બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 What is being served to Pakistan team in Hyderabad, which is being discussed

World Cup 2023 / સ્વાગતમાં તો કોઈ કમી નહીં, પણ ભારત આવેલ પાકિસ્તાની ટીમના ફૂડ મેન્યૂને લઈને સોશ્યલ મીડિયામાં આટલી ચર્ચા કેમ?

Megha

Last Updated: 10:51 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે 28 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચી હતી, ટીમના ભોજનને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે ટ્વીટ કરીને કહ્યું કે ટીમને ભારતમાં શું ખાવાનું મળશે.

  • વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે
  • પાકિસ્તાની ટીમના સ્વાગત સહિત ભોજનને લઈને ઘણી ચર્ચા
  • BCCIએ  વર્લ્ડ કપના મેનુમાંથી બીફ ગાયબ કરી દીધું
  • પાકિસ્તાન ક્રિકેટ ટીમની પ્રોટીનની જરૂરિયાત આ રીતે પૂરી થશે 

વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ ટીમો પોતપોતાની પ્રેક્ટિસ મેચ રમવામાં વ્યસ્ત છે. આ પહેલા ભારતમાં આ ટીમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 27 સપ્ટેમ્બરની સાંજે પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાત વર્ષ પછી ભારતની ધરતી પર ઉતરી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ  પાકિસ્તાની ટીમના સ્વાગત સહિત ભોજનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. 

પાકિસ્તાની ટીમના સ્વાગત સહિત ભોજનને લઈને ઘણી ચર્ચા
નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે 28 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચી હતી. સાત વર્ષ પછી પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા બાબર આઝમ અને તેની ટીમનું ભીડ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસથી પાકિસ્તાની ટીમના સ્વાગત અને ભોજનને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ટ્વિટર હેન્ડલે પણ આ અંગે ટ્વીટ કર્યું અને જણાવ્યું કે પાકિસ્તાની ટીમને ભારતમાં શું ખાવાનું મળશે.

BCCIએ  વર્લ્ડ કપના મેનુમાંથી બીફ ગાયબ કરી દીધું
અંહી ખાસ વાત એ છે કે સાત વર્ષ બાદ ભારત આવેલી પાકિસ્તાની ટીમને ભારતની ધરતી પર બીફ પીરસવામાં આવી રહ્યું નથી. ફક્ત પાકિસ્તાની ટીમના મેનુમાંથી જ નહીં પણ BCCIએ વર્લ્ડ કપના મેનુમાંથી બીફ ગાયબ કરી દીધું છે, એટલે કે વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓને કોઈપણ હોટલમાં બીફ નહીં મળે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમની પ્રોટીનની જરૂરિયાત આ રીતે પૂરી થશે 
એક અહેવાલ મુજબ ભારતમાં ભાગ લેનારી તમામ 10 ટીમોને કોઈપણ હોટલમાં બીફ પીરસવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાનની પ્રોટીનની જરૂરિયાત ચિકન, મટન અને માછલીથી પૂરી થઈ રહી છે. ટીમના ડાયેટ ચાર્ટમાં ગ્રીલ્ડ લેમ્બ ચોપ્સ, મટન કરી, ખૂબ જ લોકપ્રિય બટર ચિકન અને ગ્રીલ્ડ ફિશનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન ટીમના મેનુમાં શું છે? 
આ સાથે જ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની ટીમના મેનુમાં બાસમતી ચોખાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો ખેલાડીઓને હળવું ભોજન જોઈએ છે, તો તેમના માટે સ્પેગેટી અને વેજીટેબલ પુલાવ પણ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત હૈદરાબાદની પ્રખ્યાત બિરયાની પણ ખેલાડીઓને સમયાંતરે ઉપલબ્ધ થશે.

એ વાત તો નોંધનીય છે કે ભારતમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. તેથી, દેશના ઘણા ભાગોમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે, જો કે ભારતના કેટલાક ભાગોમાં, ગાયનું માંસ ખાવાનું પ્રચલિત છે. એવામાં ભારતમાં વર્લ્ડ કપ દરમિયાન બીફ પીરસવામાં નથી આવી રહ્યું એ વાતને લોકો ઘણું સમર્થન કરી રહ્યા છે. 

પાકિસ્તાનની ટીમ 14 ઓક્ટોબરે હૈદરાબાદથી અમદાવાદ આવશે 
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ટીમ અપેક્ષા મુજબ વિજય હાંસલ કરી શકી ન હતી. પાકિસ્તાને 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 345 રન બનાવ્યા હતા, જેમાં રિઝવાન અહેમદની સદી અને બાબર આઝમ અને સઈદ શકીલની અડધી સદી સામેલ હતી. ન્યૂઝીલેન્ડે આ લક્ષ્યને 44મી ઓવરમાં સરળતાથી મેળવી લીધું હતું.  પાકિસ્તાન હવે તેની આગામી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે 3 ઓક્ટોબરે રમશે, જ્યારે 6 ઓક્ટોબરે તે નેધરલેન્ડ સામે વર્લ્ડ કપની તેની પ્રથમ મેચ રમશે. તેમની બીજી મેચ પણ હૈદરાબાદમાં છે, જે 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે છે. પાકિસ્તાનની ટીમ 14 ઓક્ટોબરે ભારત સામેની મેચ માટે હૈદરાબાદથી અમદાવાદ માટે રવાના થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ