બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Women's Reservation Bill passed in Lok Sabha with 2/3 majority:

નારી શક્તિ વંદન / BIG BREAKING: મહિલા અનામત બિલ 2/3 બહુમત સાથે લોકસભામાં પાસ: તરફેણમાં 454 તો વિરુદ્ધમાં માત્ર 2 મત પડ્યા

Kishor

Last Updated: 08:02 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા અને વિધાનસભા બેઠકોમાં મહિલાઓને 33 ટકા અનામતના નિર્ણય અંગેના મહિલા આરક્ષણ બિલ મામલે લોકસભામાં પરચીઓ દ્વારા વોટીંગ કરવામાં આવ્યું હતું.

  • મહિલા અનામત બિલ લોકસભામાં પાસ
  • બીલની તરફેણમાં 454 મત પડ્યા
  • 2/3 બહુમત સાથે નારી શક્તિ વંદન બીલ લોકસભામાં પસાર

નવા સંસદ ભવનમા મંગળવારે મોદી સરકાર દ્વારા મહિલા અનામત બિલ રજૂ કરાયું હતું. જે લોકસભામાં પાસ થયું છે. આજે મતદાન ચાલ્યા બાદ આ બીલની તરફેણમાં 454 મત આવ્યા હતા. જ્યારે આ બીલના વિરુદ્ધમાં માત્ર 2 જ મત પડ્યા હતા. આમ 2/3 બહુમત સાથે નારી શક્તિ વંદન બીલ લોકસભામાં પસાર થયું છે. AIMIMના 2 સાંસદોએ બિલના વિરુદ્ધમાં મતદાન હોવાનું સામે આવ્યું છે. આ બિલ આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરાશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બનશે.

 

મહિલા આરક્ષણ બિલનાં મહત્વનાં મુદાઓ

લોકસભામાં હાલમાં 82 મહિલા સદસ્યો છે. આ બિલ કાયદો બનશે ત્યારે લોકસભામાં મહિલા સદસ્યો માટે 181 સીટ રિઝર્વ થઈ જશે.આ બિલમાં બંધારણનાં અનુચ્છેદ 239AA અંતર્ગત રાજધાની દિલ્હીની વિધાનસભામાં પણ મહિલાઓને 33% આરક્ષણ આપવામાં આવ્યું છે એટલે કે હવે દિલ્હી વિધાનસભાની 70માંથી 23 સીટો મહિલા માટે આરક્ષિત રહેશે.
રાજ્યોની વિધાનસભાઓમાં પણ 33% આરક્ષણ મળશે.

શું છે 'સંવિધાન સદન'? આખરે PM મોદીએ જૂના સંસદ ભવનને કેમ આપ્યું નવું નામ,  જાણો વિગત / Let's know why there was a need to build a new parliament  building? What will


કેટલા સમય સુધી આ આરક્ષણ રહેશે?

આ બિલ અંતર્ગત લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે આરક્ષણ 15 વર્ષ સુધી મળશે. 15 વર્ષ બાદ મહિલાઓને આરક્ષણ આપવા માટે ફરી બિલ લાવવું પડશે.
SC/SC મહિલાઓ SC/SC મહિલાઓને અલગથી આરક્ષણ નહીં મળે. એટલે કે લોકસભા અને વિધાનસભામાં જેટલી સીટો SC/ST વર્ગ માટે આરક્ષિત છે તેમાંથી જ 33% સીટ મહિલાઓને મળશે. સામાન્ય ભાષામાં સમજીએ તો હાલમાં લોકસભામાં 84 સીટો SC અને 47 સીટો ST માટે આરક્ષિત છે. કાયદો બન્યા બાદ 84 SC સીટો માંથી 28 સીટો SC મહિલાઓ માટે જ્યારે 47 ST સીટોમાંથી 16 ST મહિલાઓ માટે રહેશે.

OBC મહિલાઓ
લોકસભામાં ઓબીસી વર્ગ માટે અલગ આરક્ષણ નથી તેથી SC-STની આરક્ષિત સીટોને હટાવી દીધા બાદ લોકસભામાં 412 સીટો બચે છે. આ સીટો પર સામાન્યની સાથે સાથે ઓબીસી ઉમેદવાર પણ લડે છે. એ હિસાબથી 137 સીટ સામાન્ય અને ઓબીસી વર્ગની મહિલાઓ માટે રહેશે.

રાજ્યસભામાં નહીં મળે આરક્ષણ
રાજ્યસભા અને જે રાજ્યોમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે ત્યાં મહિલા આરક્ષણ લાગૂ નહીં પડે. જો આ બિલ કાયદો બને છે તો તે માત્ર લોકસભા અને વિધાનસભા પર જ લાગૂ થશે.

રોટેશનની વ્યવસ્થા
સંસદ અને વિધાનસભાની સીટોમાં મહિલા આરક્ષણ રોટેશનલ આધાર પર લાગૂ થશે. એટલે કે એક કાર્યકાળ પૂર્ણ થયા બાદ બીજા કાર્યકાળમાં મહિલાઓ માટે આરક્ષિત થયેલ સીટોને બદલવામાં આવશે. પરિણામે દેશભરની લોકસભા અને વિધાનસભાની સીટો પર મહિલાઓને ચૂંટાઈને આવવાનો મોકો મળશે.

 

વસ્તીગણતરી અને પરિસીમન માટે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે આ મુદે વિપક્ષને જવાબ આપતાં કહ્યું કે આ આરક્ષણ કેવી રીતે આપવું એ કોણ નક્કી કરશે? અમે નક્કી કરશું તો તમે કહેશો કે આ પોલિટીકલ આરક્ષણ છે. તેથી આ બિલનાં અમલીકરણમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે વસ્તીગણતરી અને પરિસીમન થવું આવશ્યક છે. 2024ની ચૂંટણી બાદ વસ્તી ગણતરી અને પરિસીમન કરવામાં આવશે જે બાદ મહિલાઓને 33% આરક્ષણ મળી શકશે.

OBC મુદે રાહુલ ગાંધીને આપ્યો આ જવાબ
રાહુલ ગાંધીનાં સેક્રેટરીવાળા નિવેદન પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યું કે સરકાર કેબિનેટ ચલાવે છે. દેશની નીતિઓનું નિર્ધારણ કેબિનેટ કરે છે. દેશની સંસદ આ નિર્ણય લે છે ન કે સેક્રેટરી. આંકડાઓ જણાવું તો ભાજપમાં 29 સાંસદ OBCથી છે. આ સદનમાં 85 સાંસદ ઓબીસીમાંથી છે. તુલના કરવી હોય તો આવી જાઓ. અમે તો OBCથી પ્રધાનમંત્રી આપ્યાં છે. તેમણે કહ્યું કે આ સદનમાં 3 કેટેગરી છે. જનરલ- SC- ST. અને અમે આ બિલમાં ત્રણેય કેટેગરીમાં 1/3 આરક્ષણ મહિલાઓ માટે રાખ્યું છે.

બીલ અધુરું હોવાનું રાહુલે આપ્યું કારણ
રાહુલ ગાંધીએ મહિલા અનામત બીલના મુદ્દે વાત કરીહતી. તેમણે કહ્યું કે જાતિગત વસ્તી ગણતરી કરીને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ની મહિલાઓને અનામતની જોગવાઈ સાથે સૂચિત 'નારી શક્તિ વંદન અધિનિયમ' ટૂંક સમયમાં લાગુ કરવામાં આવે. તેમણે સરકારને આ માટે જાતિગત વસ્તી ગણતરી કરવા વિનંતી કરી. મહિલા અનામત સાથે જોડાયેલ બિલ એક મોટું પગલું છે, બધા આ વાત માને છે, પરંતુ મારા મતે આ બિલ અધૂરું છે. આમાં ઓબીસી અનામત ઉમેરવી જોઈએ. "મારી દ્રષ્ટિએ, આ બિલ આજે જ લાગુ કરી શકાય છે, પરંતુ તે આગળ વધવા માટે રચાયેલ નથી. "જ્યારે પણ વિપક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે, ત્યારે ભાજપ બીજી દિશામાં વાત કરવાનો પ્રયાસ કરે છે.

ભારત સરકારમાં 90 સચિવોમાંથી 3 જ ઓબીસી 
તેમણે દાવો કર્યો હતો કે ભારત સરકારમાં 90 સચિવો છે, જેમાંથી માત્ર ત્રણ ઓબીસી સમુદાયના છે અને તેઓ બજેટના માત્ર પાંચ ટકા પર નિયંત્રણ ધરાવે છે. ભારત સરકારના 90 સચિવોમાંથી માત્ર ત્રણ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના છે. મેં સવાલ પૂછ્યો કે ભારત સરકાર ચલાવનારા 90 સચિવોમાંથી કેટલા ઓબીસી છે, પરંતુ આ જવાબથી મને આશ્ચર્ય થયું. કારણ કે 90માંથી માત્ર 3 ઓબીસી સેક્રેટરી છે. 

સોનિયા ગાંધી શું બોલ્યાં
રાહુલ પહેલા સોનિયા ગાંધીએ બીલ પરની ચર્ચામાં ભાગ લીધો. સોનિયાએ કહ્યું કે જાતિગત વસ્તી ગણતરી કરીને એસસી, એસટી અને ઓબીસી મહિલાઓ માટે સબ ક્વોટા પણ તાત્કાલિક લાગુ કરવા જોઈએ. તેમણે કહ્યું કે આજે, મહિલાઓ તેમની રાજકીય જવાબદારીઓ ઉપાડવા માટે તૈયાર છે. પરંતુ તેમને રાહ જોવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. એ કેટલું વાજબી છે? આ બિલ પર બોલવું મારા માટે ખૂબ જ ભાવનાત્મક છે કારણ કે તેમના પતિ - ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલા મહિલા અનામતનો અમલ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ