બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / You can control weight by consuming hing water

હેલ્થ ટિપ્સ / રોજ સવારમાં ખાલી પેટ આ ડ્રિંક પી લેશો, તો વજન આપોઆપ ઘટી જશે, થશે ફાયદા

Pooja Khunti

Last Updated: 03:53 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે હિંગનાં પાણીનું સેવન કરીને વજનને નિયંત્રિત કરી શકો છો. હિંગમાં એવા પોષક તત્વો હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. હિંગમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાયબર, આયર્ન અને કેલ્શિયમ જેવા તત્વો હોય છે.

  • દરરોજ સવારે હિંગનાં પાણીનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે
  • ડાયાબિટીસનાં દર્દીઓએ હિંગનાં પાણીનું સેવન કરવું જોઈએ 
  • પેટને લગતી કોઈ સમસ્યા હોય તો હિંગનાં પાણીનું સેવન કરો

શરીરનું વજન નિયંત્રણમાં લાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે. તેના માટે હેલ્ધી ખોરાક ખાવો પડે છે, કસરત કરવી પડે છે અને બહારનું ખાનપાન છોડવું પડે છે. આજનાં સમયમાં વજન વધવાનું એક મોટું કારણ છે આખો દિવસ બેઠા રહેવું. કેટલાક લોકો વજન ઓછું ક્રરવા માટે ઘરેલુ ઉપચાર પણ કરે છે. છતાં પણ તેમનો વજન ઓછો થતો નથી. એક બાબતનું હમેશા ધ્યાન રાખો કે તમે ગમે તેટલી મહેનત કરી લો પણ વજન થોડા સમયમાં ઓછું ન થઈ શકે. વજન નિયંત્રણમાં કરવા માટે થોડો સમય લાગે છે. તમે હિંગનાં પાણીનું સેવન કરીને વજનને નિયંત્રિત કરી શકો છો. હિંગમાં એવા પોષક તત્વો હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. હિંગમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાયબર, આયર્ન અને કેલ્શિયમ જેવા તત્વો હોય છે. 

હિંગનાં પાણીના સેવનથી થતાં ફાયદાઓ 

મેટાબોલિઝમ વધારે 
દરરોજ સવારે હિંગનાં પાણીનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે. હિંગનાં પાણીના સેવનથી શરીરમાં એનર્જી પણ આવે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

ચરબી ઘટાડે 
હિંગમાં ઘણા એવા સંયોજનો હોય છે, જે ધીમે-ધીમે ચરબીને ઓછું કરવાનું કામ કરે છે. તેથી વજન ઘટાડવા માટે હિંગનું પાણી ફાયદાકારક છે. 

ડાયાબિટીસ 
જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો હિંગનું પાણી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હિંગમાં હાઈપોગ્લાયકેમિક હોય છે. જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેથી ડાયાબિટીસનાં દર્દીઓએ હિંગનાં પાણીનું સેવન કરવું જોઈએ. 

વાંચવા જેવું: શરીર પરથી અણગમતાં મસા થઈ જશે રાતોરાત દૂર, અપનાવો આ દેશી ઉપાય, જડથી દૂર થશે સમસ્યા

પેટને લગતી સમસ્યાઓ 
જો તમને પેટથી લગતી કોઈ સમસ્યા હોય તો તમે હિંગનાં પાણીનું સેવન કરી શકો છો. દરરોજ હિંગનાં પાણીનું સેવન કરવામાં આવે તો ગેસ, કબજિયાત, પેટનો સોજો વગેરે જેવી સમસ્યાઓ દૂર થાય છે. 

આ રીતે બનાવો હિંગનું પાણી 
એક ગ્લાસ પાણી લો, હવે આ પાણીમાં 1 ચપટી હિંગ ઉમેરો. હવે તેને હળવું ગરમ કરી લો. તમારું હિંગનું પાણી તૈયાર છે. સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરવું જોઈએ. તમે સ્વાદ માટે લીંબુ પાણી અથવા ગોળ ઉમેરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ