બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Women Premier League (WPL) 2024 title won by Bangalore

WPL 2024 / RCBએ 16 વર્ષ બાદ ઈતિહાસ રચ્યો, DCને હરાવી મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ નામે કર્યો

Dinesh

Last Updated: 11:16 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WPL 2024: વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024નું ટાઇટલ સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યો છે

સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ શાનદાર પ્રદર્શન સાથે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024નું ટાઇટલ જીત્યું છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે (17 માર્ચ) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સ (DC)ને 8 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

મેચમાં RCBને 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ટીમે 2 વિકેટ ગુમાવીને માત્ર 19.3 ઓવરમાં સ્કોર પોતાના નામે કરી દીધો હતો. ટીમ માટે એલિસ પેરીએ અણનમ 35, સોફી ડિવાઈને 32 રન અને સ્મૃતિ મંધાનાએ 31 રન બનાવ્યા હતા. જ્યારે શિખા પાંડે અને મીનુ મણીએ 1-1 વિકેટ લીધી હતી.

આ ફાઇનલ મેચમાં ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં સમગ્ર ટીમે 18.3 ઓવરમાં 113 રન કર્યા હતા. દિલ્હી માટે શેફાલી વર્માએ 27 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 23 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે 4 અને સોફી મોલિનેક્સે 3 વિકેટ લીધી હતી.

મેચમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી. ટીમે 7 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 64 રન બનાવ્યા હતા. પરંતુ જ્યારથી સ્પિનર ​સોફી મોલિનેક્સે બોલિંગની તબાઈ મચાવી ત્યારથી વિકેટ પડવા લાગી હતી. તેણે પ્રથમ 4 બોલમાં 3 વિકેટ લઈને આરસીબીની વાપસી કરી લીધી હતી. શેફાલી બાઉન્ડ્રી પર કેચ આઉટ થઈ ગઈ હતી. આ પછી જેમિમાહ રોડ્રિગ્ઝ અને એલિસ કેપ્સી ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગઈ હતી. સોફીએ બંનેને ક્લીન બોલ્ડ કર્યા હતા.

સ્મૃતિ મંધાનાની કપ્તાનીવાળી RCB ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશી હતી. આ ટીમે પ્રથમ ટાઇટલ જીતી લીધું છે. તમને જણાવી દઈએ કે દિલ્હીની ટીમે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહીને સીધી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. જ્યારે એલિમિનેટર મેચમાં RCBએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને કારમી હાર આપી હતી. આ પછી જ RCB ફાઇનલમાં પ્રવેશ્યુંલ હતું.


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ