બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / woman and youth ruckus outside Parliament sprayed with color gas raised slogans accused identified as Neelam and Anmol Shinde

એક્શન / કોણ છે આ 2 આરોપીઓ જેઓએ સંસદ ભવનની બહાર મચાવ્યો હતો હોબાળો, પોલીસે કરી એક મહિલા અને પુરુષની અટકાયત

Pravin Joshi

Last Updated: 02:41 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદની બહાર એક મહિલા અને યુવકે હંગામો મચાવ્યો. કલર ગેસનો છંટકાવ કર્યા બાદ તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ આરોપીઓની ઓળખ નીલમ અને અનમોલ શિંદે તરીકે થઈ છે.

  • સંસદની અંદર લોકસભામાં સુરક્ષામાં ખામીની વધુ એક ઘટના સામે આવી 
  • સંસદ હુમલાની વરસી પર આજે સંસદની બહાર હંગામો થયો 
  • બે લોકોએ નારા લગાવ્યા અને કલર ગેસ છાંટવાનું શરૂ કર્યું

સંસદ હુમલાની વરસી પર આજે સંસદની બહાર હંગામો થયો હતો. અહીં બે લોકોએ નારા લગાવ્યા અને કલર ગેસ છાંટવાનું શરૂ કર્યું. જેના કારણે સંસદ સંકુલની બહાર હોબાળો મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે આ ઘટના સંસદની બહાર બની હતી. સંસદની અંદર લોકસભામાં સુરક્ષામાં ખામીની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.

સંસદ ભવન બહાર અને ટ્રાન્સપોર્ટ ભવનની સામે ઘટના બની

આ ઘટના સંસદ ભવન બહાર અને ટ્રાન્સપોર્ટ ભવનની સામે બની હતી. દિલ્હી પોલીસે કહ્યું છે કે બંનેને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સાથે ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ પણ પૂછપરછ કરી રહી છે.

 

શું છે સમગ્ર ઘટના 

નોંધનીય છે કે લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક દર્શક દીર્ઘામાંથી એક યુવક સાંસદો તરફ કૂદી ગયો હતો, જે બાદ બીજા બે શખ્સો પણ આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ આવે તે પહેલા જ સાંસદોએ તે યુવકને ઝડપી લીધો હતો. 

જુઓ શું કહ્યું અધીર રંજન ચૌધરી : 

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, બે યુવકો ગેલેરીમાંથી કૂદયા હતા બાદમાં કશું ફેંક્યું જેમાંથી ગેસ નીકળી રહી હતી. સાંસદોએ તેમને પકડી પાડયા. સુરક્ષાકર્મીઓએ તેને પકડીને બહાર કાઢ્યો. બાદમાં કાર્યવાહીને બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. અધીર રંજને એમ પણ કહ્યું કે નિશ્ચિત રૂપે આ સુરક્ષામાં ચૂક છે કારણ કે આજે જ 2001ના હુમલાની વરસી છે. 

અન્ય સાંસદે ખુલાસો કર્યો છે કે આ યુવક પોતાના જૂતામાં કશું લઈને આવ્યો હતો જેની મદદથી તેણે ધુમાડો કર્યો, દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવક નારા લગાવી રહ્યો હતો કે 'તાનાશાહી નહીં ચલેગી'

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ