બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / સ્પોર્ટસ / World cup 2019- Round robin and knockout format cricket

ક્રિકેટ / ૨૩ વર્ષ બાદ કરાયેલા ફેરફારથી વર્લ્ડકપની મજા બેવડાઈ જશે

vtvAdmin

Last Updated: 05:22 PM, 21 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વકપ ફરી એક વાર પોતાના અસલી અંદાજમાં પાછો ફર્યો છે અને રાઉન્ડ રોબિન  અને નોકઆઉટ ફોર્મેટમાં રમાશે. ફરી એક વાર આ ફોર્મેટને કારણે વિશ્વકપની મજા બેવડાઈ  જશે. વર્ષ ૧૯૭૫માં વિશ્વકપની શરૂઆત આ ફોર્મેટ સાથે જ થઈ હતી અને સતત છ વિશ્વકપ આ જ ફોર્મેટ પ્રમાણે રમાતા રહ્યા.

આગામી વર્લ્ડકપ ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહ્યો છે. વિશ્વકપ ફરી એક વાર પોતાના અસલી અંદાજમાં પાછો ફર્યો છે અને રાઉન્ડ રોબિન  અને નોકઆઉટ ફોર્મેટમાં રમાશે. ફરી એક વાર આ ફોર્મેટને કારણે વિશ્વકપની મજા બેવડાઈ  જશે. વર્ષ ૧૯૭૫માં વિશ્વકપની શરૂઆત આ ફોર્મેટ સાથે જ થઈ હતી અને સતત છ વિશ્વકપ આ જ ફોર્મેટ પ્રમાણે રમાતા રહ્યા. છેલ્લે વર્ષ ૧૯૯૬માં વિશ્વકપ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ ફોર્મેટમાં રમાયો હતો. હવે ૨૩ વર્ષ બાદ વિશ્વકપમાં આ ફોર્મેટની વાપસી થઈ છે. ભારતે પહેલી વાર ૧૯૮૩માં પોતાનો પ્રથમ વિશ્વકપ આ જ ફોર્મેટમાં જીત્યો હતો. આમ ૨૩ વર્ષ બાદ ફરી એક વાર આઇસીસીએ આ ફોર્મ્યુલામાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ફોર્મેટ ઘણું મજેદાર છે, કારણ કે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી બધી ટીમવચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે.

આ ફોર્મેટમાં બધી ટીમ એકબીજા સામે રમે છે. આ વિશ્વકપમાં કુલ ૧૦ ટીમ ભાગ લઈ રહી છે. આ વખતે કુલ ૪૫ લીગ રમાશે અને ત્યાર બાદ પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને રહેલી ચાર ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલમાં પહોંચનારીE ટોચની ચાર ટીમમાં પ્રથમ સ્થાને રહેલી ટીમની મેચ ચોથા નંબર પર રહેલી ટીમ સામે રમાશે, જ્યારે બીજા નંબરની ટીમનો મુકાબલો ત્રીજા સ્થાને રહેલી ટીમ સામે થશે.

આ વખતે દરેક ટીમ સામે સેમિફાઇનલમાં પહોંચવાની બરોબર તક રહેશે. આઇસીસી રેન્કિંગમાં આઠ નંબર સુધી આવનારી ટીમને વિશ્વકપમાં સીધો પ્રવેશ મળ્યો છે, જ્યારે બે ટીમે ક્વોલિફાઇંગ મેચ દ્વારા  વિશ્વકપમાં એન્ટ્રી મેળવી છે. જોકે કેટલીક ટીમ વિશ્વકપની પ્રબળ દાવેદાર છે, પરંતુ જો વિન્ડીઝ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમનો દિવસ હોય તો તેઓ કોઈ પણ ટીમને ચોંકાવી શકે છે. 

કયા ફોર્મેટમાં રમાયા વિશ્વકપ?
•    ૧૯૭૫ પ્રથમ વિશ્વકપઃ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ ફોર્મેટ.
•    ૧૯૭૯ બીજો વિશ્વકપઃ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ ફોર્મેટ.
•    ૧૯૮૩ ત્રીજો વિશ્વકપઃ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ ફોર્મેટ.
•    ૧૯૮૭ ચોથો વિશ્વકપઃ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ ફોર્મેટ.
•    ૧૯૯૨ પાંચમો વિશ્વકપઃ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ ફોર્મેટ.
•    ૧૯૯૬ છઠ્ઠો વિશ્વકપઃ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ ફોર્મેટ.
•    ૧૯૯૯ સાતમો વિશ્વકપઃ ગ્રૂપ એન્ડ સુપર સિક્સ ફોર્મેટ.
•    ૨૦૦૩ આઠમો વિશ્વકપઃ ગ્રૂપ એન્ડ સુપર સિક્સ ફોર્મેટ.
•    ૨૦૦૭ નવમો વિશ્વકપઃ ગ્રૂપ સ્ટેન્જ એન્ડ નોકઆઉટ ફોર્મેટ.
•    ૨૦૧૧ દસમો વિશ્વકપઃ ગ્રૂપ સ્ટેન્જ એન્ડ નોકઆઉટ ફોર્મેટ.
•    ૨૦૧૫ અગિયારમો વિશ્વકપઃ ગ્રૂપ સ્ટેન્જ એન્ડ નોકઆઉટ ફોર્મેટ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ