બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Withdrawal of 2000 notes will not affect the stock market

નિવેદન / 2 હજારની નોટ પરત ખેચવાથી શેર માર્કેટ પર અસર નહી થાય.!, એક્સપર્ટે કહ્યું 'કુલ કેસની 10 ટકા જેટલી જ હતી'

Dinesh

Last Updated: 10:47 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ 2016ના નોટબંધી પછી જારી કરાયેલ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત બાદ વિવિધ શહેરોમાંથી નાગરિકોના નિવેદનો સામે આવ્યા છે.

  • 2 હજારની નોટ પરત ખેચવાની નહીં થાય અસર
  • શેર માર્કેટમાં કોઈ અસર દેખાશે નહીંઃએક્સપર્ટ
  • "2 હજારની નોટ કુલ કેસની 10 ટકા જેટલી જ હતી"


ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની સૌથી મોટી ચલણી નોટ પર મોટો નિર્ણય લીધો છે. RBIએ 2016ના નોટબંધી પછી જારી કરાયેલ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જેને લઇ લોકોને અનેક મુંઝવણ પેદા થઇ છે. જો કે હાલ બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે. જેને લઈ રાજ્યના વિવિધ શહેરોમાં લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. તેમજ એક્સપર્ટનું નિવેદન સામે આવ્યું છે.

 શેર માર્કેટમાં કોઈ અસર નહી દેખાય: શેર માર્કેટ એક્સપર્ટ
2 હજારની નોટ પરત ખેચવાને લઈ શેર માર્કેટ એક્સપર્ટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આવતીકાલે શેર માર્કેટમાં કોઈ અસર નહી દેખાય. ટોટલ કેસની માત્ર 10% જેટલી જ 2 હજારની નોટો હતી અને પહેલીવાર જ્યારે નોટ બંધી થઈ ત્યારે ડીજીટલ પેમેન્ટ સિસ્ટમ વધુ સક્રિય ન હતી. તેમણે જણાવ્યું કે, ડીજીટલ પેમેન્ટ માટે ઓનલાઇન સિસ્ટમો વધારે હોવાથી માર્કેટમાં કોઈ ફેરફાર નહી થાય. લીગલ ટેન્ડર તરીકે માન્ય હોવાથી માર્કેટમાં કોઈ અસર નહી પડે.

અમદાવાદીઓને નિર્ણયને આવકાર્યો 
2 હજારની નોટના નિર્ણય મામલે અમદાવાદના લોકોનો પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદીઓ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, સરકારે વિચારીને નિર્ણય કર્યો હશે. જો કે, 4 મહિનામાં 2000ની નોટો જમા કરાવવાની રહેશે.

"ફરીવાર નોટ બંધી થઈ હોય તેવું લાગી રહ્યું છે"
વડોદરામાં બે હજારની નોટ આરબીઆઈ પાછી ખેંચવાના નિર્ણય અંગે જણાવ્યું કે, ફરીવાર નોટ બંધી થઈ હોય તેવું લાગી રહ્યું છે. સરકારે નોટ બંધી કરી ત્યારે કહ્યું હતું કે, મોટી નોટોના કારણે કાળું નાણું વધુ છે તેમ છતાં બજાર માં 2 હજારની નોટ મૂકી. વધુમાં લોકોએ જણાવ્યું કે, હવે પરત લેવાનો નિર્ણય કરતા લોકોને ફરી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવશે અને સરકારે લોકોને સમય આપવો જોઈએ.

સરકારનો નિર્ણય ખોટો: પાટણના સ્થાનિક નાગરિક
પાટણમાં બે હજારની નોટના નિર્ણય અંગે શહેરીજનોની પ્રતિક્રિયા સામે આવી છે. શહેરના આગેવાનોએ 2000ની નોટ પાછી ખેચવા મામલે વિરોધ કર્યો છે. નાગરિકોએ જણાવ્યું કે, ભૂતકાળમાં પણ નોટ બંધીનો કંઈ ફાયદો થયો નથી. નોટ પાછી ખેચવાના નિર્ણયથી સામાન્ય માણસોની મુશ્કેલીમાં વધારો થશે તેમજ સરકારનો નિર્ણય ખોટો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ