બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Shami Record set after brilliant performance in match against Sri Lanka

World Cup 2023 / શીર્ષ પર શમી...: શ્રીલંકા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન બાદ બનાવ્યો એવો રેકૉર્ડ, ભલભલા બોલર્સ પછડાયા, દૂર દૂર સુધી કોઈ નથી

Megha

Last Updated: 09:13 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકા સામેની મેચમાં શમીએ પાંચમી વિકેટ લેતા જ તે ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથને પાછળ છોડીને વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો

  • ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાની ટીમને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું 
  • આ મેચ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે ખાસ હતી
  • શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો

ICC વર્લ્ડ કપની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ભારતીય ટીમ માટે શાનદાર રહી હતી અને તેણે શ્રીલંકાની ટીમને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 357 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે ખાસ હતી. આ મેચમાં તે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

શ્રીલંકા સામેની મેચમાં મોહમ્મદ શમીએ તેની પાંચમી વિકેટ લેતા જ તે ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથને પાછળ છોડીને વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. શમીએ તેની વર્લ્ડ કપ કારકિર્દીમાં 45 વિકેટ ઝડપી છે. હવે આ યાદીમાં ઝહીર ખાનનું નામ બીજા નંબર પર છે. જેણે વર્લ્ડ કપમાં 44 વિકેટ લીધી છે. ત્રીજા નંબર પર જવાગલ શ્રીનાથનું નામ છે, તેણે વર્લ્ડ કપમાં 44 વિકેટ પણ લીધી છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં જસપ્રીત બુમરાહ ચોથા સ્થાને છે. તેને અત્યાર સુધીમાં 33 વિકેટ પોતાના નામે કરી છે. અનિલ કુંબલેનું નામ પાંચમા નંબર પર છે. તેણે 31 વિકેટ લીધી છે.

મોહમ્મદ શમીએ શ્રીલંકા સામે તેનું શાનદાર બોલિંગ ફોર્મ ચાલુ રાખ્યું, તેણે આ મેચમાં 5 ઓવર ફેંકી. આમાં, તેણે 1 મેડન બોલિંગ કરતી વખતે 18 રન આપ્યા અને 5 વિકેટ લીધી. આ પાંચ વિકેટ સાથે, શમી હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં મિચેલ સ્ટાર્ક સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. શમી અને સ્ટાર્કે પોતાની વર્લ્ડ કપ કારકિર્દીમાં 3-3 વખત આ સિદ્ધિ મેળવી છે.

શમી વિશ્વકપમાં ત્રણ વિકેટ લેનારો એકમાત્ર ભારતીય છે.કપિલ દેવ, રોબિન સિંહ, વેંકટેશ પ્રસાદ, આશિષ નેહરા અને યુવરાજ સિંહે એક-એક વખત પાંચ વિકેટ ઝડપી હતી. શમી આ વર્લ્ડ કપમાં બે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. શમી ઉપરાંત રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોકનું નામ ઓવરઓલ લિસ્ટમાં સામેલ છે, જેમણે બે એવોર્ડ જીત્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ