બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / yellow nail syndrome can be the sign of lymphedema and breathing related problems

Yellow Nail Syndrome / તમારા નખ આછા પીળા થવા લાગ્યા? તો ભૂલથી પણ અવગણતા નહીં, આ બીમારીઓનો છે રેડ સંકેત, શ્વાસ રૂંધાઈ જશે

Vaidehi

Last Updated: 06:59 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો હંમેશા પોતાના નખને સ્વચ્છ રાખવાનાં પ્રયાસો કરતાં હોય છે પરંતુ શું તમે જાણો છો કે પીળા નખ ગંભીર બીમારીઓનાં સંકેત આપે છે? આ બીમારીને યેલો નેઈલ સિંડ્રોમ કહેવામાં આવે છે.

  • પીળા નખ ગંભીર સમસ્યાનાં સંકેત આપે છે
  • યેલો નેઈલ સિંડ્રોમ કોઈપણ ઉંમરનાં લોકોને થઈ શકે છે
  • પીળા નખ થવા પાછળ અનેક કારણો જવાબદાર

પીળા નખ પાછળનાં કારણો:  યેલો નેઈલ સિંડ્રોમ એક એવી બીમારી છે જેમાં પગ અને હાથનાં નખ પીળા પડી જાય છે. વધુ પડતાં લોકોનાં હાથનાં નખ પર આ અસર જોવા મળતી હોય છે. યેલો નેઈલ સિંડ્રોમ કોઈપણ ઉંમરનાં લોકોને થઈ શકે છે. જો કે 50થી વધુ ઉંમરનાં લોકોમાં આ વધારે જોવા મળે છે.

યેલો નેઈલ સિંડ્રોમ થવા પાછળનું કારણ
જે લોકોને યેલો નેઈલ સિંડ્રોમ હોય છે તેમનાં પલ્મોનરી અને લસિકા તંત્રમાં સમસ્યા હોય છે. યેલો સિંડ્રોમ થવાનું કોઈ એક ચોક્કસ કારણ નથી હોતું,તે થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. લિમ્ફેટિક સિસ્ટમમાં ગડબડી અને શ્વાસ લેવામાં તકલીફ સિવાય કેટલાક પોષક તત્વોની કમીને કારણે પણ યેલો સિંડ્રોમ થઈ શકે છે. પીળા નખ જેવી સમસ્યાઓ અન્ય પણ કેટલીક બીમારીનાં સંકેત આપે છે:

ફંગલ ઈન્ફેક્શનનો ખતરો
ઘણી વખત ફંગલ ઈન્ફેક્શન એટલે કે ઓનિકોમાઈકોસિસનનાં લીધે પીળા નખ થવા, લાંબ નખ તૂટવા વગેરે ઘટનાઓ થઈ શકે છે. અનેક વખત નખ પર પીળા ધબ્બા પણ દેખાવા લાગે છે. શરૂઆતમાં તો આ ઈન્ફેક્ટ જ થયું હોય છે પણ પછી ધીરે-ધીરે ફેલાવા લાગે છે.

ઓટોઈમ્યૂન ડિસોર્ડર
કેટલાક ઓટોઈમ્યૂન ડિસોર્ડરનાં કારણે પણ નખનો રંગ પીળો પડી શકે છે. તેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત કોષો પર હુમલો કરે છે અને ડેમેજ કરે છે. આ સિવાય ક્યારેક બાયોટિન કે વિટામિન બીની ઊણપને લીધે પણ નખનો રંગ પીળો પડી જાય છે.

થાયરોઈડનો પણ ખતરો
નખમાં પીળા સ્પોટ થવા પાછળનાં અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે નેઈલ સિરોસિસ, યેલો નેઈલ સિંડ્રોમ અને કેટલાક કેસમાં થાયરોઈડની શરૂઆત.

શ્વાસને લગતી બીમારી
જે લોકોને શ્વાસની બીમારી હોય છે જેમકે ક્રોનિક બ્રોંકાઈટ્સ, સાઈનાસઈટિસ વગેરે, એ લોકોનાં નખ પીળાશ પડતાં થઈ જાય છે.

લિમ્ફેટિક સિસ્ટમમાં સમસ્યા
લિમ્ફેટિક સિસ્ટમ શરીરમાં સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ એ શરીરનાં બૉડી ફ્લૂઈડનું સંતુલન જાળવી રાખે છે. જો તમે યોગ્ય સમયે ઈલાજ ન કર્યો તો લિમ્પ નોડ્સમાં સોજો પણ આવી શકે છે જેને લિમ્ફેડેમા કહેવામાં આવે છે. આવું થવાથી કેન્સર જેવી સમસ્યાનો પણ ખતરો વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ