બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / World record on Garba written by PM Modi in Rajkot, 1.21 lakh people took part in Garba on the day of Sharad Punam

ગુજરાત / રાજકોટમાં PM મોદી લિખિત ગરબા પર વર્લ્ડ રેકોર્ડ, શરદ પુનમના દિવસે 1.21 લાખ લોકો ગરબે ઘૂમ્યાં

Vishal Khamar

Last Updated: 12:13 AM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત 'માડી' ગરબા પર રાજકોટવાસીઓએ આજે વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો હતો. ગરબા સ્થળે હાજર રહેલ ખેલૈયાઓને 'SAY NO TO DRUGS' ના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

  • PM મોદી લિખિત ગરબા પર રાજકોટવાસીઓએ સ્થાપ્યો વર્લ્ડ રેકોર્ડ
  • 1 લાખ 21 હજાર લોકોએ ગરબા રમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો
  • PM ગરબો લખે અને રાજકોટ ચેલેન્જ ઉપડે તે કદી ફેલ ન જાયઃ પાટીલ
  • ખેલૈયાઓને સે નો ટુ ડ્રગ્સના શપથ પણ લેવડાવવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે રચિત ગરબો “માડી” પર શરદપૂનમની રઢીયાળી રાતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 1 લાખ 21 હજારથી વધુ ખેલૈયાઓને પાર્થિવ ગોહિલની ટીમે સંગીતના તાલે રાસ ગરબા રમાડી રેકોર્ડ સર્જાયો હતો.  આ પ્રસંગે યુવાનોએ “નો ડ્રગ્સ” ના શપથ ડ્રગ્સ જેવા દુષણથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ ના પ્રતિનિધિઓએ રેકોર્ડ જાહેર કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવરાત્રી પર્વ દરમિયાન માં અંબાની આરાધના કરે છે અને નકોરડા ઉપવાસ પણ કરે છે. તેમણે  માં અંબા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતો ભાવભર્યો ગરબો "માડી" રચ્યો હતો. આ ગરબા પર આજે અહીં લાખોની મેદનીમાં લોકો ગરબે રમવા પધાર્યા છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાત પર મા અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી શુભકામના પાટીલ વ્યક્ત  કરી હતી. 

PM નરેન્દ્ર મોદી લેખિત 'માડી' ગરબો 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા આ ગરબા ગીત લખ્યું હતું. નવરાત્રીના પર્વ પર આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ ગીતને સ્વર આપ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગીત ‘ગરબા’માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ જોવા માટે પ્રેરિત કરે છે. જે નદીમ શાહે ડાયરેક્ટ કર્યું છે.’

PM મોદીએ ગીતના લિરિક્સ લખ્યા
ગાય તેનો ગરબો ઝીલે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

ઘૂમે ટેનો ગરબો તો ઝૂમે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સૂર્ય ચંદ્ર ગરબો ને ટ્રેક્ટુઓ પૈન ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવતો
સવને રે ગમતો ગરબો
રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો
રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..

હે હૈયા હા, હે હૈયા હા.
ઓહો હો હો હો હો

દિવસ પાન ગરબો ને રાત પાન ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો

વંસદિ છે ગરબો, મોરપીંછ ગરબો

ગરબો મતિ છે, ગરબો સહમતિ
વીરનો એ ગરબો, અમીરનો એ ગરબો.
કાયા પાન ગરબો ને જીવ પાન ગરબો,
ગરબો જીવનની હળવી નિરાંત છે.

ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો જીવનની હળવી નિરાંત છે
ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારીની ફૂલની બિછાત છે
તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવાતો
સવને રે ગમતો ગરબો
રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો 
રમતો ને ભમતો ગરબો...કે ઘુમતો..
ગરબો તો સાત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રેડીયત છે (2)

અવ્વ મા ગરબો, સ્વભાવમા ગરબો
ભક્તિનો ગરબો, હા શક્તિનો ગરબો (2)

ખ્યાતનામ ગાયક પાર્થિવ પટેલ અને તેની ટીમે જય શ્રી રામ , ભારત કા બચ્ચા જય શ્રી રામ બોલેગા સહિતના ગીતો પર ખેલૈયાઓ ડોલી ઉઠ્યા હતા. રાજકોટ શહેર ભાજપ ,સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ ઈનક્રેડીબલ ગ્રુપ દ્વારા આયોજિત આજના ગરબા મહોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત પદાધિકારીઓ તેમજ લાખોની સંખ્યામાં ગરબે રમવા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ