઘર ખરીદવું તે એક સૌથી મોટો પડકાર છે. ઘર ખરીદવું તે એક સૌથી મોટો નિર્ણય છે. આવક વધવાની સાથે યુવાઓને લાગી રહ્યું છે કે, તેઓ પૈસા બચાવીને હોમ લોનની EMI ભરી શકે છે. અનેક લોકો ભવિષ્યમાં નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘર ખરીદવા માંગે છે. ઘર ખરીદવું જીવનનું સૌથી મોટું નાણાંકીય લક્ષ્ય છે. અનેક લોકો પર વધુ જવાબદારી હોવાના કારણે તેઓ વિચારે છે કે, ઘર ખરીદવામાં વધુ મુશ્કેલી થશે. કેટલાક યુવાઓની આવક સારી હોય છે અને તેમની પાસે નાણાંકીય સપોર્ટ હોવાને કારણે તેઓ સરળતાથી EMI ભરી શકે છે. 

ઓછી ઉંમરે ઘર ખરીદવાના ફાયદા
ઓછી ઉંમરે ઘર ખરીદવાનો ફાયદો છે કે, તમે નિવૃત્તિ પહેલા લોનની રકમ ચૂકવી શકો છો. લોનની ચૂકવણી થશે, ત્યાં સુધીમાં પ્રોપર્ટીની વેલ્યૂ વધી જશે, જેથી નિવૃત્તિ પછી દેવાની કોઈ ચિંતા નહીં રહે. ભાડાના ઘરમાં રહેવાથી અનેક પરેશાનીઓ થાય છે. એક વર્ષમાં જ તમારે નવું ઘર શોધવું પડી શકે છે. ઓછી ઉંમરે ઘર લેવાથી કેટલીક બચત કરવાનો ફાયદો પણ મળે છે. બાકી રહેલ રકમથી અન્ય નાણાંકીય કામ થઈ શકે છે તથા લોનની ઝડપથી ચૂકવણી કરી શકો છો. ઓછી ઉંમરે લોન લેવાના નુકસાન પણ છે. 

ઓછી ઉંમરે ઘર ખરીદવાથી નુકસાન
નાની ઉંમરે લોન લેવાથી નુકસાન પણ થઈ શકે છે. નોકરી અધવચ્ચેથી છોડી દેવાને કારણે EMI ચૂકવવામાં મુશ્કેલી થઈ શકે છે. ત્રણ મહિનાથી વધુ સમય સુધી હોમ લોનનો હપ્તો ભરવામાં ના આવે તો તમારી લોન NPA બની જાય છે. ત્યાર પછી બેન્ક પાસે લોન રિકવરીનો અધિકાર છે. જેમાં બેન્ક તમારી પ્રોપર્ટીની હરાજી કરી શકે છે. જેના કારણે તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડી શકે છે. ઉપરાંત આ બાબતે પ્લાનિંગ કરવામાં ના આવે તો લોનનું પ્રેશર વધી જાય છે અને જરૂરી ખર્ચાઓ ચૂકવવા મુશ્કેલ થઈ જાય છે. પ્રોફેશનલ બાબતોને કારણે શહેરથી દૂર જવું પડે તો EMI અને ભાડુ એકસાથે ચૂકવવું મુશ્કેલ થઈ જાય છે.  

યોગ્ય પ્લાનિંગની જરૂર
તમે નોકરી શરૂ કરવાની સાથે ઘર ખરીદવા માંગો છો, તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે, તમે કેટલી નાણાંકીય જવાબદારી લઈ શકો છો. જેના અનેક ફાયદા છે. ઘ ખરીદવાનો નિર્ણય કરતા પહેલા તે માટેનું સંપૂર્ણ પ્લાનિંગ જેમ કે, ડાઉન પેમેન્ટ, રજિસ્ટ્રેશન ખર્ચ અને EMI તમામ બાબતોનું ધ્યાન રાખવાનું રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ