બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Video: Kohli jumps and takes the catch, Virat becomes India's successful fielder

IND vs AUS / Video: ત્રીજી ઓવરમાં કોહલીએ હવામાં કૂદકો મારીને પકડ્યો કેચ, બની ગયો ભારતનો સૌથી સફળ ફિલ્ડર

Megha

Last Updated: 03:49 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચની ત્રીજી ઓવરમાં વિરાટ કોહલીએ શાનદાર કેચ પકડીને મિશેલ માર્શને પેવેલિયન પરત મોકલ્યો હતો. સાથે જ કોહલી વર્લ્ડ કપમાં ભારતનો સૌથી સફળ ફિલ્ડર બની ગયો

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે
  • ત્રીજી જ ઓવરમાં વિરાટ કોહલીએ શાનદાર કેચ પકડ્યો 
  • વિરાટ કોહલી વર્લ્ડ કપમાં ભારતનો સૌથી સફળ ફિલ્ડર બની ગયો 

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 5મી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. નોંધનીય છે કે શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં રમી રહ્યો નથી. ટીમ ઈન્ડિયા ભલે બેટિંગમાં ગિલની ખોટ અનુભવી રહી હોય પરંતુ ફિલ્ડિંગમાં એવું લાગતું નથી. ત્રીજી જ ઓવરમાં વિરાટ કોહલીએ સ્લિપમાં શાનદાર કેચ લઈને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર મિશેલ માર્શને પેવેલિયન પરત મોકલી દીધો હતો.

વિરાટે કૂદકો મારીને કેચ પકડ્યો
ઓસ્ટ્રેલિયા માટે મિશેલ માર્શ શાનદાર ફોર્મમાં છે. તેણે ભારત સામેની વનડે સીરિઝમાં સારી બેટિંગ કરી હતી. પરંતુ તે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જસપ્રીત બુમરાહે ત્રીજી ઓવરનો બીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. બોલ બાઉન્સ થયો હતો અને માર્શના બેટની બહાર તરફ સ્લિપ તરફ લઈ ગયો હતો. વિરાટ કોહલીએ ડાબી બાજુ કૂદીને બોલ કેચ કર્યો હતો.

વર્લ્ડ કપનો સૌથી સફળ ભારતીય ફિલ્ડર
આ કેચ સાથે વિરાટ કોહલી વર્લ્ડ કપમાં ભારતનો સૌથી સફળ ફિલ્ડર બની ગયો છે. ચોથો વર્લ્ડ કપ રમી રહેલા વિરાટનો આ 15મો કેચ હતો. તેણે સૌથી વધુ કેચ લેવાના મામલે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો. ભૂતપૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ વર્લ્ડ કપમાં ભારત તરફથી 14 કેચ પકડ્યા છે. કપિલ દેવ અને સચિન તેંડુલકરે ફિલ્ડર તરીકે 12-12 કેચ પકડ્યા છે. સાથે જ વનડેમાં કોહલીનો આ 146મો કેચ છે. 

ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ કેચ પકડનાર (નોન-વિકેટકીપર)
15 - વિરાટ કોહલી*
14 - અનિલ કુંબલે
12 - કપિલ દેવ
12 - સચિન તેંડુલકર

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ