બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / yo yo honey singh alleged of kidnapping and beating event agency owner

મનોરંજન / હનીસિંહ મોટા કેસમાં ફસાશે? કિડનેપ કરી હોટલમાં ગોંધી રાખવા અને મારઝૂડ કરવાના લાગ્યા આરોપ

Manisha Jogi

Last Updated: 04:45 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈવેન્ટ એજન્સીના માલિકે રૈપર હની સિંહ પર ગંભીર આરોપ મુક્યા છે. યો યો હની સિંહ અને તેમના ક્રૂ મેમ્બરે કિડનેપ કરીને બંધક બનાવ્યા હતા. બંધક બનાવીને મારઝૂડ પણ કરી હતી.

  • રૈપર હનીસિંહ પર ગંભીર આરોપ.
  • કિડનેપ અને મારઝુડનો આરોપ મુકવામાં આવ્યો.
  • બાંદ્રાના કુર્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.

ઈવેન્ટ એજન્સીના માલિકે રૈપર હનીસિંહ પર ગંભીર આરોપ મુક્યા છે. વિવેક રમણ નામના વ્યક્તિએ આપેલ જાણકારી અનુસાર યો યો હનીસિંહઅને તેમના ક્રૂ મેમ્બરે કિડનેપ કરીને બંધક બનાવ્યા હતા. બંધક બનાવીને મારઝૂડ પણ કરી હતી. વિવેક રમણે બાંદ્રાના કુર્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ બાબતે FIR દાખલ કરવામાં આવી નથી. 

વિવેક રમણે જણાવ્યું કે, તેઓ Festivina Music Festival નામની ઈવેન્ટના માલિક છે. તેઓ જણાવે છે કે, ‘15 એપ્રિલના રોજ તેમણે Yo Yo Honey Singh 3.0 by Festivina નામના મ્યુઝિક ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝ કર્યો હતો. વિવેક રમણે આપેલ જાણકારી અનુસાર તેઓ ઈવેન્ટવાળા દિવસે વેન્યૂ પર પહોંચ્યા હતા. વેંડર્સે પેમેન્ટ ક્લિઅર કર્યું નહોતું. આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવેક રમણે જણાવ્યું કે, શોની ટિકીટના સેલિંગ પાર્ટનર તેમને પૈસા આપવાના નહોતા, પરંતુ પેમેન્ટ કર્યું નહોતું. પૈસા ના મળતા તેમણે ઈવેન્ટ કેન્સલ કરી દીધી હતી. પરફોર્મ કરનાર તમામ આર્ટિસ્ટને જણાવી દીધું કે, ઈવેન્ટ કેન્સલ કરી દીધી છે. આ કારણોસર હની સિંહના ક્રૂ મેમ્બર નારાજ થઈ ગયા હતા. હનીસિંહઅને તેમના ક્રૂ મેમ્બર્સ રોહિત છાબરા, અક્ષત જૈસવાલ, ઈન્દ્રજીત સુનિલ, નિખિલ, અરવિંદર ખેર, અરુણ કુમાર અને અક્ષય મેહરાએ ધમકી આપી હતી, મારઝૂડ કરી અને કિડનેપ કર્યું હતું. કિડનેપ કરીને સફેદ ફોર્ચ્યુનર ગાડીમાં MMRDAથી સહરના JW મેરિયટ લઈ ગયા. જ્યાં મારા પર લાતોથી હુમલો કર્યો. મને બે દિવસ સુધી ગેરકાયદાકીય રીતે બંધક બનાવવામાં આવ્યો.’ 

હિંસા થયા પછી તેમણે તમામ વેંડર્સને ફોન કરીને જણાવી દીધું કે, આ ઈવેન્ટ કેન્સલ નહીં થાય. ત્યારપછી આ મ્યુઝિક ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો. ઈવેન્ટ ઓર્ગેનાઈઝ થઈ ગયો પરંતુ હજુ સુધી પેમેન્ટ કરવામાં આવ્યું નથી. આ બાબતે હનીસિંહ અને તેમની ટીમ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. BKC પોલીસે નિવેદન આપ્યું છે કે, તેઓ તમામ આરોપની તપાસ કરી રહ્યા છે અને હજુ સુધી FIR દાખલ કરવામાં આવી નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ