બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / women started crying and said I voted for you bhai shivraj singh chouhan also became emotional, video

મધ્યપ્રદેશ / VIDEO: શિવરાજ સિંહ ચૌહાણ થયા ભાવુક, ગળે લાગીને ધ્રુસકે-ધ્રુસકે રડી મહિલાઓ, કહ્યું- ભૈયા અમે તમને વોટ આપ્યો હતો...

Megha

Last Updated: 03:22 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહની જગ્યા પર મોહન યાદવની CM તરીકે પસંદગી કરવામાં આવી, આ રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવરાજ સિંહનો એક ભાવુક વીડિયો સામે આવ્યો છે.

  • મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહની જગ્યા પર મોહન યાદવની CM તરીકે પસંદગી 
  • રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવરાજ સિંહનો એક ભાવુક વીડિયો સામે આવ્યો 
  • શિવરાજ સિંહની બે 'લાડલી બહેનો' એમને પકડીને જોર-જોરથી રડવા લાગી 

મધ્યપ્રદેશમાં લગભગ 17 વર્ષ સુધી સત્તા સંભાળનાર શિવરાજ સિંહની જગ્યા પર આ વખતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી કરવામાં આવી છે. આ તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે વિદાય લેતા મુખ્યમંત્રી શિવરાજનો એક ખૂબ જ ભાવુક વીડિયો સામે આવ્યો છે. 

આ વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળ્યું કે શિવરાજ સિંહની બે 'લાડલી બહેનો' એમને પકડીને જોર-જોરથી રડવા લાગે છે અને આ જોઈને શિવરાજ સિંહ ચૌહાણ પોતે પણ ભાવુક થઈ જાય છે. આ બાદ શિવરાજે એમને ચૂપ કરાવ્યા અને કહ્યું કે, 'હું તમને છોડીને ક્યાંય નથી જઈ રહ્યો.' 

નોંધનીય છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રાજ્યના નવા મુખ્યમંત્રી મોહન યાદવને ઘણી શુભકામનાઓ આપી છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે મોહન યાદવના નેતૃત્વમાં રાજ્ય પ્રગતિ અને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચશે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "મારા મનમાં સંતોષની લાગણી છે."

નોંધનીય છે કે શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવેલી 'લાડલી બહેનયોજના'નું આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવી રહ્યું છે, જેમાં દર મહિને મહિલાઓના ખાતામાં 1250 રૂપિયા પહોંચી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં 'મામા' તરીકે પણ ઓળખાય છે. રાજ્યની તમામ મહિલાઓ સાથે 'ભાઈ-બહેનનો સંબંધ' સ્થાપિત કરવામાં તેઓ સફળ રહ્યા છે. આજે આ 'મામા' અને તેમની 'લાડલી બહેનો' પાસેથી મુખ્યમંત્રી તરીકે વિદાય લેતા સમયે ભાવુક થઈ ગયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ