બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / woman dance at lord shri ram ayodhya sacred saryu river ghat up watch dance viral video

વિવાદ / 'પાની મેં આગ લગાની હૈ...', અયોધ્યાની સરયૂ નદીમાં છોકરીએ ડાન્સ કરતા બબાલ, લોકોએ કહ્યું 'અશ્લીલતા જ્યારે ધર્મ તરફ...'

Bijal Vyas

Last Updated: 11:45 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક એવી છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે સરયૂ નદીમાં ડાન્સ દેખાઇ રહી છે, જાણો શું છે મામલો?

  • વીડિયોને લઇ સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાયા
  • યૂઝરે લખ્યુ કે, "હિન્દુનો પવિત્ર ધર્મ સ્થળ મનોરંજનનું સ્થાન નથી."
  • છોકરીને નદીમાં 'પાની મેં આગ લગાની હૈ...' ગીત પર ડાંસ કરતા જોઇ શકાય છે

Woman dance at saryu river: અત્યાર સુધી રસ્તા, રેલ્વે પ્લેટફોર્મ, મેટ્રો કે પૂજા પાઠના સ્થાનો પર લોકો રીલ્સ બનાવતા જોવા મળે છે, પરંતુ હવે તો પવિત્ર નદીઓને પણ છોડી નથી. જી, હાં સોશિયલ મીડિયા પર એક એવી છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે સરયૂ નદીમાં ડાન્સ દેખાઇ રહી છે. 

આ વીડિયોને લઇ સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાયા છે, અને પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યા છે. તે સરયૂ નદી ઘાટ પર ડાંસ કરવાનો વિરોધ કરી રહ્યા છે. 

વીડિયોને ટ્વિટ પર એક યૂઝરે શેર કર્યુ છે. તેની સાથે જ તેની યુપી પોલિસ, અયોધ્યા પોલિસ અને આઇજી રેંજ અયોધ્યાનો ટેગ કર્યો છે. તેણે પોતાના ટ્વિટના વીડિયોમાં કેપ્શનમાં લખ્યુ કે, "હિન્દુનો પવિત્ર ધર્મ સ્થળ મનોરંજનનું સ્થાન નથી." તેણે લખ્યુ છે કે, "અયોધ્યામાં ભગવાન રામની પૈડી પર વહેતી સરયૂ નદીની જલધારામાં દૂર-દૂરથી આવનારા શ્રદ્ધાળુ સ્નાન-ધ્યાન કરવા પવિત્રતાનો અનુભવ કરે છે. "

blob:https://web.whatsapp.com/fb0c1ac8-cdb8-4b50-a4d0-186b37a99a77

આ વ્યક્તિથી અયોધ્યા પોલિસ, યુપી પોલિસ અને આઇજી અયોધ્યાને ટેગ કરીને આગળ લખ્યુ કે, 'કૃપા કરીને આને ધ્યાનમાં લઇને કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ.'

વીડિયોમાં છોકરીને નદીમાં 'પાની મેં આગ લગાની હૈ...' ગીત પર ડાંસ કરતા જોઇ શકાય છે. તેણે કાળા રંગના કપડા પહેર્યા છે. જો કે આ વીડિયો ક્યારે અને ક્યા દિવસે બનાવ્યો છે તેના વિશે હજી જાણકારી મળી નથી, અને આ છોકરી કોણ છે તેના વિશે પણ જાણકારી મળી નથી. 

જો કે અયોધ્યા પોલિસએ આ ટ્વિટના જવાબ આપ્યો છે કે, 'પ્રભારી નિરીક્ષક કોતવાલી અયોધ્યાને નિયમાનુસાર આવશ્યક કાર્યવાહી હેતુ નિર્દેશિત કરવામાં આવ્યો છે. '

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો જોઇને લોકોએ ખૂબ જ ગુસ્સો જાહેર કરી કમેન્ટ કરી રહ્યા છે, તેમનુ કહેવુ છે કે છોકરીના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. 

એક યૂઝરે લખ્યું કે, 'અશ્લિલતા જ્યારે ધર્મની તરફ વધવા લાગે તો તેની પર રોક લગાવી જોઇએ.' એક અન્ય યૂઝરે યુપી પોલિસ અને અયોધ્યા પોલિસને ટેગ કરીને લખ્યુ છે કે,'કૃપા કરીને આ વાતને કાર્યવાહી કરો. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ