બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Work to make Gujarat Legislative Assembly paperless has started

ગાંધીનગર / હાઈટેક બનશે ગુજરાતની વિધાનસભા: દરેક ટેબલ પર હશે લેપટોપ, નવા બીલ પણ કાગળમાં નહીં આવે

Malay

Last Updated: 02:21 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Legislative Assembly paperless: ગુજરાત વિધાનસભાને સપ્ટેમ્બર 2023 સુધીમાં પેપરલેસ કરવાની કવાયત શરૂ, વિધાનસભામાં તમામ ધારાસભ્યોના ટેબલ પર લેપટોપ અથવા ટેબલેટ લાગશે.

  • ગુજરાત વિધાનસભા બનશે પેપરલેસ
  • વિધાનસભા સત્ર પહેલાં બનશે પેપરલેસ
  • MLAના ટેબલ પર મુકવામાં આવશે ટેબલેટ

ગુજરાત સરકારના પેપરલેસ ઇ-ગવર્નન્સ મોડલ બાદ હવે ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાને સપ્ટેમ્બર સુધીમાં પેપરલેસ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર પહેલા ગુજરાત વિધાનસભા પેપરલેસ બનશે. 

ગૃહમાં કરાશે ઓનલાઇન કામગીરી
વિધાનસભામાં તમામ ધારાસભ્યોના ટેબલ પર કાગળને બદલે હવે લેપટોપ અથવા ટેબલેટ મૂકવામાં આવશે.વિધાનસભામાં તમામ ધારાસભ્યોના ટેબલ પર વાયરલેસ ઇન્સ્ટ્રુમેન્ટ પણ લગાવવામાં આવશે. સાથે જ તમામ ધારાસભ્યોએ ગૃહમાં ઓનલાઈન કામગીરી કરવાની રહેશે.     

VTV Gujarati News and Beyond on Twitter: "BIG BREAKING | વિધાનસભાના સત્રના  અંત સુધી ગૃહમાં આજે હાજર રહેલા કોંગ્રેસના તમામ MLA સસ્પેન્ડ, વિધાનસભા  અધ્યક્ષ શંકર ચૌધરી ...

એપ્લિકેશન મારફતે જ ફાઇલ કરી શકાશે પ્રશ્નો
નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઇન ટેબલેટ-લેપટોપ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે અને કોઇ પત્રવ્યવહાર કરવાની માથાકૂટ રહેશે નહીં. આ સિવાય ધારાસભ્યો પ્રશ્નો પણ એપ્લિકેશન મારફતે જ ફાઇલ કરી શકશે. આ માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગને કામ સોંપવામાં આવ્યું છે. તેઓ એક સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપ કરતી કંપનીને કોન્ટ્રાક્ટ આપશે. 

May be an image of 1 person, standing and indoor
PHOTO: FACEBOOK @Shankar Chaudhary

શંકર ચૌધરીએ ઝડપ્યું બીડું
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાને પેપરલેસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે તેઓ વિધાનસભના અધ્યક્ષ હતા. જોકે, હવે વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરીએ આ બીડું ઝડપી લીધું છે. શંકર ચૌધરીએ જણાવ્યું છે કે, મારે વિધાનસભા ગૃહને ડિઝિટલ બનાવી પેપરલેસ કરવું છે. જે માટે કામગીરી ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ