બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Ravindra leads behind Kohli and de Kock, Rohit Sharma falls behind, now Sachin's record is in danger

World Cup 2023 / કોહલી અને ડીકૉકને ક્યાંય પાછળ કરીને આગળ નીકળ્યો રવીન્દ્ર, રોહિત શર્મા પછડાયો, હવે સચિનનો મહારેકૉર્ડ ખતરામાં

Megha

Last Updated: 10:49 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલની ઉંબરે પહોંચાડવામાં ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રએ મહત્વની ભૂમિકા ભજવી છે, જેણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે.

  • વર્લ્ડ કપ 2023માં ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલની રેસમાં આગળ આવી ગયું છે
  • ટીમને અહિયાં સુધી પંહોચાડવામાં રચિન રવિન્દ્રની ભૂમિકા મહત્વની 
  • રચિન ધીમે ધીમે સચિન તેંડુલકરનો 'મહાન રેકોર્ડ' તોડવા તરફ આગળ વધ્યો 

શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલની રેસમાં આગળ આવી ગયું છે. શ્રીલંકા સામેની જીતની સાથે  5 જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઈન્ટે ચોથા નંબરે આવી ગયું છે. મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 23.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. 

ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલની ઉંબરે પહોંચાડવામાં ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રએ મહત્વની ભૂમિકા ભજવી છે, જેણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે. તે વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રચિને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો હતો. 

એવામાં હવે રચિન ધીમે ધીમે સચિન તેંડુલકરનો 'મહાન રેકોર્ડ' તોડવા તરફ આગળ વધી રહ્યો છે.

એ વાત તો નોંધનીય જ છે કે 23 વર્ષના ડાબા હાથના બેટ્સમેન રચિન રવિન્દ્રએ આ વર્લ્ડ કપની 9 ઇનિંગ્સમાં 3 સદી અને 2 અડધી સદીની મદદથી સૌથી વધુ 565 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રવિન્દ્રએ ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો હતો. ડી કોકે 8 ઇનિંગ્સમાં 4 સદીની મદદથી 550 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલી 8 ઇનિંગ્સમાં 543 રન સાથે બીજાથી ત્રીજા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર 446 રન સાથે ચોથા સ્થાને છે જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 442 રન સાથે પાંચમા સ્થાને છે.

સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા
રચિન રવિન્દ્ર હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવા પર છે.  સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન બીજા સ્થાને છે. હેડનના નામે 11 મેચમાં 659 રન છે, જ્યારે રોહિત શર્મા 648 રન સાથે ત્રીજા સ્થાન પર છે. રોહિતે 2019 વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. રચીનના પ્રદર્શનને જોઇને લાગી રહ્યું છે કે આ વર્લ્ડ કપમાં તે સચિનનો રેકોર્ડ તોડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ