બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / 'You walk like a man, learn to walk like a girl', the producer told Tamannaah Bhatia, the actress shared the story

મનોરંજન / 'તું પુરુષની જેમ ચાલે છે, છોકરીઓની જેમ ચાલતા શીખી જા' તમન્ના ભાટિયાને પ્રોડ્યુસરે કહી આવી વાત, અભિનેત્રીએ શેર કર્યો કિસ્સો

Megha

Last Updated: 09:43 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમન્ના ભાટિયા તેની નવી વેબ સિરીઝ 'લસ્ટ સ્ટોરીઝ 2'ને લઈને ચર્ચામાં છે. સાથે જ એક ઇન્ટરવ્યુમાં તમન્નાએ કિસ્સો શેર કર્યો હતો જ્યારે તેને કહેવામાં આવ્યું હતું કે તે એક પુરુષની જેમ ચાલે છે.

  • તમન્ના ભાટિયા વેબ સિરીઝ 'લસ્ટ સ્ટોરીઝ 2'ને લઈને ચર્ચામાં છે
  • પ્રોડ્યુસરે કહ્યું મારે છોકરીની જેમ ચાલવું પડશે- તમન્ના ભાટિયા
  • પછી ટ્રેનિંગ લીધી કે છોકરીઓ કેવી રીતે ચાલે છે

તમન્ના ભાટિયા સાઉથની સાથે બૉલીવુડમાં પણ કહું જાણીતી અભિનેત્રી છે. ખાસ કરીને સાઉથમાં ભારતના સિનેમામાં પોતાના અભિનય અને સુંદરતાથી ઘણી ખ્યાતિ મેળવ્યા બાદ હવે અભિનેત્રી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ લોકોના દિલ જીતી રહી છે. અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં તેની નવી વેબ સિરીઝ 'લસ્ટ સ્ટોરીઝ 2'ને લઈને ચર્ચામાં છે. આ સિરીઝને લઈને એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે તેમાં તમન્ના ભાટિયાએ બોલ્ડ પોઝ આપ્યા છે. અભિનેત્રીની આ વેબ સિરીઝ પણ રિલીઝ થઈ ગઈ છે, જેને ચાહકોને પણ પસંદ આવી રહી છે. પોતાની વેબ સિરીઝની સફળતા વચ્ચે અભિનેત્રી હવે તેના એક ઈન્ટરવ્યુ માટે ચર્ચામાં છે. આ ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ સ્ટોરી શેર કરી હતી જ્યારે તેને કહેવામાં આવ્યું હતું કે તે એક પુરુષની જેમ ચાલે છે. 

મારે છોકરીની જેમ ચાલવું પડશે- તમન્ના ભાટિયા
ઈન્ટરવ્યુમાં પોતાની સાથે બનેલી એક ઘટનાને યાદ કરતાં અભિનેત્રીએ કહ્યું, 'મને સારી રીતે યાદ છે એકવાર એક નિર્માતાએ કહ્યું હતું કે ફિલ્મ માટે મારે છોકરીઓની જેમ ડાન્સ કરવો જોઈએ, છોકરીઓની જેમ લડવું જોઈએ, ગુસ્સો કરવો જોઈએ અને છોકરીઓની જેમ કામ કરવું જોઈએ. આ રીતે ચાલવું જોઈએ. મને કહેવામાં આવ્યું હતું કે મારે છોકરીઓની જેમ ચાલવું જોઈએ અને છોકરાઓની જેમ નહીં... જેમ હું ચાલું છું'. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે નિર્માતાની વાત સાંભળીને તેણે જવાબ આપ્યો કે, 'ઠીક છે પરંતુ તમારે મને આ માટે ટ્રેનિંગ આપવી પડશે.'

ટ્રેનિંગ લીધી કે છોકરીઓ કેવી રીતે ચાલે છે
તમન્ના ભાટિયાએ કહ્યું કે તેણે ટ્રેનિંગ લીધી કે છોકરીઓ કેવી રીતે ચાલે છે, કેવો વ્યવહાર મને છોકરીઓની જેમ બતાવશે. અભિનેત્રીએ કહ્યું કે જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેને આ બધું શીખવું મુશ્કેલ લાગ્યું, તે ખૂબ જ થાકી જતી હતી. તેને તેની પીઠ સીધી રાખવાનું કહેવામાં આવ્યું હતું અને બીજી ઘણી વસ્તુઓ હતી. શરૂઆતમાં તેને ઘણી તકલીફ પડી હતી પરંતુ તે પોતાને એક અભિનેત્રી તરીકે જોવા માંગતી હતી, આ રીતે તેણે પોતાની જાતને સાબિત કરી હતી.અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો હતો કે તે શાળાના સમયમાં દાદા (ગુંડા) જેવી હતી. તે એક સમોસા માટે પણ લડતી હતી. પરંતુ હવે તેણે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી છે.

જણાવી દઈએ કે વેબ સિરીઝ 'લસ્ટ સ્ટોરીઝ 2'માં અભિનેત્રી તમન્ના ભાટિયાએ બોલ્ડ સીન્સ આપ્યા છે, સાથે જ પોતાની 'નો કિસિંગ' પોલિસીને તોડીને તે પહેલીવાર વિજય વર્માસાથે લિપલોક કરતી જોવા મળી રહી છે. આ સીરિઝમાં ચાર નવી વાર્તાઓ છે. સિરીઝમાં જોવા મળેલા કલાકારોની વાત કરીએ તો તેમાં વિજય વર્મા, કાજોલ, અંગદ બેદી, મૃણાલ ઠાકુર, નીના ગુપ્તા, અનુષ્કા કૌશિક, તિલોત્તમા શોમે જોવા મળ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ