બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / woman committed suicide fed up with her husband extra marital affairs

ક્રાઈમ / પતિની પેનડ્રાઈવ જોતા પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ, ઝેર ખાઈને આપઘાત કરી લીધો, વીડિયો બનાવ્યો

Hiralal

Last Updated: 03:29 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના મુઝફ્ફરપુરમાં પતિના આડાસંબંધોથી તંગ આવીને એક મહિલાએ ઝેર ખાઈને જીવન ટૂંકાવી લીધુ હતું

  • બિહારના મુઝફ્ફરપુરમાં પતિની બેવફાઈનો કિસ્સો
  • પતિને અનેક મહિલાઓ સાથે હતા સંબંધો
  • પતિની આવી હરકતોથી તંગ આવીને પત્નીએ કર્યો આપઘાત
  • આપઘાત પહેલા વીડિયો બનાવીને કહ્યું- બીજા કોઈને દગો ન આપતા 

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના અહિયાપુરમાં એક મહિલાએ તેના પતિના આડાસંબંધોથી તંગ આવીને આત્મહત્યા કરી લીધી હતી. પેનડ્રાઈવમાં પતિને અનેક મહિલાઓ સાથે વાંધાજનક હાલતમાં જોઈ લેતા પત્નીને ભારે આઘાત લાગ્યો હતો અને પોતાનો પતિ છીનાળવો છે તેનું ભાન થતાં તેને જીવવામાં કોઈ રસ ન લાગ્યો અને ઝેર ખાઈને મોતને ગળે લગાડી લીધું હતું. 

ઝેર પીતા પહેલા વીડિયો પણ રેકોર્ડ કર્યો 
મહિલાએ ઝેર પીતા પહેલા એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો અને કહ્યું હતું કે, "હું જઈ રહી છું. તમે ખુશ રહેશો. બસ, મારી જેવા બીજા કોઈને છેતરીશ નહિ. મહિલાને થોડા સમય પહેલા જ પતિ તરફથી પેન ડ્રાઇવ મળી હતી. આમાં ઘણી મહિલાઓના વાંધાજનક વીડિયો મળી આવ્યા હતા. પોલીસે પીડિત પરિવારની ફરિયાદ પર કેસ નોંધ્યો છે.

પતિ જાવેદ મધ્ય પ્રદેશના ભોપાલમાં સિવિલ એન્જિનિયર હતો 
મઝફ્ફરપુરના રહેવાસી અઝમતના લગ્ન ગયા વર્ષે એપ્રિલમાં ઝહીર જાવેદ સાથે થયા હતા. તેનો પતિ જાવેદ મધ્ય પ્રદેશના ભોપાલમાં સિવિલ એન્જિનિયર છે. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ દીકરીને પતિના અવૈધ સંબંધોની જાણ થઈ હતી.

પત્નીને મળ્યાં પતિના વાંધાજનક વીડિયો
મહિલાને પતિની ચાલચલગત સારી લાગતી નહોતી આથી તેણે તેની પર નજર રાખવાનું શરુ કર્યું અને તેનો શક સાચો પડ્યો એક દિવસ તેના હાથમાં પતિની પેનડ્રાઈવ લાગી હતી જેમાં નજર નાખતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પેનડ્રાઈવમાં પતિના ઘણા સેક્સ વીડિયો હતો જેમાં તે અનેક મહિલાઓ સાથે સંબંધ બાંધતો જોવા મળ્યો હતો 
જ્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો તો પતિએ તેને માર મારવાનું શરૂ કરી દીધું. 

તારે આ જ જોઈએ છે ને હું જાવ છું, આપઘાત પહેલા વીડિયો બનાવ્યો 
મરતા પહેલા અઝમતે એક વીડિયો પણ બનાવ્યો હતો. તેમાં તે ઝેરનું પેકેટ હાથમાં પકડીને કહેતી જોવા મળે છે કે, "આ જ તો તારે જોઈતું હતું... હું જાઉં છું... તમે ખુશ રહેશો. બસ, મારા જેવા બીજા કોઈને છેતરીશ નહિ. મેં તને ખૂબ પ્રેમ કર્યો છે. બધાએ અમને એક સાથે ફસાવ્યા છે, પરંતુ અમે તમને ખરેખર પ્રેમ કર્યો છે. હવે અમે જઈ રહ્યા છીએ. તમે ખુશ રહો છો અને સારી રીતે રહો છો." આટલું કહ્યા પછી, તે વિડિઓ બંધ કરે છે અને ઝેર ખાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ