બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / You get very good interest on 5 years RD from Post Office

તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહીને થોડા થોડા પૈસા બચાવો, વ્યાજ પર મળશે વ્યાજ... ભેગું થશે ફંડ

Kishor

Last Updated: 10:26 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસની 5 વર્ષની આરડી પર તમને ખુબ જ સારૂ વ્યાજ મળે છે. જે વ્યાજ તમને અન્ય બેંકોમાંથી મળતુ નથી. જો તમે સુરક્ષિત રોકાણનો ઓપ્શન શોધી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

  • પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહીને થોડા થોડા પૈસા બચાવો
  • પોસ્ટ ઓફિસમાં આરડી 100 રૂપિયાથી શરૂ થાય છે

રિકરીંગ ડિપોઝીટ સ્કીમ એક આપણી ગલ્લા જેવુ કામ કરે છે. જેનાથી દર મહિને એક નિશ્ચિત અમાઉન્ડ ડિપોઝિટ કરવાની હોય છે જે રકમ તમને મૈચ્યોરિટી પર વ્યાજ સાથે મળે છે. રિકરિંગ ડિપોઝિટ એ લોકો માટે ખુબ જ સારી સ્કીમ છે કે જે લોકો એક ચોક્કસ રકમ કોઈ સ્કીમ લગાવી શકતા નથી. એવામાં આરડીના માધ્યમથી તમે દર મહિને એક નિશ્ચિત અમાઉન્ટ જમા કરીને પૈસાની બચત કરી શકો છો અને નફો પણ મેળવી શકો છો.

10 વર્ષમાં પૈસા ડબલ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ કરશે તમારો ફાયદો, આ બાબતોનું  રાખવું પડશે ધ્યાન I post office time deposit scheme will double your money

આરડી સરકારી ગેરેન્ટીવાળી સ્કીમ છે. જે બેંક અને પોસ્ટ ઓફિસમાં પણ હોય છે. બેંકમાં આ સ્કીમ તમને એક વર્ષથી લઈને 10 વર્ષ સુધીની મળી શકે છે. તમે તમારી સુવિધા મુજબ વર્ષની પસંદગી કરી શકો છો. પરંતુ પોસ્ટ ઓફિસમાં જો તમે આરડી શરૂ કરાવવા માંગતા હોય તો તમારે 5 વર્ષની આરડી કરાવવી પડશે. પોસ્ટ ઓફિસની 5 વર્ષની આરડી પર તમને ખુબ જ સારૂ વ્યાજ મળે છે. જે વ્યાજ તમને અન્ય બેંકોમાંથી મળતુ નથી. જો તમે સુરક્ષિત રોકાણનો ઓપ્શન શોધી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

જાણો કેટલુ વ્યાજ મળે છે
પોસ્ટ ઓફિસમાં આરડી 100 રૂપિયાથી શરૂ થાય છે. આ એવી રકમ છે કે જે દરેક વ્યક્તિ બચત કરીને રોકાણ કરી શકે છે. આ આરડીમાં મહત્તમ રકમની કોઈ લિમિટ નથી. પોસ્ટ ઓફિસ આરડી પર તમને કંપાઉંડિંગ વ્યાજના ફાયદા પણ મળે છે. હાલના સમયમાં આ વ્યાજ દર 6.7 ટકા છે. વ્યાજની ગણના ત્રિમાસીક થાય છે. જેથી તમને વ્યાજ ખુબ જ સારૂ 5 વર્ષની અંદર મળે છે.

જો તમે દર મહિને પોસ્ટ ઓફિસની આરડીમાં 5 હજાર રૂપિયા જમા કરાવો છો તો 5 વર્ષમાં 3 લાખ રૂપિયા ડિપોઝિટ થશે. જેના પર વ્યાજની ગણતરી કરવામાં આવે તો તમને 56 હજાર 830 રૂપિયા વ્યાજ મળશે. એવામાં મૈચ્યોરિટી પર તમને કુલ 3,56,830 રૂપિયા મળશે.

લોનની પણ સુવિધા મળશે
પોસ્ટ ઓફિસની 5 વર્ષ વાળી આ ડિપોઝિટ સ્કીમમાં તમે સતત 12 હપ્તા ભરો છો તો તમને લોનની પણ સુવિધા મળે છે. તમારા અકાઉન્ટમાં જેટલી જમા રાશિ હોય તેનાથી 50 ટકાની લોન મેળવી શકો છો. આ લોનની રકમ ભરવા માટે તમે મહિને હપ્તો ભરીને ભરપાઈ કરી શકો છો. આ લોનની રકમ પર તમારે 2 ટકાની સાથે આરડી પર જે વ્યાજ દર લાગુ થાય છે તે ભરવાનો રહેશે.

વધુ વાંચો: હેલ્થ ઈન્શ્યોરન્સ માટે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય: કોઈ પણ હોસ્પિટલમાં મળશે આ સુવિધા

પ્રી-મેચ્યોર ઉપાડની સુવિધા પણ મળશે
આરડી ખાતાની પાકતી મુદત 5 વર્ષની છે. પરંતુ, પ્રી-મેચ્યોર ક્લોઝર 3 વર્ષ પછી પણ કરી શકાય છે. આ સ્કીમમાં નોમિનેશનની પણ સુવિધા છે. તમે પાકતી મુદત પછી પણ આરડી ખાતું વધુ 5 વર્ષ માટે ચાલુ રાખી શકો છો. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે. તમે બાળકના નામે પણ ખાતુ ખોલાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ