બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 BCCI gave a big update to Shubman Gill, will he play another match against Afghanistan

World Cup 2023 / શુભમન ગિલ વિશે BCCIએ આપ્યું મોટું અપડેટ, દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે બીજી મેચ રમશે કે નહીં? જાણો

Megha

Last Updated: 04:33 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે તેની આગામી મેચ અફઘાનિસ્તાન સામે 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમવાની છે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં એક પ્રશ્ન હતો કે તે આ મેચમાં રમશે કે નહીં, પરંતુ હવે BCCIએ સત્તાવાર માહિતી આપી છે.

  • ભારતે તેની આગામી મેચ અફઘાનિસ્તાન સામે 11 ઓક્ટોબરે રમશે 
  • શુભમન ગિલ અફઘાનિસ્તાન સામેની મેચમાં રમી શકશે કે નહીં? 
  • BCCIએ સત્તાવાર માહિતી આપતા જણાવી અપડેટ 

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા ડેન્ગ્યુ થયો હતો. આ કારણે તે 8 ઓક્ટોબરે વર્લ્ડ કપ 2023ની પોતાની પ્રથમ મેચમાં રમી શક્યો નહોતો. આ પછી સવાલો ઉઠી રહ્યા છે કે શુભમન 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામેની ટીમ ઈન્ડિયાની બીજી મેચમાં રમી શકશે કે નહીં? 

શુભમન ગિલ અફઘાનિસ્તાન સામેની મેચમાં રમી શકશે કે નહીં? 
ચેન્નાઈ પહોંચતા જ ગિલને ખૂબ તાવ આવ્યો હતો અને ત્યારબાદ તેમને ડેન્ગ્યુ હોવાની પુષ્ટિ થઈ હતી. એ બાદ પ્રથમ મેચમાં શુભમનની જગ્યાએ ઈશાન કિશનને જગ્યા મળી હતી અને તે ખાતું ખોલાવ્યા વગર પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ટીમને ઇન-ફોર્મ શુભમનની સખત જરૂર છે. આ અંગે એક નવું અને મોટું અપડેટ સામે આવ્યું છે. હવે બીસીસીઆઈએ તેના સંબંધમાં મહત્વપૂર્ણ અપડેટ આપતા કહ્યું છે કે ગિલ અફઘાનિસ્તાન સામેની આગામી મેચ નહીં રમી શકે.

11મી ઓક્ટોબરે રમનાર બીજી મેચમાં પણ નહીં જોવા મળે ગિલ 
BCCIએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનો બેટર શુભમન ગિલ 9મી ઑક્ટોબર 2023ના રોજ ટીમ સાથે દિલ્હી જશે નહીં. ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ટીમનો પહેલો મેચ ચૂકી ગયેલો ઓપનિંગ બૅટર 11મી ઓક્ટોબરે દિલ્હીમાં રમનારી અફઘાનિસ્તાન સામેની આગામી મેચમાં પણ નહીં રમે. 

ચેન્નાઈમાં જ મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે ગિલ 
ભારતે તેની આગામી મેચ અફઘાનિસ્તાન સામે 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમવાની છે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં એક પ્રશ્ન હતો કે તે આ મેચમાં રમશે કે નહીં, પરંતુ હવે બીસીસીઆઈએ પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધી છે. દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની આગામી મેચમાં શુભમન રમશે નહીં અને ચેન્નાઈમાં જ મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે.

14મી ઓક્ટોબરે છે ભારત- પાકિસ્તાન વચ્ચે મેચ 
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાવાની છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હવે પ્રશ્ન એ રહ્યો કે આ મેચ શુભમન ગિલ રમશે કે નહીં? નોંધનીય છે કે ભારતે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ