બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 IND vs AUS: This one player's mistake has cost Australia a lot, at point India almost lost

ક્રિકેટ / IND vs AUS: આ એક ખેલાડીની ભૂલ ઓસ્ટ્રેલિયાને પડી ભારે, જિંદગીભર નહીં ભૂલે આ કારમા પરાજયને

Megha

Last Updated: 11:17 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમની બેટિંગની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ માત્ર બે રનના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે એક મોટી ભૂલ કરી જે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

  • વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું 
  • ઓસ્ટ્રેલિયન ટીમની એક ભૂલ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ 
  • ભારતે માત્ર 2 રનના સ્કોર પર ત્રણ મહત્વની વિકેટ ગુમાવી હતી 

ICC ODI વર્લ્ડ કપમાં ભારતે રવિવારે બે રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટની શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા 199 રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ભારતીય બેટિંગની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સહિત ફેન્સણઆ શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. 

ઓસ્ટ્રેલિયન ટીમની આ ભૂલ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ 
ભારતીય ટીમની બેટિંગની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ માત્ર બે રનના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે એક મોટી ભૂલ કરી જે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી જ્યારે માત્ર 12 રન પર રમી રહ્યા હતા ત્યારે તે જોશ હેઝલવુડના બોલ પર મિશેલ માર્શના હાથે કેચ આઉટ થતાં થતાં બચી ગયા હતા.  આ પછી વિરાટ કોહલીએ 85 રનની શાનદાર ઇનિંગ રમી અને કેએલ રાહુલ સાથે 165 રનની ભાગીદારી કરી. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો માર્શે તે કેચ પકડી લીધો હોત તો લગભગ મેચનું પરિણામ કઇંક બીજું હોત. 

ભારતે માત્ર 2 રનના સ્કોર પર ત્રણ મહત્વની વિકેટ ગુમાવી 
રવિવારે રમાયેલી આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. ભારતીય સ્પિનરોની શાનદાર બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં માત્ર 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 200 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતે માત્ર 2 રનના સ્કોર પર ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

કોહલીનો મિસ કેચ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો
આ પછી પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને કેએલ રાહુલે ભારતની કમાન સંભાળી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે એક મોટી ભૂલ કરી જે ઓસ્ટ્રેલિયન ટીમને મોંઘી સાબિત થઈ. જે સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 20 રન હતો ત્યારે વિરાટ કોહલી માત્ર 12 રન પર રમી રહ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શે જોશ હેઝલવુડના બોલ પર જોરદાર ભૂલ કરી હતી. તેણે વિરાટ કોહલીનો આસાન કેચ છોડ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્શને આ ભૂલનો જીવનભર પસ્તાવો થશે
ઈનિંગની આઠમી ઓવર દરમિયાન કોહલીએ હેઝલવુડના ત્રીજા બોલ પર એરિયલ શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ હવામાં નજીક જ ઉછળ્યો. વિકેટકીપર એલેક્સ કેરી અને ફિલ્ડર મિશેલ માર્શ કોહલીનો કેચ પકડવા દોડ્યા હતા, પરંતુ બંને વચ્ચે મૂંઝવણ સર્જાઈ હતી. આ કારણે બોલ નીચે પહોંચવા છતાં માર્શ કોહલીનો કેચ પકડી શક્યો નહોતો.કોહલીની આ મિસ થયેલ કેચ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને આ પછી કોહલીએ કોઈ ભૂલ કર્યા વિના શાનદાર 85 રન બનાવીને ટીમ ઈન્ડિયાની જીતનો માર્ગ મોકળો કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્શને આ ભૂલનો જીવનભર પસ્તાવો થશે.

કેચ ચૂકી ગયા બાદ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી
કિંગ કોહલીએ 116 બોલમાં 85 રનની ઇનિંગ રમી અને આ દરમિયાન તેણે 6 ચોગ્ગા ફટકાર્યા. તેણે કેએલ રાહુલ સાથે 165 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીતના આરે પહોંચાડી હતી. વિરાટ કોહલી સિવાય કેએલ રાહુલે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 115 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી. આ દરમિયાન તેણે આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેણે સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. બાદમાં કેએલ રાહુલને આ શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. કોહલી અને કેએલ રાહુલની શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 41.2 ઓવરમાં 201 રન બનાવીને શાનદાર જીત હાંસલ કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ