બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Kohli can break Sachin's record in semi-final, just a century away from the target

World Cup 2023 / IND Vs NZ: આજે સેમી ફાઇનલની જંગમાં કોહલી તોડી શકે છે સચિનનો આ વિરાટ રેકોર્ડ, લક્ષ્યથી માત્ર એક સદી દૂર

Megha

Last Updated: 08:57 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન અને કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 49-49 સદી ફટકારી છે. હવે જો કોહલી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારે છે તો તે વિશ્વનો સૌથી વધુ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની જશે.

  • કોહલી પાસે સચિન તેંડુલકરના બે રેકોર્ડ તોડવાની સુવર્ણ તક
  • હાલ સચિનનો રેકોર્ડ તોડવાથી કોહલી એક સદી દૂર  
  • આ વખતે વિરાટ કોહલી ત્રણ મેચમાં સદી ચૂકી ગયો

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં હવે સેમિફાઇનલ રાઉન્ડ શરૂ થયો છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ આજે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે બપોરે 2 વાગ્યાથી રમાશે, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને ટકરાશે. આ શાનદાર મેચમાં વિરાટ કોહલી પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના કેટલાક ઐતિહાસિક રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે. 

સચિનનો રેકોર્ડ તોડવાથી કોહલી એક સદી દૂર  
વાસ્તવમાં, આ વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ છે. આ મહિને 5 નવેમ્બરના રોજ, કોહલીએ સાઉથ આફ્રિકા સામે 121 બોલમાં 101 રનની અણનમ ઇનિંગ રમીને સચિનના 49 ODI સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. કોહલીએ કારકિર્દીની 277મી વનડે ઇનિંગ્સમાં આ તોફાની સદી ફટકારી હતી. જ્યારે સચિને તેની 451મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

કોહલી 50 ODI સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની જશે 
સચિને તેની કારકિર્દીમાં 463 ODI રમી હતી, જેમાં તેણે 452 ઇનિંગ્સમાં 44.83ની એવરેજથી 18426 રન બનાવ્યા હતા. તેણે કુલ 49 ODI સદી ફટકારી છે. સચિન અને કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 49-49 સદી ફટકારી છે. હવે જો કોહલી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારે છે તો તે વિશ્વનો સૌથી વધુ અને 50 ODI સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની જશે.

આ વખતે વિરાટ કોહલી ત્રણ મેચમાં સદી ચૂકી ગયો
પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી આ વખતે ODI વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં તેણે 2 સદી અને 5 અર્ધસદી ફટકારી છે. આ વર્લ્ડ કપમાં કોહલી ન્યૂઝીલેન્ડ સામે 95 રન બનાવ્યો હતો અને સદી ચૂકી ગયો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે 85 રન અને શ્રીલંકા સામે 88 રનની ઇનિંગ્સ પણ રમી હતી. એટલે કે આ બંને મેચમાં પણ કોહલી સદીની નજીક પહોંચી ગયો હતો. જો આમાંથી એક પણ સદી પૂરી થઈ હોત તો સચિનનો સૌથી વધુ સદીનો રેકોર્ડ પહેલેથી જ તૂટી ગયો હોત.

કોહલી તોડી શકે છે સચિનનો આ બીજો રેકોર્ડ 
કોહલીએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાં તેણે 99ની એવરેજથી 594 રન બનાવ્યા છે. જો કોહલી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 80 રન બનાવશે તો તે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવશે. હાલમાં આ અદ્ભુત રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેણે 2003 વર્લ્ડ કપમાં 11 મેચમાં સૌથી વધુ 673 રન બનાવ્યા હતા. ત્યારે તેની એવરેજ 61.18 હતી.

વર્તમાન વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો ટોપ સ્કોરર ભારતીય
વિરાટ કોહલી - 594 રન
રોહિત શર્મા - 503 રન
શ્રેયસ ઐયર - 421 રન
કેએલ રાહુલ - 347 રન
શુભમન ગિલ - 270 રન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ