બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Wopinion of the people of Sabarkantha People show mood before elections, see Janmat Express

જનમત એક્સપ્રેસ / સાબરકાંઠાના લોકોનો શું છે મત ? ચૂંટણી પહેલા જનતાએ બતાવ્યો મિજાજ, જુઓ જનમત એક્સપ્રેસ

Dinesh

Last Updated: 12:15 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

janmat express: સાબરકાંઠા લોકસભા બેઠક પરથી વિજેતા દેશમાં કાર્યકારી પ્રધાનમંત્રી, નાણામંત્રી બન્યા છે. રાજ્યની ઉત્તર-પૂર્વ વિસ્તારની મહત્વની લોકસભા બેઠક છે

વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ આજે સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે પહોંચી ગઈ હતી. સાબરકાંઠા લોકસભાની બેઠકનો રાજકીય નક્શા પર દબદબો રહ્યો છે. આ બેઠક પર સૌ પ્રથમ સાંસદ તરીકે ગુલઝારીલાલ નંદા ચૂંટાઇ આવ્યા હતા. તેઓ ત્રણ ટર્મ સુધી સાંસદ પદે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. સાબરકાંઠા બેઠક હવે સામાજિક સમીકરણની રીતે જોવામાં આવે તો, ક્ષત્રિય ઠાકોરનો દબદબો રહ્યો છે. તો અહીં આદીવાસી અને પાટીદાર મતદારો પણ પ્રભાવ ધરાવે છે. 

 

સાબરકાંઠા બેઠકનું રાજકીય મહત્વ 
દેશ આઝાદ થતાં જ 1951માં આ બેઠક પર પહેલી ચૂંટણી યોજાઈ હતી. પહેલી ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાનો ભવ્ય વિજય થયો હતો. 1957,1962માં પણ ગુલઝારીલાલ નંદા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. 1967,1971માં સ્વતંત્રતા પાર્ટીના સી.સી.દેસાઈની જીત્યા હતા. 1973માં કોગ્રેસમાંથી સરદાર પટેલના પુત્રી મણિબહેન ચૂંટણી જીત્યાં હતા જ્યારે 1977માં જનતા પાર્ટીના એચ.એમ.પટેલ જીતીને કેન્દ્રીય મંત્રી બન્યા હતા. 1980માં ફરી કોંગ્રેસના ઉમેદવાર શાંતનુભાઈ પટેલે ચૂંટણી જીત્યા હતા. 1984માં ફરી જનતા પાર્ટીના એચ.એમ.પટેલ આ બેઠક જીત્યા હતા. 1991માં પહેલીવાર ભાજપના ઉમેદવારની અરવિંદ ત્રિવેદી જીત થઈ તો 1996, 1998, 1999માં કોંગ્રેસના નિશા ચૌધરીનો દબદબો રહ્યો હતો. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની નીશા ચૌધરી હતા. 2001માં નિશા ચૌધરીના નિધન પછી સાબરકાંઠામાં પેટાચૂંટણી યોજાઈ. જે પેટા ચૂંટણીમાં વિજેતા કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી બન્યા હતા. 2009માં ભાજપના ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણે મધુસુદન મિસ્ત્રીને હરાવ્યા હતા. તો 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે શંકરસિંહ વાધેલાને મેદાનમાં ઉતર્યા હતા. ભાજપ ઉમેદવાર દીપસિંહ રાઠોડ સામે 84,455 મતથી શંકરસિંહ હાર્યા હતા. 2019માં દીપસિંહ સામે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર હાર્યા હતા

સાબરકાંઠા લોકસભા બેઠકની વિશેષતા
ગુજરાતમાં ઈડરિયો ગઢ જીત્યા એ વિજય અને સફળતાની પંક્તિ જાણીતી છે. બેઠકના મતક્ષેત્રમાં ઈડરિયો ગઢ, શામળાજી મંદિર, ખેડબ્રહ્માનું મા અંબાનું મંદિર આવે છે. બેઠક પર આદિવાસી, OBC અને દલિત મતદારો નિર્ણાયક છે. બેઠકના કુલ મતદારોના 85 ટકા મતદારો ગ્રામીણ વિસ્તારના છે. બેઠકના મતદારો પૈકી 65 ટકા સાક્ષર છે

લોકસભા બેઠકનું રાજકીય મહત્વ 
બેઠક પરથી વિજેતા દેશમાં કાર્યકારી પ્રધાનમંત્રી, નાણામંત્રી બન્યા છે. રાજ્યની ઉત્તર-પૂર્વ વિસ્તારની મહત્વની લોકસભા બેઠક છે. સાબરકાંઠા અને અરવલ્લી બે જિલ્લાથી રચાયેલી બેઠક છે. રાજસ્થાન સરહદ સાથે જોડાયેલી, આદિવાસી બહુમૂલક વસ્તી ધરાવે છે. વિવિધ ધર્મસ્થાનો અને સહકારી ક્ષેત્રે નામના ધરાવતી સાબર ડેરી આવેલ છે

2024માં કયા મુદ્દા મહત્વના રહેશે
પ્રધાનમંત્રી મોદીનો ચહેરો અને મોદી ગેરંટીનો નારો
OBC અનામત અને મોદી સરકારનો કલ્યાણલક્ષી અભિગમ
વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની અપેક્ષાગત ઓછી સક્રિયતા
આદિવાસી વિકાસના પ્રશ્નો, ખેડૂતો માટે MSPનો મુદ્દો 
સહકારી રાજકારણ સાથે હિંદુત્વ અને રામ મંદિરનો મુદ્દો

લોકસભા બેઠકના મહત્વના સાંસદો 
ગુલઝારીલાલ નંદા -  કોંગ્રેસ 
મણીબેન પટેલ - કોંગ્રેસ 
એચ.એમ.પટેલ - જનતા પક્ષ
નિશા ચૌધરી - કોંગ્રેસ 
અરવિંદ ત્રિવેદી - ભાજપ 

લોકસભા બેઠકની ઐતિહાસિક વિગતો
ગુલઝારીલાલ નંદા આ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટાયા હતા. બે વાર ગુલઝારીલાલ નંદા કાર્યકારી પ્રધાનમંત્રી બન્યા હતા.  સરદાર પટેલના પુત્રી મણીબેન આ બેઠક પરથી સાંસદ બન્યા હતા.  બે વાર જનતા પક્ષમાંથી એચ.એમ.પટેલ સાંસદ બન્યા હતા. એચ.એમ.પટેલ નાણાં અને ગૃહમંત્રી બન્યા હતા. પૂર્વ CM અમરસિંહ ચૌધરીના પત્ની નિશા ચૌધરી ત્રણ વાર સાંસદ બન્યા હતા. રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી સાંસદ બન્યા હતા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ