બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 After the win against Australia, Virat Kohli got a special medal, VIDEO viral

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ વિરાટ કોહલીને મળ્યું ખાસ મેડલ, ડ્રેસિંગ રૂમમાં કરી જબરદસ્ત ઉજવણી, VIDEO વાયરલ

Megha

Last Updated: 12:58 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: BCCIએ 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ વિરાટ કોહલીને બેસ્ટ ફિલ્ડર મેડલ આપ્યું અને તેનો વીડિયો પણ શેર કર્યો છે.

  • વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું 
  • મેચમાં કોહલીનું બેટની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ જબરદસ્ત યોગદાન રહ્યું 
  • બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ જીતીને કોહલીએ આ રીતે ઉજવણી કરી, વિડીયો વાયરલ 

ભારતે ODI વર્લ્ડ કપ 2023માં વિજયી શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈના મેદાન પર રમાયેલી મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી. જો કે ટીમ ઈન્ડિયાને આ જીત સરળતાથી મળી ન હતી. કાંગારૂ ટીમે આપેલા 200 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમે એક સમયે 2ના સ્કોર પર પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ કેએલ રાહુલ સાથે મળીને ભારતની વાપસી કરી હતી. 

કોહલીનું બેટની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ જબરદસ્ત યોગદાન રહ્યું 
ઓસ્ટ્રેલીયા સામેની આ મેચમાં કોહલીએ 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોહલીનું બેટની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ જબરદસ્ત યોગદાન હતું અને આ માટે તેને ભારતીય ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર નો વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કોહલી આ એવોર્ડ જીતીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો અને તેણે મસ્તીભરી રીતે મેડલની ઉજવણી પણ કરી હતી. સાથે જ સારી ફિલ્ડિંગ માટે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ જીતીને કોહલીએ આ રીતે કરી ઉજવણી
BCCIએ 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ કોહલીને સર્વશ્રેષ્ઠ ફિલ્ડર મેડલ આપ્યું અને તેનો વીડિયો પણ શેર કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બાદ તમામ ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ખુશખુશાલ મૂડમાં જોવા મળ્યા હતા. વિડીયોમાં જોવા મળે છે કે કોહલીએ તેના બંને હાથ ઉંચા કર્યા અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ દ્વારા વિજેતા તરીકે તેનું નામ સાંભળીને તેના સાથી ખેલાડીઓ તરફથી શુભેચ્છાઓ સ્વીકારી. આ પછી, તેણે મેડલ પહેર્યો અને પછી તેને મોંમાં રાખીને પોઝ આપતો જોવા મળ્યો.

આ પહેલીવાર છે જ્યારે કોઈ ખેલાડીને ભારતીય ડ્રેસિંગ રૂમમાં ફિલ્ડિંગ માટે મેડલ આપવામાં આવ્યો હોય. હવે જોવાનું એ રહે છે કે અન્ય કયા ખેલાડીઓ ભારતની આગામી વર્લ્ડ કપ મેચો જીતવામાં સફળ થાય છે.

ભારતના ત્રણ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા 
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનના ટાર્ગેટ માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. ભારતીય ટીમના 3 બેટ્સમેન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર માત્ર 2 ઓવરમાં આઉટ થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે ત્રણેય ખાતું ખોલાવ્યા વગર જ પરત ફર્યા હતા. 

ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને પલટાવી નાખી હતી.  કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ