બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ હૈદરાબાદ પહોંચી હતી જ્યાં એરપોર્ટ પર એમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું, PCBએ આ શાનદાર સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા ભારત આવી છે
એરપોર્ટ પર પાકિસ્તાનની ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું
પાકિસ્તાની ખેલાડીઓ અને લોકો સોશિયલ મીડિયા ભારતનો આભાર માની રહ્યા છે
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા ભારત આવી છે. 2016ના T20 વર્લ્ડ કપ બાદ પાકિસ્તાની ખેલાડીઓ પ્રથમ વખત ભારત આવ્યા છે. જો કે તે ટીમનો કોઈ ખેલાડી આ વખતે ટીમનો ભાગ નથી. બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ હૈદરાબાદ પહોંચી હતી. બુધવારે સાંજે રાજીવ ગાંધી એરપોર્ટ પર પાકિસ્તાનની ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
7 વર્ષ બાદ ભારતની ધરતી પર પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ભવ્ય સ્વાગત
પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે શ્રીલંકાથી હૈદરાબાદ પહોંચી હતી.વિઝાની સમસ્યાના કારણે પાકિસ્તાને છેલ્લી ઘડીએ પોતાનો પ્લાન બદલવો પડ્યો હતો. અગાઉ ટીમ દુબઈથી ભારત આવવાની હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ટીમના ભારતમાં આગમન અને અહીં શાનદાર સ્વાગતનો વીડિયો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પાકિસ્તાની ટીમના સ્વાગત માટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાહકોની ભીડ જામી હતી, બાબર આઝમની ટીમ આ ભવ્ય સ્વાગત જોઈને દંગ રહી ગઈ હતી. ટીમને બસ દ્વારા હોટેલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટની બહાર ચાહકો મોટી સંખ્યામાં હાજર હતા
હૈદરાબાદમાં પાકિસ્તાની ક્રિકેટરોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર ચાહકો મોટી સંખ્યામાં હાજર હતા. પાકિસ્તાનના ખેલાડીઓએ પણ હાથ મિલાવીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ટીમ બસ દ્વારા હોટલ પહોંચ્યા બાદ પણ ખેલાડીઓનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલના એક સ્ટાફના હાથમાં ઓલ ધ બેસ્ટ ચેમ્પિયન્સનું પોસ્ટર પણ હતું. પાકિસ્તાની ખેલાડીઓ અને લોકો પણ સોશિયલ મીડિયા પર આવા સ્વાગત માટે ભારતનો આભાર માની રહ્યા છે.
29મીએ પ્રેક્ટિસ મેચ રમાશે
પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી, 3 ઓક્ટોબરે પણ તેણે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે. પાકિસ્તાને પણ આ મેદાન પર વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ બે મેચ રમવાની છે. વર્લ્ડ કપમાં 6 ઓક્ટોબરે ત નેધરલેન્ડ સામે ટકરાશે. આ પછી 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે મેચ રમાવાની છે. આ સિવાય પાકિસ્તાનની ટીમ અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતામાં પણ મેચ રમશે.
Thanks to Indians for a warm welcome of Pakistan Cricket Team 🇵🇰 That was totally unexpected & so mesmerising 😭❤️ #Hyderabadpic.twitter.com/DqBZxgBtKQ