બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / woman filed a petition in high court to increased lineage

હાઈકોર્ટમાં અજીબ કેસ / જેલમાં રહેલા પતિ સાથે સંબંધ બાંધીને બાળક પેદા કરવા દો, પત્ની પહોંચી હાઈકોર્ટ, કોર્ટ મૂંઝવણમાં, આખરે આ ઉપાય શોધ્યો

Hiralal

Last Updated: 08:08 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક મહિલાએ અરજી કરીને એવી માગ કરી કે જેલમાં સજા કાપી રહેલા પતિ સાથે સંબંધ બનાવીને બાળક પેદા કરવા માંગે છે.

  • પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આવ્યો અજીબ કેસ 
  • પત્નીની માગ, જેલમાં રહેલા પતિ સાથે સંબંધ બાંધવાની મંજૂરી આપો
  • વંશ વધારવા માગું છું
  • હાઈકોર્ટે સરકારને પૂછાવ્યું, મહિલાને મંજૂરી આપવી કે નહીં 

ક્યારેક ક્યારેય એવા કેસ આવી જતા હોય છે કે ખુદ હાઈકોર્ટને પણ ખબર પડતી નથી કે શું ચુકાદો આપવો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની સામે આવા જ એક કેસ આવ્યો. એક અલગ કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આવ્યો છે. આ કેસમાં પત્નીએ જેલની સજા ભોગવી રહેલા પતિ સાથે સેક્સ સંબંધ બાંધીને બાળક પેદા કરવાની મંજૂરી માગી. 

મહિલાએ શુ માગ કરી કોર્ટમાં 
અરજી દાખલ કરતાં પત્નીએ કહ્યું હતું કે, તેના પતિને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. તેના પતિ 28 ઓગસ્ટ, 2018થી ગુરુગ્રામની ભોંડસી જેલમાં બંધ છે. ફરિયાદી મહિલાએ કહ્યું કે હું હવે વંશ વધારવા માગું છે. પતિ સાથે સેક્સ સંબંધ બાંધવાની મંજૂરી આપો, આ રીતે મારે મારો વંશ આગળ વધારવો છે. તેણે કહ્યું કે  બંધારણ દરેક વ્યક્તિને જીવન અને સ્વતંત્રતાનો અધિકાર આપે છે. આ અધિકારોમાં વંશ વધારવાનો અધિકાર પણ શામેલ છે. જેલની સજા દરમિયાન પણ આ અધિકાર છીનવી શકાતો નથી. જસવીર સિંહ વિરુદ્ધ પંજાબ સરકારના કેસનો ઉલ્લેખ કરતાં ફરિયાદી મહિલાએ કહ્યું કે  આ કેસમાં પતિ-પત્ની બંને જેલમાં હતા અને નિઃસંતાન હતા. તેમણે બાળક ને સંતાન મેળવવા માટે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી.

હાઈકોર્ટે હરિયાણા સરકારને માથે નાખી જવાબદારી 

આવો કેસ આવતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ મૂંઝવણમાં મુકાઈ છે અને હાઈકોર્ટે હરિયાણા સરકારને પૂછ્યું છે કે શું સરકારની આવી કોઈ નીતિ છે? નિયમિત સુનાવણી શરૂ થયા બાદ હરિયાણા સરકાર તેના પર વલણ અપનાવશે.હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે શું કોઈને કસ્ટડીના કિસ્સામાં વંશ વધારવાનો  અધિકાર આપી શકાય છે. હાઈકોર્ટનો જવાબ પોઝિટીવ હતો અને કોર્ટે સરકારને આ મુદ્દે જરૂરી નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે હરિયાણા સરકારને પૂછ્યું હતું કે શું રાજ્યમાં આવી કોઈ પોલિસી અસ્તિત્વમાં છે, જો નહીં, તો શું આ દિશામાં કોઈ કાનૂની પગલાં લઈ શકાય છે. મંગળવારે જ્યારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, હાલ નિયમિત સુનાવણી થઈ રહી નથી. હાઈકોર્ટે સુનાવણી ૨૭ જાન્યુઆરી નક્કી કરી હતી અને કહ્યું હતું કે ફક્ત નિયમિત બેંચ જ અરજી પર સુનાવણી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ