બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Women's serious allegations against sports minister

ગંભીર / ખેલમંત્રી મેસેજ કરતાં, પગ પર હાથ મૂકતાં અને કહેતા કે...: ખેલમંત્રી પર મહિલાના જુઓ ગંભીર આક્ષેપ

Priyakant

Last Updated: 01:55 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના ખેલ મંત્રી પર મહિલા કોચના ગંભીર આક્ષેપ, મંત્રીએ મને ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર મેસેજ મોકલી મળવા બોલાવી અને પછી.....

  • હરિયાણાના ખેલ મંત્રી પર મહિલા કોચના ગંભીર આક્ષેપ 
  • મહિલા કોચને મંત્રીએ કહ્યું, તમે મને ખુશ રાખો, હું તમને ખુશ રાખીશ
  • મંત્રીએ સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર સંદેશા મોકલ્યા હોવાનો પણ ઉલ્લેખ 

હરિયાણાના ખેલ મંત્રી અને ઓલિમ્પિયન સંદીપ સિંહે રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રવિવારે ખુલાસો થયો હતો કે, ચંદીગઢમાં તેની સામે મહિલા કોચની ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ પૂર્વ ભારતીય હોકી ખેલાડી સંદીપ સિંહ સવારે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને મળ્યા અને રાજીનામું સોંપ્યું. સંદીપે કહ્યું કે તેની સામેના આરોપો એક કાવતરું છે. 

પોલીસે હરિયાણાના રમતગમત મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ FIR નોંધી છે. જુનિયર મહિલા કોચે પૂર્વ હોકી ખેલાડી સંદીપ સિંહ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. હવે સંદીપ સિંહે મંત્રી પદ છોડી દીધું છે. તેમણે આરોપોને ખોટા ગણાવ્યા છે. ચંદીગઢ પોલીસે જુનિયર મહિલા કોચની ફરિયાદના આધારે સેક્ટર 26માં IPCની કલમ 354, 354A, 354B, 342, 506 હેઠળ સંદીપ સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ચંદીગઢ પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે સંદીપ સિંહ તેને રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યા છે.

જુનિયર મહિલા કોચે હરિયાણા પોલીસ તેમજ ચંદીગઢ પોલીસને લેખિત ફરિયાદ કરી છે. જેમાં કોચે છેડતીની ઘટનાની તારીખ 1 જુલાઈ, 2022 જણાવી હતી. તેમણે મંત્રીના આવાસની બહારથી સુખના તળાવ સુધી લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસની પણ માંગણી કરી છે. મહિલા કોચે એવો પણ આરોપ લગાવ્યો છે કે નોકરી મેળવતા પહેલા ખેલ મંત્રીએ પહેલા તેને મિત્ર બનવા કહ્યું અને બાદમાં તેની ગર્લફ્રેન્ડ બનવાની ઓફર કરી.

મહિલા કોચે લગાવ્યા ગંભીર આરોપ  
મંત્રીએ સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર સંદેશા મોકલ્યા

મહિલા કોચે કહ્યું કે, 2016 રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધા બાદ તેને સ્પોર્ટ્સ વિભાગમાં જુનિયર કોચ તરીકે ભરતી કરવામાં આવી હતી. જે બાદ સંદીપ સિંહે તેને ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર મેસેજ મોકલ્યા હતા. પછી મને ચંદીગઢ સેક્ટર 7 લેક સાઇડ મળવા બોલાવ્યો. હું ગઇ નહોતી તેથી તેઓ તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક અને અનબ્લોક કરતા રહ્યા. મહિલા કોચના આરોપો અનુસાર 1 જુલાઈના રોજ મંત્રીએ તેને સ્નેપચેટ કોલ કર્યો હતો. જેમાં મને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ચંદીગઢના સેક્ટર 7માં મારા નિવાસસ્થાને આવવાનું કહેવામાં આવ્યું હતું.

તમે મને ખુશ રાખો, હું તમને ખુશ રાખીશ

મહિલા કોચે કહ્યું કે, આ પછી તે મંત્રીના સત્તાવાર ઘરે પહોંચી. ત્યાં તે ઓફિસમાં કેમેરા સાથે બેસવા માંગતો ન હતો. તે મને એક અલગ કેબિનમાં લઈ ગયો. ત્યાં તેણે મારા પગ પર હાથ મૂક્યો. મંત્રીએ કહ્યું કે તમે મને ખુશ રાખો, હું તમને ખુશ રાખીશ. જો તમે મારી વાત માનશો તો તમને તમામ સુવિધાઓ અને ઇચ્છિત જગ્યાએ પોસ્ટિંગ મળશે.

મારી ટી-શર્ટ ફાટી ગઈ છે

ગંભીર આરોપ લગાવતા મહિલા કોચે કહ્યું કે સાંજે લગભગ 6.50 વાગ્યે મંત્રી સંદીપ સિંહે તેની છેડતી કરી. આ દરમિયાન મહિલા કોચનું ટી-શર્ટ ફાટી ગયું હતું. કોઈક રીતે તે તેમની ચુંગાલમાંથી છટકીને બહાર નીકળી ગઈ.

સંમત નહીં થતાં બદલી કરાઇ

મહિલા કોચે આરોપ લગાવ્યો કે જ્યારે મેં મંત્રીની વાત ન સાંભળી ત્યારે મારી બદલી કરવામાં આવી. મારી તાલીમ પણ બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટના અંગે ડીજીપી ઓફિસ, સીએમ હાઉસ અને ગૃહમંત્રી અનિલ વિજને ફરિયાદ કરવાનો મેં દરેક સ્તરે પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંય કોઈ સાંભળ્યું નહીં.

વિશેષ તપાસ ટીમની રચના

હરિયાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટર સંદીપ સિંહ પર જુનિયર મહિલા કોચના આરોપ બાદ DGPએ SITની રચના કરી છે. જેમાં IPS મમતા સિંહ અને સમર પ્રતાપ સિંહની સાથે HPS રાજકુમાર કૌશિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. મમતા સિંહ SITનું નેતૃત્વ કરી રહ્યા છે. ડીજીપીએ આ કેસની સંપૂર્ણ તપાસનો વહેલો રિપોર્ટ માંગ્યો હતો.

આરોપો પર રમતગમત મંત્રીની પ્રતિક્રિયા

સંદીપ સિંહે કહ્યું કે એફઆઈઆર કોઈપણ આધાર વગર નોંધવામાં આવી છે. મને ખૂબ દુખ થાય છે કે એક રમતવીર હોવાને કારણે જે બીજાને મદદ કરે છે, તો બદલામાં એવા આરોપો લગાવવામાં આવે છે જેનો કોઈ આધાર નથી. હરિયાણાના ખેલાડીઓ દરેક રમતમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. આમાં હરિયાણા સૌથી આગળ છે. જ્યારથી મેં હરિયાણામાં રમતગમત મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, હરિયાણા દિવસેને દિવસે વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. આ મામલે હું કહેવા માંગુ છું કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

સંદીપ સિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી 

હરિયાણાના રમતગમત મંત્રી સંદીપ સિંહે વધુમાં કહ્યું કે હું નિષ્પક્ષ તપાસ ઈચ્છું છું કારણ કે મારી ઈમેજને કલંકિત કરવામાં આવી છે. હું ખૂબ નાની ઉંમરે ઓલિમ્પિક રમ્યો હતો. તે ખૂબ જ નાની ઉંમરે ભારતીય હોકી ટીમનો કેપ્ટન પણ બન્યો હતો. ખૂબ નાની ઉંમરે મેં ઘણા રેકોર્ડ બનાવ્યા. રાજકારણમાં હું નાની ઉંમરે ધારાસભ્ય બન્યો અને પછી મંત્રી બન્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ