બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Without mistakenly commenting on the Indo-Pak match ahmedabad police

અમદાવાદ / ભારત-પાક મેચમાં ભૂલથી લાગણી દુભાઇ તેવી ટિપ્પણી ન કરતાં, સાયબર ક્રાઇમ બ્રાંચે ચેતવ્યા, ઉલ્લંઘન થયું તો કાર્યવાહી પાક્કી

Kishor

Last Updated: 12:00 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત- પાકિસ્તાન મેચ દરમિયાન કોઇ પણ સમાજની લાગણી દુભાઇ તે પ્રકારની ટિપ્પણી ન કરવા સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા અપીલ કરાઈ છે.

  • ભારત- પાકિસ્તાન મેચને લઇ સાયબર ક્રાઇમ બ્રાંચની અપીલ
  • મેચ દરમિયાન કોઇ પણ સમાજની લાગણી દુભાઇ તે પ્રકારની ટિપ્પણી કરવી નહીં
  • કોઇ પણ અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ કરવા નહીં 

વર્લ્ડ કંપની સિઝન ચાલી રહી છે અને આગામી તા. 14ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને ક્રિકેટરસિકો અધિરા બન્યા છે. ત્યારે ભારત-પાકિસ્તાન મેચને લઇ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. જેમા મેચ દરમિયાન કોઇ પણ સમાજની લાગણી દુભાઇ તે પ્રકારની ટિપ્પણી ન કરવા જણાવાયું છે. એટલું જ નહીં કોઇ પણ અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવા પણ આહવાન કર્યું છે.

પર્સ, મોબાઇલ, ફોન, કેપ તેમજ જરૂરી દવાઓ જ સ્ટેડિયમમાં લઇ જઇ શકાશે

પોલીસ દ્વારા એવો પણ અનુરોધ કરાયો કે પર્સ, મોબાઇલ ફોન, કેપ તેમજ જરૂરી દવાઓ જ સ્ટેડિયમમાં લઇ જઇ શકાશે. આ સિવાયની તમામ વસ્તુ સ્ટેડિયમમાં પ્રતિબંધિત રહેશે. સાથે જ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ન કરવા પણ તાકીદ કરી છે. પોલીસના જણાવાયા અનુસાર સાયબર ક્રાઇમ બ્રાંંચ, શહેર પોલીસ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ જણાવાયુ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ: બોલિવૂડ સિતારાઓ આપશે  પરફોર્મન્સ, આજે બે ટીમ પહોંચશે અમદાવાદ | at Narendra Modi Stadium:  Bollywood stars to give ...

ભારત-પાકિસ્તાન મેચ જોવા જનારાઓ જાણી લો
1. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
2. બપોરે 12.30 કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
૩. પ્રેક્ષકો માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરુરી દવા મેચ દરમ્યાન સાથે રાખી શકશે
4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડીકલની સુવિધા કરેલ છે
તે સિવાય ની કોઈ પણ વસ્તુ મેચ દરમ્યાન સાથે રાખી શકાશે નહીં 

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું.ત્યારબાદ અફઘાનિસ્તાન સામે પણ ૮ વિકેટે શાનદાર જીત થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ