બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / World record to be created in Rajkot on 'Madi' garba written by PM Modi

આયોજન / શરદ પૂનમના દિવસે રાજકોટમાં સર્જાશે વર્લ્ડ રેકોર્ડ, PM મોદી લેખિત 'માડી' ગરબા પર ઝૂમશે 1 લાખથી વધુ ખેલૈયાઓ

Priyakant

Last Updated: 12:59 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Garba World Record News: 1 લાખથી વધુ ખેલૈયાઓ 'માડી' ગરબા પર રમી વિશ્વ રેકોર્ડ કરશે, આ સાથે ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે

  • PM મોદી લેખિત 'માડી' ગરબા પર રાજકોટમાં સર્જાશે વિશ્વ રેકોર્ડ
  • 'માડી' ગરબા પર ઝૂમશે 1 લાખથી વધુ ખેલૈયાઓ
  • 28 તારીખે શરદ પૂનમના દિવસે આ વિશ્વ રેકોર્ડ સર્જાશે

PM Modi Garba World Record : શરદ પૂનમના દિવસે રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માડી ગરબા પર આ વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. માહિતી પ્રમાણે PM મોદીના ગરબા પર શરદ પૂનમે 1 લાખ ખેલૈયાઓ ગરબા રમશે. જેને લઈ હવે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે અહીં 500થી વધુ સ્વયંસેવકો અને  10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ ગરબો ગીત આધારિત મ્યુઝિક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ તરફ હવે રાજકોટમાં PM નરેન્દ્ર મોદી લેખિત 'માડી' ગરબા પર વિશ્વ રેકોર્ડ બનશે. વિગતો મુજબ આગામી 28 તારીખે શરદ પૂનમના દિવસે આ વિશ્વ રેકોર્ડ સર્જાનાર છે. જેમાં ખાસ કરીને 1 લાખથી વધુ ખેલૈયાઓ 'માડી' ગરબા પર રમી વિશ્વ રેકોર્ડ કરશે. આ સાથે ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે. 

જાણો કોના દ્વારા કરવામાં આવ્યું આયોજન ? 
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઇન્ક્રેડિબલ ગ્રૂપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજકોટમાં આ દરમિયાન ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે તો સાથે રાજકોટમાં 'સે નો ટુ ડ્રગ્સ' સૂત્ર સાથે અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આ સાથે 20 થી વધુ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે 500થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે તો 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. 

PM નરેન્દ્ર મોદી લેખિત 'માડી' ગરબો 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા આ ગરબા ગીત લખ્યું હતું. નવરાત્રીના પર્વ પર આ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ ગીતને સ્વર આપ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગીત ‘ગરબા’માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ જોવા માટે પ્રેરિત કરે છે. જે નદીમ શાહે ડાયરેક્ટ કર્યું છે.’

સિંગરે ‘X’ પર ટ્વિટ કર્યું
સિંગર ધ્વનિ ભાનુશાળીએ ‘X’ પર ટ્વિટ કર્યું છે કે, ‘નરેન્દ્ર મોદીજી તમે લખેલ ગીત તનિષ્ક બાગતી અને મને ખૂબ જ ગમ્યું છે. અમે એક ફ્રેશ ધૂન અને રચના સાથે એક ગીત બનાવવા માંગતા હતા.’

અનેક વર્ષોથી કંઈ લખ્યું નથી
આ ટ્વિટના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધ્વનિ ભાનુશાળીને ટેગ કરીને આભાર વ્યક્ત કરીને જણાવ્યું કે, ‘ગરબાની આ મનમોહક પ્રસ્તુતિ માટે મેં વર્ષો પહેલા લખ્યું હતું. મેં અનેક વર્ષોથી કંઈ લખ્યું નથી, અનેક યાદો જીવંત થઈ ગઈ છે. હું એક નવો ગરબો લખવામાં સફળ રહ્યો છું.’

PM મોદીએ ગીતના લિરિક્સ લખ્યા
ગાય તેનો ગરબો ઝીલે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

ઘૂમે ટેનો ગરબો તો ઝૂમે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સૂર્ય ચંદ્ર ગરબો ને ટ્રેક્ટુઓ પૈન ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવતો
સવને રે ગમતો ગરબો
રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો
રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..

હે હૈયા હા, હે હૈયા હા.
ઓહો હો હો હો હો

દિવસ પાન ગરબો ને રાત પાન ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો

વંસદિ છે ગરબો, મોરપીંછ ગરબો

ગરબો મતિ છે, ગરબો સહમતિ
વીરનો એ ગરબો, અમીરનો એ ગરબો.
કાયા પાન ગરબો ને જીવ પાન ગરબો,
ગરબો જીવનની હળવી નિરાંત છે.

ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો જીવનની હળવી નિરાંત છે
ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારીની ફૂલની બિછાત છે
તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવાતો
સવને રે ગમતો ગરબો
રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો 
રમતો ને ભમતો ગરબો...કે ઘુમતો..
ગરબો તો સાત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રેડીયત છે (2)

અવ્વ મા ગરબો, સ્વભાવમા ગરબો
ભક્તિનો ગરબો, હા શક્તિનો ગરબો (2)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ