બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / wtc final 2023 virat kohli breaks sachin tendulkar big record most runs in icc tournament from india

WTC / કોહલીએ બનાવી દીધો 'વિરાટ' રેકોર્ડ: સચિન તેંડુલકર પણ છૂટી ગયો પાછળ, આવો કમાલ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી

Manisha Jogi

Last Updated: 08:59 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે અને ક્રિકેટના માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો છે. આ રેકોર્ડ તોડનાર વિરાટ કોહલી પહેલા ભારતીય બેટ્સમેન છે.

  • વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો
  • સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો
  • આ રેકોર્ડ તોડનાર વિરાટ કોહલી પહેલા ભારતીય બેટ્સમેન

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે અને ક્રિકેટના માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો છે. આ રેકોર્ડ તોડનાર વિરાટ કોહલી પહેલા ભારતીય બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final)ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ બેટ્સમેન વિરાટ કોહલીએ બીજી ઈનિંગ 24 રન ફટકારીને આ રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. વિશ્વનો કોઈપણ બેટ્સમેન અત્યાર સુધી આ મહારેકોર્ડ પોતાને નામ કરી શક્યું નથી. 

સચિન તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final)ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ બેટ્સમેન વિરાટ કોહલીએ બીજી ઈનિંગ 24 રન ફટકારીને આ રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. ભારત તરફથી ICC નૉકઆઉટ મુકાબલામાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. ICC નૉકઆઉટ મુકાબલામાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોંટિંગના નામે નોંધાયેલ છે. રિકી પોંટિંગે 18 ઈનિંગમાં 731 રન કર્યા છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી બીજા નંબર છે. ICC નૉકઆઉટ મુકાબલામાં વિરાટ કોહલીએ 17 ઈનિંગમાં 678 રન કર્યા છે. 

પહેલા ભારતીય બેટ્સમેન
ત્રીજા નંબરે સચિન તેંડુલકરનું નામ આવે છે. ICC નૉકઆઉટ મુકાબલામાં સચિન તેંડુલકરે 14 ઈનિંગમાં 658 રન કર્યા છે. વિરાટ કોહલી સિવાય આ મહારેકોર્ડ કોઈપણ બેટ્સમેન પોતાને નામ કરી શક્યું નથી. ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઈનલ મેચની બીજી ઈનિંગમાં વિરાટ કોહલીએ 24 રન કર્યા છે. વિરાટ કોહલીએ 53 રન કર્યા હોત તો રિકી પોંટિંગનો રેકોર્ડ પણ તોડી દીધો હતી. હાલના સમયમાં આ રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલી પહેલા બેટ્સમેન છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 25,380 રન કર્યા છે. સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 34,357 રન કર્યા છે. 

ICC નૉકઆઉટ મુકાબલામાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન

  • રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)- 18 ઈનિંગમાં 731 રન
  • વિરાટ કોહલી (ભારત)- 17 ઈનિંગમાં 678 રન
  • સચિન તેંડુલકર (ભારત)- 14 ઈનિંગમાં 658 રન

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન

  • સચિન તેંડુલકર (ભારત)- 34,357 રન
  • કુમાર સંગકારા (શ્રીલંકા)- 28,016 રન
  • રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)- 27,483 રન
  • મહેલા જયવર્ધને (શ્રીલંકા)- 25,957 રન
  • જૈક કૈલિસ (સાઉથ આફ્રિકા)- 25,534 રન
  • વિરાટ કોહલી (ભારત)- 25,380 રન

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

  • સચિન તેંડુલકર (ભારત)- 100 સદી
  • વિરાટ કોહલી (ભારત)- 75 સદી
  • રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)- 71 સદી
  • કુમાર સંગકારા (શ્રીલંકા)- 63 સદી
  • જૈક કૈલિસ (સાઉથ આફ્રિકા)- 62 સદી
  • હાશિમ અમલા (સાઉથ આફ્રિકા) - 55 સદી
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ