બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 IND Vs AUS: Ishan Kishan to open the innings in place of Gill, how has the record been as an opener? know

વર્લ્ડ કપ 2023 / IND Vs AUS: ગિલના સ્થાને ઈશાન કિશન કરશે ઇનિંગની શરૂઆત, ઓપનર તરીકે કેવો રહ્યો છે રેકોર્ડ? જાણો

Megha

Last Updated: 02:51 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગીલને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતના પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું નથી. ગિલની જગ્યાએ ઈશાન કિશનને ઓપનિંગની કમાન સોંપવામાં આવી છે.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ રમાઈ રહી છે
  • શુભમન ગિલની જગ્યાએ ઈશાન કિશનઓપનિંગની કમાન સંભાળશે 
  • ઓપનર તરીકે ઈશાન કિશનનો રેકોર્ડ કેવો છે? જાણો 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 5મી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ઓછા સ્કોર સુધી રોકવાનો પ્રયાસ કરશે. મેચ પહેલા જ ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમનો ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુના કારણે બહાર છે. તેના સ્થાને હવે આ ખેલાડીને ઓપનિંગની કમાન સોંપવામાં આવી છે.

ગિલની જગ્યાએ આ ખેલાડીને આપવામાં આવ્યો મોકો 
શુભમન ગિલની જગ્યાએ ઈશાન કિશન ઓપનિંગ કરશે. ઈશાન કેપ્ટન રોહિત શર્મા સાથે મેચની શરૂઆત કરશે અને આ માહિતી ખુદ ભારતીય કેપ્ટને આપી હતી. સાથે જ શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવ પણ ભારતીય ટીમના પ્લેઈંગ-11માં જગ્યા બનાવી શક્યા નથી.

ઓપનર તરીકે ઈશાન કિશનનો રેકોર્ડ કેવો છે?
2021માં ડેબ્યૂ કર્યા બાદ, ઈશાન કિશને તેની ODI કારકિર્દીમાં 25 મેચોમાં 44.30ની સરેરાશ અને 102.42ની ઝડપી સ્ટ્રાઈક રેટથી 886 રન બનાવ્યા છે. એક ODI બેટ્સમેન તરીકે તેની 25 મેચોમાંથી, કિશને સાત વખત ઇનિંગ્સની શરૂઆત કરી છે. આ મેચોમાં 74.66ની શાનદાર એવરેજથી 448 રન બનાવ્યા છે અને સ્ટ્રાઈક રેટ 125.13 રહ્યો છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે કિશનના નામે એક સદી અને ત્રણ અર્ધસદી છે. સાથે જ 2022માં બાંગ્લાદેશ સામે 24 વર્ષ અને 154 દિવસની ઉંમરે બેવડી સદી (210) ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી છે.

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ