બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 IND vs NED match practice chance suryakumar yadav ravindra jadeja prasidh krishna

ક્રિકેટ / IND vs NED: સેમી ફાઇનલમાં વિજય મેળવવા ટીમ ઇન્ડિયામાં આ ફેરફાર જરૂરી, નહીં તો આવશે નુકસાન વેઠવાનો વારો

Arohi

Last Updated: 09:28 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 IND vs NED: વર્લ્ડ કપની દરેક 8 મેચોમાં ટીમ ઈન્ડિયાએ દરકે મોર્ચા પર લગભગ પરફેક્ટ પર્ફોર્મન્સ આપ્યું છે અને જે ખેલાડીઓને તક મળી છે તેમણે નિરાશ નથી કર્યા.

  • ટીમ ઈન્ડિયાએ સતત 8 મેચોમાં મેળવ્યો વિજય
  • ટીમ ઈન્ડિયામાં ફેરફાર જરૂરી
  • નહીં તો સેમીફાઈનલમાં થઈ શકે છે મોટુ નુકસાન 

વર્લ્ડ કપ 2023ની 44 મેચો બાદ આખરે સેમીફાઈનલની 4 ટીમોનો નિર્ણય થઈ ગયો છે. સતત 8 મેચો જીતનાર ટીમ ઈન્ડિયાએ સૌથી પહેલા સેમીફાઈનલમાં જગ્યા બનાવી. જેના બાદ સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા પણ પહોંચ્યા. હવે ન્યૂઝીલેન્ડે પણ ઓફિશ્યલ રીતે પોતાનું નામ લખાવ્યું છે. 

હવે અજબ સંયોગ છે કે ફરીથી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે. આ મેચની તૈયારી માટે ટીમ ઈન્ડિયાની પાસે એક છેલ્લી તક છે નેધરલેન્ડની સામે મેચ. રવિવારે 12 નવેમ્બરે બેંગ્લોરમાં ટીમ ઈન્ડિયા મેચ રમશે તેમાં ટીમ ઈન્ડિયાએ કંઈક ખાસ ફેરફાર કરવાની જરૂર રહેશે. 

ટીમ ઈન્ડિયાનું દમદાર પ્રદર્શન 
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની પોતાની દરેક મેચમાં સતત દમદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલે બેટિંગમાં સૌથી વધારે યોગદાન આપ્યું છે. ત્યાં જ બેટ્સમેનોમાં પણ જબરદસ્ત પ્રદર્શન અત્યાર સુધી કર્યું છે અને ટીમને સતત 8 જીત અપાવી છે. 

હવે નેધરલેન્ડના વિરૂદ્ધ મેચ ફક્ત એક ઔપચારિકતા છે. દિવાળીનો દિવસ હોવાના કારણે આ મેચ પર કદાચ ઓછા લોકોનું ધ્યાન રહેશે પરંતુ ટીમ ઈન્ડિયાને આ મેચમાં અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જેથી ન્યૂઝીલેન્ડના સામે મેચથી પહેલા દરેક ખેલાડી સંપૂર્ણ રીતે તૈયાર રહે. 

સૂર્યા-જાડેજાને પ્રમોટ
ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરે ટૂર્નામેન્ટમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરશે. શુભમન ગિલ જોકે ખૂબ વધારે સારી ઈનિંગ નથી રમી શક્યા. પરંતુ સારી શરૂઆત અપાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે. 

ત્યાં જ શ્રેયસ અય્યર અને રાહુલે પણ વચ્ચે વચ્ચે સારો સપોર્ટ કર્યો છે. રોહિત અને વિરાટનું ફોર્મ સારૂ છે. બેટ્સમેનમાં ફક્ત સૂર્યકુમાર યાદવ અને રવીનેદ્ર જાડેજા જ બે એવા નામ છે જેમણે વધારે બોલનો સામનો નથી કર્યો. 

જોકે બન્નેનો રોલ પણ ફિનિશરનો છે પરંતુ 2019ની સેમીફાઈનલમાં જે થયું તેને જોતા ટીમ ઈન્ડિયા પોતાના લોઅર-મિડલ ઓર્ડરને પણ એવી સ્થિતિ માટે તૈયાર રાખવા માંગશે. સૂર્યાએ પણ અત્યાર સુધી 4 ઈનિંગમાં ફક્ત 74 બોલનો સામનો કર્યો છે. જ્યારે જાડેજાએ 96 બોલ રમ્યા. એવામાં નેધરલેન્ડ વિરૂદ્ધ બન્નેને પ્રમોટ કરી ચેથા અને પાંચમાં નંબર પર ઉતારી શકાય છે. જેથી બન્ને લાંબી ઈનિંગ રમી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ