રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગત રોજ બે હજારની નવી નોટ છાપવામાં આવશે નહી. તેમજ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં બદલાવી શકાશે. ત્યારે અમુક વેપારીઓ દ્વારા તો નોટ લેવાનું જ બંધ કરી દીધું છે.
નવેમ્બર 2016માં નોટબંધી પછી બે હજાર રૂપિયાની નોટ ચલણમાં આવી. એ વખતે ઉદ્દેશ એ હતો કે પાંચસો અને હજાર રૂપિયાની કરન્સી, નોટબંધીને કારણે માન્ય રહી ન હતી. બજારમાં કરંસીની જરૂરિયાતને ત્વરીત પુરી કરવા માટે બે હજારની નોટો, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચલણમાં મુકી હતી. એ ઉદ્દેશ્ય પુરો થયા પછી બે હજારની નોટ સિવાયની કરંસી પર્યાપ્ત માત્રામાં મળી રહી છે. 2017માં જ રૂપિયા બે હજારની નોટનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું હતું, એવું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કહી રહી છે. હાલ માર્કેટમાં જેટલી પણ બે હજાર રૂપિયાની નોટ છે એ માર્ચ 2017 પહેલા ચલણમાં આવી એ જ છે. બે હજારની નોટનો પહેલા જ દિવસથી અર્થશાસ્ત્રીઓ વિરોધ કરી રહ્યાં છે. વાસ્તવમાં નોટબંધીનું મૂળ કારણ પણ કાળાનાણાંને રોકવાનું હતું.
નોટબંધીને કારણે માર્કેટમાં ઉથલપાથલ ન થાય તે માટે બે હજારની નોટ લાવવી પડી હતી. એ વખતે નાણાં બજારના નિષ્ણાંતો કહી રહ્યાં હતા કે બે હજારની નોટથી જમાખોરી વધી જશે. સામાન્ય માણસ સમજી રહ્યો છે કે સરકારનું નોટબંધ કરવાનું કારણ પણ આ જમાખોરી હશે. 2016ની નોટબંધી પછી દેશમાં ડિજિટલ ટ્રાંજેક્શન વધ્યા છે. પેમેંટ ઈકોસિસ્ટમ ડિજિટાઈઝ થવાના કારણે બે હજારની નોટ બંધ કરવાના નિર્ણયની માર્કેટમાં મોટી અસર નહી દેખાય એવું પણ નિષ્ણાંતોનું માનવું છે. અસરનો મતલબ છે કે 2016માં નોટબંધી પછી જે રીતે સામાન્ય માણસ લાઈનમાં લાગ્યો હતો એવું થવાનું નથી.
8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી
સરકારે 500 અને 1 હજારની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નોટ જાહેર કરી હતી
કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી
2 હજારની નોટ બંધ કેમ કરવી પડી?
8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી. સરકારે 500 અને 1 હજારની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નોટ જાહેર કરી હતી. કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી. નોટબંધી બાદ પણ 2 હજારની નોટ છપાતા કાળુ નાણાની ફરિયાદો વધી. 2 હજારની નોટ ઓછી જગ્યા રોકતી હોવાથી સંગ્રહખોરી વધી હતી. RBIને પણ સંગ્રહખોરો અંગે અનેક ફરિયાદો મળતી હતી. ફરી એકવાર કાળા નાણા પર બ્રેક લગાવવા 2 હજારની નોટ કરી બંધ. 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકાશે.